બાસુંદી રેસિપી : કેવી રીતે બનાવશો પારંપરિક બાસુંદી ?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સૂકા મેવાથી ભરેલી અને એલચીની મનમોહક સુગંધ ધરાવતી બાસુંદી મુખ્યત્વે ગુજરાત, કર્ણાટક તથા મહારાષ્ટ્રની પારંપરિક મિટાઈ છે. દૂધથી બનતી આ મિઠાઈ ગુજરાતમાં ખાસ તો તહેવારો અને લગ્ન સમારંભોમાં બનાવવામાં આવે છે. આપ ઇચ્છો તો તેને ઠંડી ખાવો કે પછી ગરમા-ગરમ પૂરીઓ સાથે મહેમાનોને ખવડાવો. તેનો સ્વાદ એવો જામે છે કે દરેક વ્યક્તિ તેનાં વખાણ કરે છે.

ફટાફટ બનતી આ મિઠાઈમાં વધારે સામગ્રી પણ નથી લાગતી. તેથી જો ાપ ઇચ્છો, તો તેને પાર્ટી માટે ફટાકથી તૈયાર કરી શકો છો. બાળકોની આ મનપસંદ મિઠાઈને બનાવવા માટે આજે અમે અહીં આપની સાથે શૅર કરી રહ્યા છીએ, તેની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી, વીડિયો અને ફોટોસ. આ સૌની મદદથી આપ તેને ઘરે એક વાર જરૂર બનાવો.

બાસુંદી રેસિપી વીડિયો

basundi recipe

સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો બાસુંદી ?

1. એક નૉન સ્ટિક અને મોટા તળ વાળા પૅનમાં દૂધ નાંખો.

basundi recipe

2. દૂધને ઉકળવા દો, સાથે-સાથે તેને સતત હલાવતા પણ રહો કે જેથી તે બળે નહીં.

basundi recipe
basundi recipe

3. દૂધને ત્યાં સુધીઉકાળો કે જ્યાં સુદી તે અડધું ન થઈ જાય.

basundi recipe

4. હવે ખાંડ મેળવો અને 2-3 મિનિટ સુધી હલાવતા રહો.

basundi recipe
basundi recipe

5. હવે સમારેલા બદામ અને કાજૂ મિક્સ કરો.

basundi recipe
basundi recipe

6. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.

basundi recipe

7. હવે અંતે એલચી પાવડર ભભરાવો અને ગૅસ બંધ કરી તેને પિરસો.

basundi recipe
basundi recipe
basundi recipe
basundi recipe

[ of 5 - Users]
Read more about: દૂધ મિઠાઈ