ગરમ ગરમ ફૂલકાની સાથે ખાવ ગોભી પનીર કોફ્તા

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ચોક્કસ તમે પનીર કોફ્તા બનાવ્યા અને ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય પનીર સાથે ફૂલાવરનો ઉપયોગ કર્યો છે. એક અલગ જ પ્રકારની ડિશ છે જે તમને જરૂર પસંદ આવશે.

ગ્રેવીમાં ડુંગળી ખાટા ટામેટાના મિશ્રણને જ્યારે ક્રિમની સાથે મિક્સ કરવામાં આવે છે, તો તેનો સ્વાદ ખૂબ જ અદભૂત હોય છે. આ થોડી સ્પાઇસી હોય છે પરંતુ ક્રીમના લીધે તેની ગ્રેવી થોડી સિલ્કી થઇ જાય છે. તમે તેને ઘરે પાર્ટી અથવા સંડેના દિવસે આરામથી બનાવી શકો છો. આવો જાણીએ આ રેસિપી...

Cauliflower Paneer Kofta Curry

કોફ્તા માટે સામગ્રી-

1 નાનું ફૂલાવર 1/2 કપ તાજું પનીર, છિણેલું

4 મધ્યમ આકારના બટાકા, બાફીને મસળેલા 3 ચમચી કોર્ન ફ્લોર 1 ચમચી લાલ મરચાંનો પાવડર 1 ચમચી ધાણા પાવડર 1 ચમચી ગરમ મસાલો મીઠું- સ્વાદનુસાર

ગ્રેવી માટે સામગ્રી-

2 મધ્યમ આકારની ડુંગળી, ઝીણી સમારેલી 4 મોટા ટામેટાની ગ્રેવી

1 ચમચી આખું જીરું 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 1 ચમચી ધાણાનો પાવડર 1 ચમચી ગરમ મસાલા પાવડર મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી તેલ અથવા બટર 1 ચમચી ક્રીમ પાણી- જરૂરિયાત અનુસાર

રીત-

1. એક વાસણમાં 1 લીટર પાણી ઉકાળો, તેમાં 1 ચમચી મીઠું નાખો. એકવાર જ્યારે પાણી ઉકળવાનું શરૂ થઇ જાય ત્યારે ધીમા તાપે તેમાં ફૂલાવરના નાખો અને તેને 5 મિનિટ સુધી રહેવા દો.

2. પછી ફૂલાવરને ગરમ પાણીમાંથી નિકાળીને એક કપડાં મુકી સુકવી દો. પછી ફૂલાવરને ઘસી દો અને 10 મિનિટ સુધી એમ જ છોડી દો કારણ કે તે પાણી છોડશે.

3. હવે તવો ગરમ કરો, તેમાં છીણેલા ફૂલાવરને સુકાઇ જાય ત્યાં સુધી શેકો. ફૂલાવરને વચ્ચે વચ્ચે હલાવતાં રહો કારણ કે તેનો રંગ ભૂરો થવો ન જોઇએ. તાપને ધીમો રાખો.

4. જ્યારે ફૂલાવરનું પાણી સુકાઇ જાય, ત્યારે તેને ધીમા તાપ પરથી હટાવી ઠંડી થવા દો.

5. પછી ફૂલાવરમાં પનીર છીણી દો, બાફેલા બટાકા અને બધા મસાલાને કોર્ન ફ્લોરની સાથે મિક્સ કરી દો.

6. હવે તેના લીંબૂ આકારના બોલ્સ તૈયાર કરો.

7. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરેને બધા કોફ્તા લાલ થઇ જાય ત્યાં સુધી ફ્રાઇ કરી લો.

8. હવે આપણે ગ્રેવી બનાવીશું, તેના માટે તેલ અથવા બટર ગરમ કરીશું અને પછી તેમાં આખું જીરું નાખીને 2 સેકન્ડમાં ફ્રાઇ કરીશું.

9. પછી તેમાં બારીક સમારેલી ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાઇ કરો.

10. પછી ટામેટાની ગ્રેવી નાખીને તેને સેકો જ્યાં સુધી તવો છોડી ના દે.

11. પછી તેમાં બધા મસાલા નાખીશું અને મસાલા રંધાઇ જાય ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી નાખીને ખદખદાવીશું.

12. ઉપરથી ક્રીમ નાખીને મિક્સ કરીશું.

13. અંતે તૈયાર કોફ્તા નાખીશું અને ધીમા તાપે 5 મિનિટ સુધી રાંધીશું.

14. પછી ગેસ ધીમો કરો અને કોફ્તાને એક કટોરામાં નાખીને તેના પર લીલા ધાણા અને ક્રીમ વડે ગાર્નિશ કરી સર્વ કરીશું.

15. તેને ગરમ ગરમ ફુલકા અથવા જીરા રાઇસ સાથે સર્વ કરો.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary
    You heard of paneer kofta curry. Some of you might have heard of cauliflower kofta curry too! But how about Cauliflower-Paneer kofta curry ? Lets try out Cauliflower Paneer Kofta Curry.
    Story first published: Tuesday, December 27, 2016, 12:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more