For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વાદથી ભરપૂર બોમ્બે બિરયાની

Posted By: KARNAL HETALBAHEN
|

જો આ રમજાનમાં તમારે નવી વેરાઈટી બિરીયાની ખાવી છે, તો બોમ્બે બિરયાની બનાવવાનું ભૂલશો નહી. આ બોમ્બે બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેને તમે એક વાર ખાશો તો તેનો સ્વાદ ક્યારેય નહી ભૂલો.

આવો જાણીએ આ ઈફ્તારીમાં મહેમાનોને ખુશ કરવા માટે આ બોમ્બે બિરયાની કેવી રીતે બનાવી શકાય છે.

Bombay Biryani Recipe

સામગ્રી-

૧ કિલો મટન કે ચિકન, નાના પીસમાં કાપેલું

૧ કિલો બાસમતી ચોખા, ૧૫ મિનીટ પલાળેલા

૪ બટાટા, બાફેલા, છોલેલા અને મોટા ટુકડાંમાં કાપેલા

૬ ટામેટાં

૪ ડુંગળી, નાની કાપેલી

૧ ઝુડી ફુદીનાના પાન

૬ લીલાં મરચાં

૧૧/૨ ચમચી આદુ અને લસણની પેસ્ટ

૧ કપ સૂકા જરદાળું, ગરમ પાણીમાં પલાળેલા

૧ ચમચી લાલ મરચાનો પાવડર

૨ ચમચી ધાણા પાવડર

૬ દાણા મરીના

૪ લવિંગ

૬ લીલી ઈલાયચી

૧ ચમચી જીરું

૧/૪ ચમચી પીળા રંગનો ફૂડ કલર

મીંઠુ સ્વાદમુજબ

૧ કપ દહી

૧ કપ ગરમ દૂધ

૧ કપ ઘી કે તેલ

રીત-

૧. ચિકન કે મટનના પીસને દહી, આદુ-લસણ, લાલ મરચનો પાવડર અને ૪ લીલા મરચાં, ધાણા, ફુદીનો, ૨ લીંબુનો રસ, જરદારું અને મીંઠાને મિક્સ કરીને લગભગ અડધો કલાક માટે મેરીનેટ કરો.

૨. એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં કાપેલી ડુંગળી નાંખીને ગોલ્ડન બ્રાઉન કરો. પછી અડધી ફ્રાઈ થયેલી ડુંગળીને કિચન પેપરમાં નીકાળી બાકીની અડધી ડુંગળીને પેનમાં જ રહેવા દો.

૩. હવે પેનમાં ચિકનને દહી તથા બીજા મસાલા સાથે નાંખો.

૪. તેને ધીમી આંચ પર બનાવો, તેમાં પાણી નાખશો નહીં, જ્યારે નમી ખતમ થઇ જાય ત્યારે તેને હળવું ફ્રાઈ કરીને આંચ પરથી ઉતારી દો.

૫. એક બીજા પેનમાં બટાટાને ડીપ ફ્રાઈ કરો. તેવી જ રીતે ટામેટાના ચાર ટુકડાં કરીને તેને થોડા તેલમાં ફ્રાઈ કરો.

૬. ફ્રાઈ બટાટા અને ટામેટાને ચિકન સાથે મિક્સ કરો.

૭. હવે એક બીજા વાસણમાં બાસમતી ચોખાને, ફુદીનો, લીલા મરચાં, ઈલાયચી, મરી, લવિંગ અને મીંઠાની સાથે ઉકાળો.

૮. જ્યારે ચોખા ૩/૪ ચડી જાય ત્યારે તેને ગાળી લો.

૯. એક પેનમાં થોડું તેલ નાંખીને ગરમ કરો, તેમાં અડધા ચોખાનું લેયર નાંખો, પછી ચિકન કે મટનનું લેયર રાખો, અને પછી ચોખાનું બીજું લેયર પાથરો.

૧૦. હવે તેને બનાવો અને ખાઓ.

[ of 5 - Users]
English summary
Here we are sharing the recipe of this original Bombay Biryani delicacy. This non veg bombay biryani is very easy to prepare.
Story first published: Monday, March 13, 2017, 10:06 [IST]
X
Desktop Bottom Promotion