ગરમ ગરમ ફુલ્કાં સાથે ખાવો ફ્લૉવર પનીર કોફ્તા

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપે પનીર કોફ્તા તો જરૂર બનાવ્યા અને ખાધા હશે, પરંતુ શું આપે ક્યારેય પનીર સાથે ફ્લૉવર (ફુલાવર)નો પ્રયોગ કર્યો છે. આ એક જુદા જ પ્રકારની ડિશ છે કે જે આપને જરૂર ગમશે.

ગ્રેવીમાં ડુંગળી તથા ખાટા ટામેટાનું મિશ્રણ જ્યારે ક્રીમ સાથે મિક્સ કરવામાં આવે છે, તો તેનો સ્વાદ ખૂબ જ અદ્ભુત થઈ જાય છે. આ થોડુંક સ્પાઇસી હોય છે, પરંતુ ક્રીમનાં કારણે તેની ગ્રેવી થોડીક સિલ્કી થઈ જાય છે. આપ તેને ઘરે પાર્ટી વગેરે કે પછી સંડેનાં રોજ આરામથી બનાવી શકો છો. આવો જાણીએ તેની રેસિપી...

Cauliflower Paneer Kofta Curry

કોફ્તાની સામગ્રી :

* 1 નાનું ફુલાવર

* 1/2 કપ તાજું પનીર (ઘસેલું)

* 4 મધ્યમ આકારનાં બટાકા, પાકેલા અને મશળેલા

* 3 ચમચી કૉર્ન ફ્લોર

* 1 ચમચી લાલ મરચુ પાવડર

* 1 ચમચી ધાણા પાવડર

* 1 ચમચી રોસ્ટેડ જીરૂં પાવડર

* 1 ચમચી ગરમ મસાલા પાવડર

* મીઠું - સ્વાદ મુજબ

ગ્રેવી માટેની સામગ્રી :

* 2 મધ્યમ આકારની ડુંગળી, ઝીણી સમારેલી

* 4 મોટી ચમચી ટામેટાની પ્યૂરી

* 1 ચમચી શાહ જીરૂં

* 1 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચુ પાવડર

* 1 ચમચી ધાણા પાવડર

* 1 ચમચી ગરમ મસાલા પાવડર

* મીઠું - સ્વાદ મુજબ

* 1 ચમચી તેલ કે બટર

* 1 ચમચી તાજી ક્રીમ

* પાણી - જરૂર મુજબ

* કોથમીર - ગાર્નિશિંગ માટે

વિધિ :

1. વાસણમાં 1 લીટર પાણી ઉકાળો. તેમાં 1 ચમચી મીઠું નાંખો. એક વાર જ્યારે પાણી ઉકળવું શરૂ થઈ જાય, ત્યારે આંચ બંધ કરી તેમાં ફુલાવરનાં પાન તથા ડંઠલને કાઢીને આખું ડુબાડી દો. હવે ફુવાવરને તેમાં 5 મિનિટ સુધી રહેવા દો.

2. પછી ફુલાવરને ગરમ પાણીમાંથી કાઢી એક કપડામાં રાખો અને સુકવી લો. પછી તેને ઘસી લો અને 10 મિનિટ સુધી એમ જ છોડી દો, કારણ કે તે પાણી છોડશે.

3. હવે પૅન ગરમ કરો. તેમાં ઘસેલું ફુલાવર સમ્પૂર્ણ સૂકાવા સુધી સેકો. ફુલાવરને વચ્ચે-વચ્ચે હલાવતા રહો, કારણ કે તેનો રંગ ભૂરો ન થવો જોઇએ. આંચ ધીમી જ રાખો.

4. જ્યારે ફુવારનું પાણી સુકાઈ જાય, ત્યારે તેને આંચ ઉપરથી હટાવી પૂર્ણત્વે ઠંડુ કરો.

5. પછી ફુલાવરમાં ઘસેલું પનીર, બાફેલા બટાકા અને તમામ મસાલાને કૉર્ન ફ્લોર સાથે મિક્સ કરો.

6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તમામ કોફ્તાને લાલ થવા સુધી ફ્રાય કરી લો.

8. હવે આપણે ગ્રેવી બનાવીશું કે જેના માટે તેલ અથવા બટર ગરમ કરીશું અને પછી તેમાં શાહ જીરૂં નાંખી 2 સેકન્ડ માટે ફ્રાય કરીશું.

9. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખી ગુલાબી થવા સુધી ફ્રાય કરીશું.

10. પછી તેમાં તમા મસાલા નાંખીશું અને મસાલા પાકી ગયા બાદ જરૂરિયાત મુજબ પાણી નાંખી ઉકાળીશું.

12. ઉપરથી ક્રીમ નાંખી મિક્સ કરીશું.

13. અંતે તૈયાર કોફ્તા નાંખીશું અને આંચ ધીમી કરી 5 મિનિટ સુધી પકવીશું.

14. પછી આંચ બંધ કરો અને કોફ્તાને એક વાટકામાં નાંખી ઊપરથી કોથમીર તેમજ ક્રીમથી ગાર્નિશ કરી સર્વ કરો.

15. તેને ગરમ ગરમ ફુલ્કા કે જીરા રાઇસ સાથે સર્વ કરો.

English summary
You heard of paneer kofta curry. Some of you might have heard of cauliflower kofta curry too! But how about Cauliflower-Paneer kofta curry ? Lets try out Cauliflower Paneer Kofta Curry.
Story first published: Friday, December 2, 2016, 13:00 [IST]