શું પીરિયડ આવતા પહેલા આપનું વજન વધી જાય છે ? જાણો કેમ ?

Posted By: Super Admin
Subscribe to Boldsky

પીરિયડ દરમિયાન સામાન્ય રીતે મહિલાઓએ તથા છોકરીઓને બ્લોટિંગની સમસ્યામાંથી પસાર થવું પડે છે કે જેનાં કારણે પીરિયડ આવતા પહેલા તેમનું વજન વધી જાય છે. પાછળથી તેઓ સામાન્ય વજન ઉપર આવી જાય છે. આવો જાણીએ આ વિશે :

ગર્લ્સને પીરિયડ્સ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પેટમાં દુઃખાવો, કંમરનો દુઃખાવો અને નબળાઈ, પરંતુ શું આપે એક વાત નોટિસ કરી છે ? ઘણી છોકરીઓનું વજન આ દરમિયાન એકદમથી વધી જાય છે અને પીરિયડ સમાપ્ત થતાં જ તેમનું વજન પાછું સામાન્ય દિવસો વાળું થઈ જાય છે.

ઘણી છોકરીઓની આ પણ ફરિયાદ છે કે પીરિયડ દરમિયાન કે આસપાસનાં દિવસોમાં તેમના બ્રેસ્ટમાં ભારેપણું આવી જાય છે. હા જી, ઘણી છોકરીઓએ પીરિયડ્સ દરમિયાન વજન વધવા જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.

આ આર્ટિકલમાં અમે જણાવી રહ્યાં છીએ કે આખરે કેમ પીરિયડમાં અચાનક વજન વધી જાય છે.

get rid of bloating during period

બ્લોટિંગ કે વૉટર રેટિન્શનની સમસ્યા
પીરિયડ દરમિયાન કે આવતા પહેલા અચાનકથી વેટ ગેની સમસ્યાને બ્લોટિંગ કે વૉટર રિટેંશન કહેવામાં આવે છે. ઘણી બધી મહિલાઓને પીરિયડ શરૂ થવાનાં અઠવાડિયા કે બે અઠવાડિયા પહેલા આવું અનુભવાય છે. હકીકતમાં પીરિયડ્સથી પહેલા શરીરમાં થતા હૉર્મોનલ ચેંજિસનાં કારણે શરીરમાં તરળ પદાર્થો જમા થવા લાગે છે. આ જ કારણ છે કે ઘણી બધી મહિલાઓને પીરિયડ્સ પહેલા તેમનું વજન વધેલું અનુભવાય છે. સાથે જ તેમને આ ગાળામાં બ્રેસ્ટ ટેંડરનેસ જેવી અન્ય અસુવિધાઓ પણ અનુભવાય છે. પ્રેગ્નંસી ઉપરાંત પીરિયડ્સ લેટ થવાનાં કારણે પણ આ સમસ્યાઓ ઊભી થાય છે.

get rid of bloating during period

ગૅસ અને ડાયરિયા થવાનાં કારણે પણ
પીરિયડ્સ દરમિયાન છોકરીઓનો મૂડ બહુ જલ્દી સ્વિંગ થાય છે. તેવામાં ગળ્યું કે ચવાણું ખાવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. વધુ મીઠું ધરાવતી વસ્તુઓ ખાવાથી આપનાં શરીરમાં તરળ પદાર્થ જમા થવા લાગે છે અને આપનું શરીર ફુલેલું કે વજન વધેલું અનુભવવવા લાગે છે. આ તરળ પદાર્થો આપનાં મગજ અને પેટની રક્ત ધમનીઓ પર પણ દબાણ બનાવે છે અને તેમની મુશ્કેલીઓ વધારે છે. પેટમાં બનતી ગૅસ અને ડાયરિયાનાં કારણે આપનું શરીર ફુલેલું દેખાય છે. આ દરમિયાન ઇમર્જન્સી કૉંટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાથી આપનાં શરીરમાં વધુ હૉર્મોનલ ચેંજિંસ અને બ્લોટિંગનું કારણ બને છે. પીરિયડ્સ વિલમ્બથી આવવા માટે ગોળીઓ ખાવાથી પહેલા તેમના વિશે જાણી લો.

get rid of bloating during period

ઓછું ખાઓ મીઠું
શરીરમાં વૉટર રિટેંશનને ઓછું કરવા માટે આપે ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવું પડશે. અચાર, બ્રેડ, સોડિયમથી ભરપૂર વસ્તુઓ અને સોડા જેવી વસ્તુઓથી બચો કે જે બ્લોટિંગને ઓછું કરવામાં સહાયહ સિદ્ધ થશે. સંતુલિત આહાર ખાઓ કે જેમાં ઘણી બધી શાકભાજીઓ અને ફળોનો સમાવેશ થતો હોય અને આપને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે. ખાવા-પીવા સાથે જોડાયેલા નાના-મોટા ફેરફારો કરવાથી આપનાં માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

English summary
Bloating during a woman’s menstrual cycle is a fairly common occurrence, but why and when does it happen? When does bloating go away after period?
Story first published: Thursday, April 20, 2017, 12:00 [IST]