Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો, સગર્ભાવસ્થાનાં બીજા મહિનાશું ખાશો અને શું નહીં ?
પ્રેગ્નંસીનાં બીજા મહિનામાં ડાયેટ ખાસ મહત્વ ધરાવે છે. આગળ વાંચો અને જાણો કે આવા સમયે શું ખાવું જોઇએ અને શું નહીં...
પ્રેગ્નંસીનાં પાંચમા અઠવાડિયાથી બીજો મહિનો શરૂ થાય છે. ઘણી બધી મહિલાઓમાં પ્રથમ મહિનામાં તો પ્રેગ્નંસીનાં લક્ષણો દેખાવા લાગે છે. આ સમય આપના ખાન-પાન માટે અતિ મહત્વનો છે, કારણ કે તેનાથી આપનું બાળક સામાન્યઅને સ્વસ્થ રહેશે.
સગર્ભાવસ્થાનાં બીજા મહિને આપે સવારે બીમાર હોવ, તેવી ફીલિંગ રહી શકે છે કે જેથી આપને ખા-પીવાની ઇચ્છા નથી થતી, પરંતુ આમ છતાં આ સમયે આપે સારૂં ભોજન લેવાનું રહેશે, કેમ કે આ સમયે ખાવાનું બહુ મહત્વ ધરાવે છે. આ સમયે ન્યૂરલ ટ્યૂબ વિકસિત થવાની શરુઆત થાય છે અને બાદમાં બાળકનું મગજ, કરોડરજ્જૂ અને તંત્રિકાઓનો વિકાસ થવા લાગે છે.
આ સાથે જ આ સમયે બાળકનું સંચાર તંત્ર તથા હાર્ટ બીટ પણ વિકસિત થવાની શરુઆત થાય છે. તેથી પ્રેગ્નંસીનાં બીજા મહિનામાં ડાયેટ ખાસ મહત્વ ધરાવે છે. આગળ વાંચો અને જાણો કે આવા સમયે શું ખાવું જોઇએ અને શું નહીં... ?

1. ફોલિક એસિડ
ફોલિક એસિડ કે ફોલેટ એક વિટામિન બી છે કે જે પ્રેગ્નંસીના પ્રારંભિક કેટલાક અઠવાડિયાઓમાં લેવા જરૂરી છે. આ ન્યૂરલ ટ્યૂબને સામાન્ય રીતે વિકસિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આપ ફોલિક એસિડ નથી લેતા, તો ન્યૂરલ ટ્યૂબ યોગ્ય રીતે વિકસિત નથી થતી અને બાળક સમય પહેલા થઈ જાય છે.

2. આયર્ન
આ સમયે આપની બ્લડ સપ્લાય બાળક સુધી પણ રક્તનું સંચાર કરે છે. જો આપ આયર્ન યોગ્ય રીતે નહીં લો, તો આપને થાક અનુભવાશે અને એનીમિયા પણ થઈ શકે છે. જ્યારે પણઆપને જાણવા મળે કે આપ પ્રેગ્નંટ છો, ત્યારથી દરરોજ 27 એમજી આયર્નનું સેવન જરૂર કરો. માત્ર ખાવાથી આર્યનની પૂર્તિ નથી થતી. આ ઉપરાંત સ્ત્રી રોગ નિષ્ણાતથી સલાહ લઈ આયર્ન સપ્લિમેંટ્સ પણ લો.

3. કૅલ્શિયમ
પ્રેગ્નંસીનાં બીજા મહિનાથી બાળકનાં હાડકા બનવાનું શરૂ થઈ જાય છે. તેથી કૅલ્શિયમ આવશ્યક છે. આપે દરરોજ 1000 એમજી કૅલ્શિયમ લેવું જોઇએ. તેના માટે આપ ડૅરી ફૂડ અને લીલી પાંદડા ધરાવતી શાકભાજી ખાઈ શકો છો. જો આપ કૅલ્શિયમનું સેવન નહીં કરો, તો આપનું શરીર આપનાં હાડકાઓમાંથી કૅલ્શિયમ લેવાનું શરૂ કરી દે છે કે જેથી તે નબળા થઈ શકે છે.

4. પ્રોટીન
જ્યારે આપને જાણ થાય કે આપ પ્રેગ્નંટ છો, તો આપ પ્રોટીનનું વધુ સેવન શરૂ કરી દો. તેનાથી આપના બાળકને જરૂરી બ્લડ સપ્લાય થાય છે અને બાળકની માંસપેશીઓ વિકસિત થાય છે. આપે ઓછા ફૅટ ધરાવતા પનીરમાં અને માછલીમાં વધુ પ્રોટીન મળશે, પરંતુ ધ્યાન રાખો કે માછલીમાં પારો ઓછો રહે. આપે દરરોજ 75થી 100 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઇએ.

આ વસ્તુઓ ન ખાઓ
કેટલીક મહિલાઓ ખાવા પર ધ્યાન જરૂર આપે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે કેટલાક ખાદ્ય પદાર્થો સગર્ભાવસ્થામાં ન ખાવા જોઇએ. અમે આપને બતાવીએ છીએ એવા ખાદ્ય પદાર્થો કે જે પ્રેગ્નંસીનાં બીજા મહિનામાં ન ખાવા જોઇએ.

1. મીટ સ્પ્રેડ
લિસ્ટીરિયા જેવા મીટ સ્પ્રેડ આ સમયે ન ખાવા જોઇએ. તેનાથી બાળકનાં ગ્રોથ પર વિપરીત અસર પડે છે.

2. સૉફ્ટ ચીઝ
બ્રી, રુક્ફોર્ટ અને કમ્બર્ટ જેવી ચીઝનું સેવન આ સમયે ન કરવો જોઇએ. તેમાં ઈ કોલી બૅક્ટીરિયા હોય છે. સૉફ્ટ ચીઝનાં સેવનથી ઇન્ફેક્શન કે અન્ય જટિલતાઓ ઊભી થઈ શકે છે.

3. લિવર
કારણ કે આ સમયે આપ આયર્નની ઉણપ દૂર કરવામાટે તેનું સેવન કરી શકો છો, પરંતુ આમ છતાં પણ તેનું વધુ સેવન ન કરો, કારણ કે તેમાં રેટિનલ હોય છે કે જેનાથી ગર્ભપાતનો ખતરો ઊભો થઈ શકે છે.

4. નૉન-પશ્ચુરાઇઝ્ડ દૂધ
જો દૂધ પશ્ચુરાઇઝ્ડ નથી, તો તેનું સેવન ન કરો. તેમાં સૂક્ષ્મ જીવ અને રોગાણુ હોય છે કે જેનાથી આરોગ્યને ખતરો રહે છે. નૉન-પશ્ચુરાઇઝ્ડ દૂધમાં સલમોનેલા અને અન્ય હાનિકારક બૅક્ટીરિયા હોય છે.

5. અલ્કોહલ
આ તો આપ જાણો જ છો કો અલ્કોહલનું સેવન પ્રેગ્નંસી દરમિયાન ખતરનાક છે. તેથી તેનાથી દૂર જ રહો.

6. કાચા ઇંડા
કાચા અને અડધા પાકેલા ઇંડા પ્રેગ્નંસીનાં બીજા મહિનામાં ન ખાવા જોઇએ, કારણ કે તેનાથી સાલમોનેલા ઇન્ફેક્શનનો ખતરો રહે છે. આ આપના અને આપનાં બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે.



Click it and Unblock the Notifications











