Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ ?
પ્રેગ્નંસીમાં ડાયેટનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. યોગ્ય ખાન-પાન માતા અને ગર્ભસ્થ શિશુ બંનેના આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ આ અવસ્થામાં યોગ્ય ખાનપાન કોઇક પડકારથી ઓછું નથી.
એક બાજુ મહિલાઓ મૉર્નિંગ સિકનેસ તથા ઉબકાનાં કારણે બરાબર ખાઈ-પી નથી શકતી, બીજી બાજુ કેટલીક મહિલાઓની ભૂખ વધી જવાથી તેમનું વજન પણ વધી જાય છે.

એટલુ જ નહીં, પ્રેગ્નંસી દરમિયાન બહુ વધારે વજન વધવાથી જેસ્ટેશનલ ડાયાબિટીસ ડિલીવરી દરમિયાન સી-સેક્શન અને પ્રી-ક્લૅપ્સિયનું જોખમ વધી જાય છે.
તેથી જરૂરી છે કે આપ પોતાનાં ડાયેટનું પૂરેપૂરૂ ધ્યાન રાખો, પણ કેવી રીતે ? સગર્ભા મહિલાઓને આ વાતની પરફેક્ટ માહિતી હોવી જોઇએ કે તેમણે શું ખાવું જોઇએ અને ક્યારે ખાવું જોઇએ ?
સગર્ભાવસ્થાનાં 270 દિવસોમાં ગર્ભનો ધીમે-ધીમે વિકાસ થાય છે. આ વિકાસ એકદમથી નથી થઈ જતું. તેથી કૅલોરી પણ ધીમે-ધીમે વધારવી જોઇએ. એવામાં મોટાભાગે કૅલોરી ફળ અને શાકભાજીઓથી લેવી જોઇએ.
ગર્ભ વધતા બોવેલ મૂવમેંટ એટલે કે આંતરડાઓની પ્રવૃત્તિઓ થોડીક મંદ પડી જાય છે અને પોષણની જરૂર વધી જાય છે. તેથી આ સલાહ આપવામાં આવે છે કે થોડીક-થોડીક વાર બાદ કંઇક ખાવો.
ખાવાથી મળનાર પોષક તત્વો માતાનાં લોહી સાથે ભળી ગર્ભસ્થ શિશુ સુધી પહોંચે છે. તેથી આવામાં વધુમાં વધુ પોષક તત્વો લો કે જે સરળતાથી અવશોષિત થઈ શકે.
થોડીક-થોડીક વાર બાદ કંઇક ખાવાથી શરીરમાં ગ્લૂકોઝ ધીમે-ધીમે રિલીઝ થાય છે કે જેથી બ્લડ ગ્લૂકોઝ લેવલ જળવાઈ રહે છે.
ટિપ્સ
- એક સાથે વધુ ખાવાથી બચો, પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
- નાશ્તો થોડોક ભારે લો, પણ બપોરનું અને રાતનું ભોજન હળવું લો. મોટાભાગે ફાયબર લો. તેનાથી કબજિયાતથી બચાવ થશે.
- દિવસમાં ઓછામાં ઓછુ 10-12 ગ્લાસ પાણી પીવો.
- જો દરરોજ આપ 2000 કૅલોરી લો છો, તો સગર્ભાવસ્થામાં તે વધીને 2200-2300 થશે. તેનાથી વધુ નહીં. આપનું ડાયેટ આ જ હિસાબે પ્લાન કરો.



Click it and Unblock the Notifications












