For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એચઆઈવી હોવાનાં 12 લક્ષણો

By Super Admin
|

એચઆઈવી એટલે કે હ્યૂમન ઇમ્યુનડિફિશિયંસી વાયરસ એક વિષાણુ છે કે જે બૉડીના ઇમ્યુન સિસ્ટમ પર નકારાત્મક અસર નાંખે છે અને વ્યક્તિનાં શરીરમાં તેની પ્રતિરોધક ક્ષમતાને દિવસે ને દિવસે નબળી પાડી દે છે. ભારતની વાત કરીએ, તો અહીં એડ્સ થોભવાનું નામ જ નથી લઈ રહ્યું. અહીં સૌથી વધુ એચઆઈવી એડ્સનાં કેસ (13107) મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે. બીજા નંબરે આંધ્ર પ્રદેશ છે.

જો પાછલા વર્ષોની સરખામણી કરીએ, તો સંખ્યા સતત વધી રહી છે. 2009-10માં 2,24,627 કેસ સમગ્ર દેશમાં નોંધાયા, જ્યારે 2010-11માં આ સંખ્યા વધીને 3,20,114 રહી. આ વર્ષે એપ્રિલથી લઈ ડિસેમ્બર સુધી 2,75,377 કેસો નોંધાઈ ચુક્યા છે. યોગ્ય રીતે સારસંભાળ ન કરવાની પરિસ્થિતિનાં પગલે આ બીમારી વધીને એડ્સનું રૂપ ધારણ કરી લે છે.

એક સર્વે મુજબ એચઆઈવીનાં શરુઆતનાં સ્ટેજમાં તેની જાણ નથી થઈ શકતી અને વ્યક્તિને સારવાર કરાવવામાં મોડુ થઈ જાય છે. તેથી આપે એચઆઈવીનાં શરુઆતનાં 12 લક્ષણો વિશે જાણવું જરૂરી છે.

વારંવાર તાવ આવવો :

વારંવાર તાવ આવવો :

દર બે-ત્રણ દિવસમાં તાવનો અનુભવ થવો અને ઘણી વખત તીવ્ર તાવ આવવો એચઆઈવીનું સૌથી પહેલું લક્ષણ હોય છે.

થાક લાગવો

થાક લાગવો

છેલ્લા કેટલાક દિવસોથી અગાઉ કરતા વધુ થાક લાગતો હોય કે દર વખતે થાક અનુભવાય, તો તે એચાઈવીનું શરુઆતનું એક લક્ષણ છે.

માંસપેશીઓમાં ખેંચાણ :

માંસપેશીઓમાં ખેંચાણ :

આપે કોઈ પણ પ્રકારનું ભારે કામ નથી કર્યું કે આપ શારીરિક મહેનતનું કોઈ કામ નથી કરતા. છતા પણ માંશપેસીઓમાં કાયમ તાણ અને જકડણ રહેતી રહે છે. આ એચઆઈવીનું એક લક્ષણ છે.

સાંધાનો દુઃખાવો અને સોજો :

સાંધાનો દુઃખાવો અને સોજો :

ઢળતી વય પહેલા જ જો આપનાં સાંધામાં દુઃખાવો કે સોજો થઈ જાય છે, તો આપે એચઆઈવી ટેસ્ટ કરાવવાની જરૂર છે.

ગળુ પાકવું

ગળુ પાકવું

સામાન્યતઃ ઓછું પાણી પીવાનાં કારણે ગળુ પાકવાની ફરિયાદ હોય છે, પરંતુ જો આપ પુરતા પ્રમાણમાં પાણી પીવો છો અને છતાં પણ આપનાં ગળામાં ભયંકર ખરાશ તેમજ પકન અનુભવાતી હોય, તો આ લક્ષણ સારા નથી.

માથામાં દુઃખાવો :

માથામાં દુઃખાવો :

માથામાં દર વખતે હળવો-હળવો દુઃખાવો રહેવો, સવારનાં સમયે દુઃખાવામાંઆરામ અને દિવસ ચઢતાની સાથે દુઃખાવામાં વધારો એચઆઈવીનું સૌથી મોટું લક્ષણ છે.

ધીમે-ધીમે વજન ઓછું થવું :

ધીમે-ધીમે વજન ઓછું થવું :

એચઆઈવીમાં દર્દીનું વજન એકદમથી નથી ઘટતું. દરરોજ ધીમે-ધીમે બૉડીના સિસ્ટમ પર અસર પડે છે અને વજનમાં ઘટાડો થાય છે. જો છેલ્લા બે મહીનાઓમાં વગર પ્રયાસે આપનાં વજનમાં ઘટાડો આવ્યો હોય, તો તપાસ કરાવી લો.

સ્કિનમાં રૅસેઝ થવું :

સ્કિનમાં રૅસેઝ થવું :

શરીરમાં હળવા લાલ રંગનાં ચકામા પડવા કે રૅશેઝ થવું પણ એચઆઈવીનું લક્ષણ છે.

વગર કારણે ટેંશન થવું :

વગર કારણે ટેંશન થવું :

આપને કોઈ પ્રોબ્લમ નથી, પરંતુ આમ છતાં આપને ટેંશન થઈ જાય છે. વાત-વાતમાં રડવું આવી જાય છે, તો નિઃશંકપણે આપે એચઆઈવીની તપાસ કરાવવી જરૂરી છે.

ઉબકા આવવા

ઉબકા આવવા

દરેક સમયે ઉબકા આવવા કે પછી જમ્યાનાં તરત બાદ ઉલ્ટી થવી પણ શરીરમાં એચઆઈવી વારયસ હોવાનો સંકેત કરે છે.

કાયમ શરદી રહેવી :

કાયમ શરદી રહેવી :

મોસમ આપને બિલ્કુલ અનુકૂળ હોય, પરંતુ તેવી હાલતમાં પણ નાક વહેતી રહેતી હોય. દરેક વખતે છીંક આવતી હોય અને રૂમાલનો સાથ હંમેશા જોઇતુ હોય.

ડ્રાય કફ :

ડ્રાય કફ :

આપને ભયંકર ખાંસી નહોતી થઈ, પરંતુ હમેશા કફ આવતું રહે છે. કફમાં કોઈ બ્લડ નથી આવતું. મોઢાનો સ્વાદ ખરાબ રહે છે. જો આપને તેમાંનાં મોટાભાગનાં લક્ષણો પોતાનાં શરીરમાં અનુભવાતા હોય, તો આપ એચઆઈવી ટેસ્ટ જરૂર કરાવો.

English summary
Sometimes HIV symptoms don't appear for years—sometimes even a decade—after infection.Here are some signs that you may be HIV-positive.
Story first published: Tuesday, October 25, 2016, 12:21 [IST]
X
Desktop Bottom Promotion