Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સગર્ભાવસ્થામાં સફેદ પાણીનું સ્રાવ શું શિશું માટે ખતરનાક છે ?
પ્રેગ્નંસી દરમિયાન હૉર્મોનલ બૅલેંસમાં ઘણા બધા ચેંજિસ આવે છે. મહિલાઓના વજનથી લઈ તેમના ખાન-પાન સુધી બધુ જ બદલાઈ જાય છે. સગર્ભાવસ્તામાં મહિલાઓને દરરોજ કોઈને કોઈ સમસ્યા સામે ઝઝુમવું પડે છે. આ ઉપરાંત સગર્ભાવસ્થામાં એક એવી વસ્તુ છે કે જે મહિલાઓ સાથે થાય છે, તે છે સફેદ પાણીનું નિકળવું.
હા જી, પ્રેગ્નંસીમાં સફેદ પાણીનુ નિકળવું ખૂબ જ સામાન્ય બાબત છે કે જે દરેક મહિલાઓમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. તેને લ્યૂકોરિયા કહે છે. આ જોવામાં સફેદ, હળવુ ઘટ્ટ અને હળવુ ગંધહીન હોઈ શકે છે. આ ત્યાર સુધી સામાન્ય છે કે જ્યાર સુધી તેમાં ગંધ ન આવવા લાગે અને તેનુ રંગ લાલ ન થઈ જાય.

સગર્ભાવસ્તામાં સફેદ પાણી કેમ નિકળે છે ?
પ્રેગ્નંસીમાં સફેદ પાણી સર્વાઇકલ મીક્યૂસ થાય છે કે જે આ દિવસોમાં ખૂબ જ સામાન્ય ગણાય છે. સગર્ભા મહિલાઓમાં આ પ્રકારની સમસ્સા મોટાભાગે પ્રેગ્નંસીનાં ત્રીજા તબક્કામાં વધુ હોય છે. જોકે પ્રેગ્નંસીના સમયે આ પ્રકારના સફેદ પદાર્થ નિકળાથી આપના ભ્રૂણને બહુ જ ફાયદો થાય છે, કારણ કે આ ગર્ભાશય ગ્રીવામાં કોઈ પણ પ્રકારના ચેપથી સલામતી પ્રદાન કરે છે.

શું આ ખતરનાક હોઈ શકે છે ?
જો આપને આવું મહેસુસ થાય જેમ કે યૂરીનના સ્થાને પાણી આવી રહ્યુ છે, જોકે આ પ્રકારની સમસ્યા યૂરેટસના સોજો તથા બ્લૅડરના ભારેપણાથી થાય છે. હકીકતમાં આ જુદી-જુદી પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે, પરંતુ જ્યારે આપનાં શરીરમાંથી બહુ વધુ પ્રમાણમાં પાણી નિકળી રહ્યુ હોય, ત્યારે શક્ય છે કે આપના પાણીની થેલી ફાટી ગઈ હોય અને આવામાં આપે વહેલાસર તબીબનો સંપર્ક કરવો જોઇએ.

શિશુને નુકસાન થઈ શકે છે ?
આ વાત આપના બૉડી માટે સારી હોય છે, બિલ્કુલ તેવી જ રીતે આ આપના શિશુ માટે પણ સારી ગણાય છે, કારણ કે આ આપના શિશુને સલામતી પ્રદાન કરે છે, પરંતુ જો આ સમસ્યા વધી જાય કે પછી ચેપ થઈ જાય, તો સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

ક્યારેય તબીબનો સંપર્ક કરવો જોઇએ ?
જ્યારે આપ વૅજાઇના ઇન્ફેક્શનથી ગ્રસ્ત છો અને આપને સતત વ્હાઇટ ડિસચાર્જ થઈ રહ્યુ છે, તો આપે તબીબનો સંપર્ક કરવો જોઇએ, કારણ કે શક્ય છે કે આ ચેપ શિશુ સુધી પહોંચી શકે છે.

આ સંકેતોનું પણ ધ્યાન રાખો
- આ ઉપરાંત યોનિ વિસ્તારમાં ખંજવાળ, બળતરા, રાતાશ કે સોજાની સમસ્યા હોય.
- યૂરીન પાસ કરતી વખતે દુઃખાવો કે બળતરા થવાની સમસ્યા થતા.
- જ્યારે આપનુ ડિસચાર્જ લાલ રંગમાં કે લોહીના રંગમાં થઈ રહ્યું હોય.



Click it and Unblock the Notifications











