For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બટાકા 65 કે જે આપનાં મોઢામાં પાણી લાવી દેશે

Posted By: Lekhaka
|

આપે ચિકન 65નું નામ સાંભળ્યું હશે. તેવી જ રીતે બટાકા 65 પણ બનાવી શકાય છે. આ ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી સ્નૅક છે.

આપે ચિકન 65નું નામ સાંભળ્યું હશે. તેવી જ રીતે બટાકા 65 પણ બનાવી શકાય છે. આ ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી સ્નૅક છે.

જો આપ કંઇક નવુ ટ્રાય કરવા માંગતા હોવ, તો ચિકનનાં સ્થાને બટાકાનો પ્રયોગ કરી શકો છો. આવો જાણીએ તેની સિંપલ રેસિપી.

કેટલા - 3-4 સભ્યો માટે

તૈયારીમાં સમય - 20 મિનિટ

પકાવવામાં સમય - 30 મિનિટ

Aloo 65 or potato 65 Recipe

સામગ્રી -

* 4-5 મધ્યમ સાઇઝનાં બટાકા

* 3 ચમચી ઘઉંનો લોટ કે મેંદો

* 3 ચમચી કૉર્ન ફ્લોર

* 7-8 કરી પત્તા

* 1 ચમચી લાલ મરચુ પાવડર

* 1/2 ચમચી ધાણા પાવડર

* 1/2 ચમચી જીરૂં પાવડર

* 1/2 ચમચી કાળી મરી પાવડર

* 1/2 ગરમ મસાલા પાવડર

* 2/3 ચમચી આદુ-લસણ પેસ્ટ

* 1 ચમચી લિંબુનો રસ

* થોડીક સમારેલી કોથમીર

* પાણી - જરૂર મુજબ

* મીઠું - સ્વાદ મુજબ

* તેલ - તળવા માટે

બનાવવાની વિધિ -

1. બટાકાને કુકરમાં એક-બે સીટી વાગવા સુધી બાફી લો.

2. બટાકા અને તેલને છોડીને બાકીની તમામ સામગ્રીઓ મિક્સ કરી ગાઢું પેસ્ટ બનાવી લો.

3. હવે બટાકા છોલી નાના ટુકડા કરીલો.

4. બટાકાનાં આટુકડાઓને પેસ્ટમાં વીંટો.

5. હવે તેમને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન સુધી તળી લો.

6. આ બટાકા 65ને કોથમીર વડે ગાર્નિશ કરો અને ફુદીનાં તેમજ ટમાટરની ચટણી સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
The Aloo 65 or potato 65 is very tasty starter snack. If you are looking for the recipe then check it out.
Story first published: Saturday, January 21, 2017, 12:30 [IST]
X
Desktop Bottom Promotion