For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરેક સ્ત્રીએ જાતિય આરોગ્ય અંગે ખબર હોવી જોઇએ આ તથ્યો

By Super Admin
|

જાતિય આરોગ્ય માનવ કામુકતા માટે એક હકારાત્મક દૃષ્ટિકોણ પેદા કરે છે. ઘણી મહિલાઓ પોતાની શારીરિક અને માનસિક ભલાઈની અવગણના કરી દે છે. પુરુષોની જેમ મહિલાઓનું પણ જાતિય આરોગ્ય ખૂબ મહત્વનું હોય છે. મહિલાઓને જ્યારે યૌન ક્રિયામાં મુશ્કેલી થાય છે કે તેમને તે સુખ નથી પ્રાપ્ત થતું કે યૌન સંબંધ બાંધ્યા બાદ જેની તેઓ કામના કરે છે, ત્યારે તેઓ આ વાતને શરમની વાત સમજી કોઈને પણ પોતાના દિલની વાત નથી કહેતી.

જાતિય આરોગ્ય એટલે કે યોનિમાં શુષ્કતા, સેક્સ એલર્જી, યૌન સંબંધી રોગ કે મેનોપૉઝ વિગેરે. જ્યારે વાત સંપૂર્ણપણએ આરોગ્યની હોય, ત્યારે કોઈ પણ સ્ત્રીએ સેક્સ સંબંધી પ્રશ્નો સાથે સંકળાયેલી વાતો ડૉક્ટરને જણાવવામાં શરમ અનુભવવી ન જોઇએ.

સૌથી જરૂરી વાત એ છે કે દરેક સ્ત્રીને સ્વસ્થ રહેવા માટે યૌન આરોગ્ય અંગેનાં તથ્યો વિશે પૂર્ણ માહિતી હોય. તો જો આપને પણ સમ્પૂર્ણપણે સ્વસ્થ રહેવું હોય, તો જરા વાંચો આને -

1. વેઝાઇનલ ઈસ્ટ ઇન્ફેક્શન

1. વેઝાઇનલ ઈસ્ટ ઇન્ફેક્શન

આ ખૂબ જ સામાન્ય બીમારી છે. ઈશ્ટ ઇન્ફેક્શન એક ઓછી સંખઅયામાં યોનિમાં રહે છે અને ધીમે-ધીમે વધી ચેપનો સ્વરૂપ લઈ લે છે. ઇન્ફેક્શન થતા મહિલાની યોનિમાં બળતરા, લાલાશ અને સોજો થવા લાગે છે. સેક્સ કરતી વખતે આ ખૂબ જ પીડાકારક હોય છે. ઈસ્ટ ઇન્ફેક્શન કોઈ પણ યુવતીને જ થઈ શકે. તેની સારવાર તરત કરાવવી જોઇએ.

2. STD રોકવા માટે કૉંડોમનો ઉપયોગ

2. STD રોકવા માટે કૉંડોમનો ઉપયોગ

એડ્સ અને યૌન સંચરિત ચેપોને રોકવા માટે કૉંડોમનો પ્રયોગ આવશ્યક છે. ઘણા લોકો જાણી જોઈને કૉણ્ડોનો પ્રયોગ નથી કરતા, પરંતુ આ આપની જવાબદારી છે કે આપ પોતે પણ બચો અને પોતાના પાર્ટનરને પણ પ્રાણઘાતક બીમારીમાંથી બચાવો.

3. ટેસ્ટોસ્ટેરોન

3. ટેસ્ટોસ્ટેરોન

મહિલાઓની સેક્સની ઇચ્છાને વધારવામાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન ખૂબ મહત્વ ધરાવે છે. 20 વર્ષની વય સુધી ટેસ્ટોસ્ટેરોન ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં રહે છે અને જેમ-જેમ ઉંમર ઢળે છે, તેમ તેમાં ઘટાડો થવા લાગે છે. મહિલાઓના યૌન આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જે મહિલા રજોનિવૃત્તિ સુધી નથી પહોંચી, તેણે ટેસ્ટોસ્ટેરોન થેરેપી કરાવવી જોઇએ. એવું કરવાથી તેનો સેક્સમાં રસ જળવાઈ રહે છે.

4. મહિલા જાતિય રોગ

4. મહિલા જાતિય રોગ

શારીરિક કે મનોવૈજ્ઞાનિક રીતે જો કોઈ મહિલાને સેક્સ દરમિયાન દુઃખાવો થઈ રહ્યો છે કે તે સેક્સથી સંતુષ્ટ નથી, તો પછી તરત તબીબ પાસે જવું જોઇએ. આ સમસ્યા 18થી 59 વર્ષની વય સુધીની મહિલાઓમાં જોવા મળી છે.

5. યોનિનું સંકોચન

5. યોનિનું સંકોચન

કેટલીક મહિલાઓને સંભોગ દરમિયાન યોનામાં દુઃખાવો અનુભવાય છે કે જે યોનિના સંકોચનના કારણે થાય છે. મેડિકલ કંડીશન તરીકે જો જોવામાં આવે, તો યોનિની માંસપેશીઓ જ્યારે કસાઈ જાય છે, ત્યારે તેમને સંભોગ વખતે દુઃખાવો થવા લાગે છે. તેનું કારણ ટેંશન હોય છે અને જો તેને જલ્દીથી સાજુ ન કરવામાં આવે, તો કપલ્સ વચ્ચે લડાઈ-ઝગડા શરૂ થવાની શંકા વધી જાય છે.

6. સેક્સ એલર્જી

6. સેક્સ એલર્જી

યોનિમાં ખંજવાળ તથા સેક્સ બાદ બળતરાનો મતલબ છે કે આપને સેક્સથી એલર્જી છે. શક્ય છે કે આપ વીર્યથી એલર્જિક હોવ. જો આ રોગને વહેલાસર તબીબને ન બતાવવામાં આવે, તો મહિલાને અનફીલેક્સિસ બીમારી થઈ શકે છે.

 7. મૂત્ર અસંયમ

7. મૂત્ર અસંયમ

આ સમસ્યા બંને લિંગો વચ્ચેની સૌથી સામાન્ય સમસ્યા છે. આ સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને રજોનિવૃત્તિ દરમિયાન મહિલાઓમાં થાય છે. ખાંસી, હસતા, છીંકતા કે પછી કેટલીક શારીરિક ખસરતો કરતી વખતે પેશાબ છૂટી જવું એટલે મૂત્ર અસંયમ. આ સમસ્યાને દૂર કરવામાટે પેલ્વિક ફ્લોર મસલ એક્સરસાઇઝ કરવી જોઇએ.

8. રજોનિવૃત્તિ

8. રજોનિવૃત્તિ

45થી 55 વર્ષની વયમાં તમામ મહિલાઓ માતા બનવાની મતા ગુમાવી દે છે અને રજોનિવૃત્તિ સુધી પહોંચી જાય છે. જ્યારે મહિલા રજોનિવૃત્તિમાં પહોંચે છે, ત્યારે મહિલાને મૂડ સ્વિંગ, હાઈ બીપી તથા અન્ય મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. તેમાં યોનિ સુકાઈ જાય છે અને સેક્સ કરવાની ઇચ્છા ખતમ થઈ જાય છે.

English summary
The most essential thing is that every woman should know the sexual health facts as this can help them maintain a healthy body image.
X
Desktop Bottom Promotion