Just In
Don't Miss
કાચી કેરીની મીઠી ચટણી
આજકાલ બજારમાં કાચી કેરીનો ભંડાર ભર્યો છે. જો તમને કેરી કોઈપણ રીતે ખાવાની પસંદ હોય તો, તમે તે કેરીની મીઠી ચટણી તૈયાર કરી શકો છો. કાચી કેરીની આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે કાચી કેરીની ચટણીને સાઈડ ડિશનારૂપમાં પણ પ્રયોગ કરી શકો છો. તેને ઈચ્છો તો પૂરી કે પરાઠા સાથે પણ સરળતાથી ખાઈ શકાય છે. આવો જાણીએ કાચી કેરીની મીઠી ચટણી કેવી રીતે બનાવવામાં આવે છે.
કેટલા- ૧ નાનો કટોરો
તૈયારીનો સમય- ૫ મિનીટ
બનાવવાનો સમય- ૧૦ મિનીટ
સામગ્રી-
લીલી કાચી કેરી- ૧
લાલ મરચાંનો પાવડર- ૧ ચપટી
મેથીના દાણા- ચપટીભરીને
જીરું- ચપટીભરીને
રાઈ- ચપટીભરીને
તમાલપત્ર- ૧
હળદર પાવડર- ૧ ચમચી
ખાંડ- ૧૨ ચમચી
મીંઠુ- સ્વાદમુજબ
તેલ- ૧ ચમચી
પાણી- કપ
રીત-
- કાચી કેરીને મધ્યમ આકારમાં છોલીને કાપી લો કે પછી તેને નાના નાના પીસમાં કાપી લો.
- એક પ્રેશર કુકરમાં તેલ નાંખીને ગરમ કરો, તેમાં તમાલપત્ર નાંખો. પછી તેમાં મેથીના દાણા, જીરું અને રાઈ નાંખીને હલાવો.
- હવે તેમાં કેરીના કાપેલા પીસ નાંખીને મિક્સ કરો.
- થોડી વાર પછી તેમાં મીંઠુ, ખાંડ, હળદર પાવડર અને લાલ મરચાંનો પાવડર નાંખો.
- હવે તેમાં થોડું પાણી નાંખો અને ૧ સીટી સુધી ચડવા દો.
- સીટી થઇ ગયા પછી કુકર ખોલીને ચટણીને મેશ કરો.
- હવે ચટણીને રોટલી સાથે સર્વ કરો.