Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
કેવી રીતે જાણશો કે આપનું ગર્ભાશય એબનૉર્મલ છે ?
ઘણી મહિલાઓ ટુંકમાં જ કોઇક નાનકડા સભ્યને પરિવારમાં લાવવા અંગે વિચારી રહી છે. તેઓ પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી રહી છે કે તેઓ માતા બની શકે. એવામાં ઘણી વાર મુશ્કેલી ત્યારે ઊભી થાય છે કે જ્યારે દમ્પતિ દ્વારા પ્રયત્ન કરાયા છતાં પણ મહિલા ગર્ભ ધારણ નથી કરી શકતી.
તેવા તબક્કામાં સૌથી વધુ ગુસ્સો, તાણ અને ચિંતા થાય છે. ઘણી મહિલાઓ તેની દવા કરાવે છે અને મહિલાઓનાં વજનમાં વધારો, રક્તમાં ચેપ જેવી પણ અનેક સમસ્યાઓનાં કારણે વ્યંધત્વ થઈ શકે છે.
આજ-કાલની તંગ જીવનશૈલીનાં પરિણામે પણ આ મુશ્કેલી થઈ જાય છે. મહિલાઓનાં મનમાં સામાન્યતઃ આ અંગે અનેક સવાલો ઊભા થાય છે. બોલ્ડસ્કાયમાં આ અંગે કેટલીક મહત્વની માહિતી આપવામાં આવી રહી છે.

એબનૉર્મલ ગર્ભાશય શું છે ?
મહિલાનાં પેલ્વિક ભાગની પાસે જ ગર્ભાશય નાશપાતીનાં આકારમાં આવેલું હોય છે. કેટલીક મહિલાઓમાં તેનો આકાર સામાન્ય કરતા હટકે પણ હોઈ શકે છે કે જેને ગર્ભાશયની વિકૃતિ ગણવામાં આવે છે.
એબનૉર્મલ એટલે કે અસામાન્ય ગર્ભાશયનાં કારણે લાંબા સમય સુધી પીરિયડ્સ ન થવા કે વધુ થવા, વંધ્યત્વ, રક્તસ્રાવ, વારંવાર ગર્ભપાત થવું હોઈ શકે છે. ઘણી મહિલાઓમાં ઘણી વાર આ બધુ નથી પણ થતું.
ગર્ભાશયનાં આકારને લઈને પણ ઘણી અસામાન્યતાઓ છે. ઘણી વાર ગર્ભાશય નાશપાતીનાં આકારનો ન હોઈ હૃદયનાં આકારનો હોય છે કે જેને બિકૉરન્યુએટ ગર્ભાશય કહેવામાં આવે છે.
આસમાન્ય ગર્ભાશય થતા ગર્ભ ધારણ કરી શકાય ?
જે મહિલાઓનાં ગર્ભાશય સામાન્ય નથી હોતા, તેઓ સામાન્યતઃ ગર્ભ ધારણ નથી જ કરી શકતી, પરંતુ એવું જરૂરી નથી. નાનકડી અસામાન્યતા થતા ગર્ભ ધારણ કરી શકાય છે.
જોકે અવસ્થા સામાન્ય નથી રહેતી અને ગર્ભપાતનો ખતરો બની રહે છે, પરંતુ જો પરેજી કરવામાં આવે અને સાવચેતી રાખવામાં આવે, તો માતા બનવામાં સમસ્યા ઊભી નથી થતી.
અસામાન્ય ગર્ભાશય થતા માતા ન બની શકવાનું સૌથી મોટુ કારણ હોય છે કે બાળક ગર્ભમાં રોકાતુ નથી અને તે બાદ તેનો વિકાસ પણ નથી થઈ શકતો. આવામાં જો તબીબની દેખરેખ હેઠળ પૂરા નવ મહિલા સુધી બાળક ઉછેરાઈ જાય, તો તેને સી-સેક્શન દ્વારા બાર કાઢવામાં આવે છે. તેનાથી માતા અને બાળક બંનેનું જીવન સલામત થઈ જાય છે.
ગર્ભાશય અસામાન્ય થતા મહિલાએ હિમ્મત અને ધીરજ સાથે તબીબ જોડે વાતચીત કરવી જોઇએ અને યોગ્ય ઉપાય પૂછવો જોઇએ.



Click it and Unblock the Notifications











