બર્ન્ટ ગાર્લિક ફ્રાયડ રાઇસ

Posted By: Staff
Subscribe to Boldsky

આ તદ્દન સામાન્ય ફ્રાયડ રાઇસ જેવું જ બને છે, પરંતુ આ બર્ન્ટ ગાર્લિક ફ્રાયડ રાઇસમાં લસણને બહુ સેકવામાં આવે છે. તેનાથી તેનો સ્વાદ ખૂબ ટેસ્ટી થઈ જાય છે.

જ્યારે પણ ઇંડો ચાઇનીઝ રેસિપીની વાત આવે છે, ત્યારે આપણે સૌપ્રથમ ફ્રાયડ રાઇસ બનાવવાનું જ વિચારીએ છીએ, પરંતુ હવે એવું નથી. આજે અમે આપને ગર્ન્ટ ગાર્લિક રાઇસ બનાવવાની વિધિ જણાવીશું કે જે આસાનીથી ઘરે જ બનાવી શકાય છે.

આ તદ્દન સામાન્ય ફ્રાયડ રાઇસ જેવું જ બને છે, પરંતુ આ બર્ન્ટ ગાર્લિક ફ્રાયડ રાઇસમાં લસણને બહુ સેકવામાં આવે છે. તેનાથી તેનો સ્વાદ ખૂબ ટેસ્ટી થઈ જાય છે. તો વગર મોડુ કર્યે, આવો જોઇએ તેને બનાવવાની વિધિ :

burnt garlic fried rice

સર્વિંગ્સ - 1થી 2

તૈયારીમાં સમય - 30 મિનિટ

પકાવવામાં સમય - 12 મિનિટ

સામગ્રી

* 1/2 કપ બાસમતી ચોખા

* 3 કપ પાણી

* 1/4 ચમચી મીઠું

* 1/4 ચમચી તલનું તેલ

* 9થી 10 ગ્રામ લસણ, ઝીણા સમારેલા

* 1 મોટી ડુંગળી

* 1 નાનું ગાજર

* 5-6 બીન્સ

* 1 મધ્યમ આકારનું શિમલા મરચું

* 1/2 ચમચી સમારેલી મરી

* 1 ચમચી સોયા સોસ

* 1/4 ચમચી વેનિગર

* 2થી 3 ચમચી સમારેલી સ્પ્રિંગ ઑનિયન

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ચોખાને ધોઈ લો અને 30 મિનિટ સુધી પાણીમાં પલાડીને મૂકી દો.

2. એક પૅનમાં 3 કપ પાણી ગરમ કરો. પછી જ્યારે તે ઉકળવા લાગે, ત્યારે તેમાં મીઠું અને થોડુંક તેલ મેળવો. તે પછી તેમાં રાઇસ નાંખીને હલાવો.

3. આંચને તેજ કરી દો અને રાઇસને અડધાથી વધુ પકાવી લો.

4. તે પછી ચોખાની ગાળી લો અને તેને હળવેકથી નળનાં પાણી વડે ધોઈ લો.

5. પછી રાઇસને ઢાંકી એક બાજુએ મૂકી દો અને ઠંડુ થવા દો.

6. એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં ઝીણા સમારેલા લસણ મેળવો.

7. આંચ ધીમી કરો અને લસણને ભૂરા થવા દો. પછી કઢાઈમાંથી 1-2 ચમચી લસણને જુદા કાઢી લો. આ લસણને આપણે અંતે ગાર્નિશ માટે યૂઝ કરીશું.

8. હવે કઢાઈમાં બાકી બચેલા લસણને સેકો અને તેમાં સ્પ્રિંગ ઑનિયનો સફેદ ભાગ મેળવો તથા લીલો વાળો ભાગ બાદમાં ગાર્નિશ માટે મૂકી દો.

9. આંચને મધ્યમથી તેજ કરો અને ડુંગળીને 1 મિનિટ સુધી હલાવો.

10. પછી તેમાં ઝીણી સમારેલી ફ્રેંચ બીન્સ નાંખી 2 મિનિટ સુધી ફ્રાય કરો.

11. પછી બાકીની શાકભાજીઓ મેળવો.

12. તે પછી અડધી ચમચી કાળી મરી પાવડર મેળવો.

13. શાકભાજીઓને 2 મિનિટ સુધી પકાવો. તે પછી સોયા સોસ નાંખો.

14. અને પછી રાઇસ નાંખીને ઊપરથી મીઠું મેળવો.

15. તે પછી ઊપરથી સેકેલા લસણ નાંખો અને ચમચીથી હલાવો.

16. રાઇસને 1 મિનિટ સુધી ફ્રાય કરો.

17. તે પછી તેમાં વેનિગર કે પછી લિંબુનો રસ મેળવો.

18. આંચ બંધ કરો અને ઉપરથી પાંદડાદાર ડુંગળી નાંખીને મિક્સ કરો.

19. આપનું બર્ન્ટ ગાર્લિકરાઇસ તૈયાર છે. તેને મંચૂરિયન સાથે સર્વ કરો.

English summary
Burnt garlic fried rice is very popular indo chinese recipe. You can make this at home and serve this with Manchurian or any curry.
Story first published: Saturday, March 25, 2017, 14:00 [IST]