ન ફેંકો ફાટેલા દૂધનું પાણી... બડે કામ કી ચીજ હૈ

By Lekhaka

દૂધ ફાટ્યા બાદ જે પાણી બચે છે, તેને ક્યારેય ફેંકવું ન જોઇએ, કારણ કે તે પૌષ્ટિક હોય છે અને આપના ઘણા કામે આવી શકે છે. આપ તેનો લોટ ગુંથવામાં પણ ઉપયોગ કરી શકો છો. તેને દાળ કે સૂપમાં નાંખી શકો છો કે પછી વાળ ધોવાનાં કામે લઈ શકો છો.

આ પાણીમાં બહુ બધુ પ્રોટીન હોય છે. તેના અનેક આરોગ્ય લાભો પણ છે જેમ કે - માંશપેશીઓની શક્તિ વધારવી, પ્રતિરોધક ક્ષમતા વધરાવી, કૅંસર અને એચઆઈવી જેવા રોગોથી બચાવ, લો બ્લડ પ્રેશર બરાબર કરવું. હાર્ટ ઍટૅક તથા સ્ટ્રોકથી બચાવ, પેટ બરાબર રાખવું અને કિડનીઓને સ્વસ્થ રાખવી વિગેરે...

આ પ્રોટીન પામવાની એક પ્રાકૃતિક રીત છે. તેનો ભોજનમાં સમાવેશ કરવાથી શરીર પર કોઈ આડઅસર નથી પડતી. તેથી અમારુ સુચન છે કે જો દૂધ ફાટી જાય, તો તેને ફેંકવાનાં સ્થાને તેના પાણીનો ઉપયોગ નીચે આપેલી વસ્તુઓમાં કરો.

લોટ ગુંથવા માટે

લોટ ગુંથવા માટે

પાણીનાં સ્થાને ફાટેલા દૂધનાં પાણીનો ઉપયોગ લોટ ગુંથવામાં કરો. તેનાથી આપની રોટલીઓ કે પરાઠા નરમ બનશે અને પ્રોટીનથી ભરપૂર હશે. આપ તેને થેપલા કે અન્ય લોટમાં પણ નાંખી શકો છો.

ફળ અને શાકભાજીઓનાં જ્યુસમાં મિક્સ કરો

ફળ અને શાકભાજીઓનાં જ્યુસમાં મિક્સ કરો

જો આપ દરરોજ સવારે જ્યુસ પીવો છો, તો તેમાં પાણીનાં સ્થાને ફાટેલા દૂધનું પાણી મેળવો.

ગ્રેવીમાં મિક્સ કરો

ગ્રેવીમાં મિક્સ કરો

ઘણી બધી ગ્રેવીઝમાં ખાટો સ્વાદ જોવા મળે છે કે જે મોટાભાગે ટમાટર, આમ્રચૂર, આંબલી, દહીં કે કોકમનો ઉપયોગનાં કારણે હોય છે. તો આપ ફાટેલા દૂધનાં પાણીનો પ્રયોગ કરી આ ખટાશને ઓછી કરી શકો છો.

ઉત્તપમામાં મેળવો

ઉત્તપમામાં મેળવો

આ પાણીનું હળવું ફ્લેવર હોય છે કે જેને ઉત્તપમામાં મેળવવાથી તેનો સ્વાદ ઓર વધુ વધી જાય છે. જો આપ ઉત્તપમામાં ટામેટા કે દહીં મેળવો છો, તો તે ન મેળવી ફાટેલા દૂધનું પાણી મેળવો.

ભાત, પાસ્તા કે શાકભાજી પકાવો

ભાત, પાસ્તા કે શાકભાજી પકાવો

જો આપને પાસે વધુ પ્રમાણમાં પાણી બચી જાય, તો તેને ભાત, પાસ્તા કે શાકભાજી પકાવવામાં ઉપયોગ કરો.

સૂપમાં મેળવો

સૂપમાં મેળવો

સૂપ બનાવતી વખતે સ્ટૉક કે પાણીનાં સ્થાને તેને નાંખો.

તેનાથી વાળ ધુઓ

તેનાથી વાળ ધુઓ

વાળને શૅમ્પૂ કર્યા બાદ ફરીથી આ પાણીથી માથું ધુઓ. પછી 10 મિનિટ સુધી એમ જ છોડી દો અને પછી હુંફાળા પાણીથી માથુ ધોઈ સ્વચ્છ કરી લો. જ્યારે વાળ સુકાઈ જાય, ત્યારે તેમાં કાંસ્કો ફેરવો કે જેથી વાળ ગુંચવાય નહીં.

ત્વચાને કોમળ બનાવો

ત્વચાને કોમળ બનાવો

તેના વડે ચહેરાને ધોઈ આપ તેને મુલાયમ, ટોંડ, નરમ અને સ્વચ્છ બનાવી શકો છો. આ પાણીમાં એંટી માઇક્રોબિયલ ગુણો હોય છે કે જે માથા અને ત્વચાનાં pH બૅલેંસ જાળવી રાખે છે. જો આપની પાસે બાથટબ હોય, તો તેમાં 1-2 કપ આ પાણી મેળવો અને તેમાં પોતાની જાતને 20 મિનિટ સુધી ડુબાડી રાખો.

પોતાનાં કૂતરાને ખવડાવો

પોતાનાં કૂતરાને ખવડાવો

પોતાનાં કૂતરાને એક્સ્ટ્રા પ્રોટીન આપવા માટે તેને તેના ખોરાકમાં મિક્સ કરી ખવડાવો.

રોપામાં નાંખો

રોપામાં નાંખો

આ પાણીને સાદા પાણી સાથે મેળવી રોપાઓ સીંચો. તેને પાણીમાં ઘોળીને જ પ્રયોગ કરો, કારણ કે તે બહુ વધુ એસિડિક હોય છે કે જેનાથી રોપા બળી શકે છે.

X
Desktop Bottom Promotion