બાળકો માટે કેળા ખાવાનાં આરોગ્ય લાભો

By Lekhaka

પોતાનાં બાળકોનાં ડાયેટમાં કેળાનો સમાવેશ કરવાનું ન ભૂલો, કારણ કે કેળામાંથી આપનાં બાળકને ઘણા બધા જરૂરી પોષક તત્વો મળી શકે છે. કેળામાં ખૂબ શક્તિ હોય છે. તેમાં મૅગ્નેશિયમ, વિટામિન બી6, ફાયબર, પોટેશિયમ, આયર્ન, વિટામિન એ, બાયોટિન તથા અન્ય પોષક તત્વો રહેલા છે.

પોતાનાં બાળકને કેળું સવારનાં નાશ્તામાં કે પછી દિવસમાં ક્યારેય પણ આપી શકો છો. કેળું ખાઈને તેને આખો દિવસ બીજું કંઈ પણ ખાવાની ઇચ્છા નહીં થાય, કારણ કે કેળું ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરી જાય છે. આવો જાણીએ બાળકો માટે કેળું ખાવું કેટલું જરૂરી છે ?

Health benefits of bananas for kids

તત્કાળ એનર્જી પહોંચાડે
જો આપનું બાળક સ્પોર્ટ્સ રમે છે, તો તેને દરરોજ કેળું ખાવા માટે આપો. તેનાથી તેનાં શરીરમાં આખો દિવસ ઊર્જા જળવાઈ રહેશે.

પાચન માટે શ્રેષ્ઠ
તેમાં પૅક્ટિન નામનું ફાયબર હોય છે કે જે કાર્બોહાઇડ્રેટને ફટાકથી શુગરમાં બદલી નાંખે છે. તેથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. જે બાળકો દરરોજ કેળું ખાય છે, તેમનું પેટ હંમેશા ભરેલું રહે છે અને પેટ હંમેશા સ્વસ્થ રહે છે.

હાડકાં રહે મજબૂત
કેળામાં પોટેશિયમ હોય છે કે જે બાળકનાં આહાર દ્વારા મેળવાતા સોડિયમને ન્યુટ્રિલાઇઝ કરી હાડકાંને મજબૂત કરે છે.

બાળકનું મગજ બનાવે મજબૂત
કેળું ખાવાથી બાળકનું મગજ કાયમ એક્ટિવ રહે છે અને તે સારી રીતે પોતાનું ધ્યાન કોઈ પણ કામમાં લગાવી શકે છે. આવું પોટેશિયમનાં કારણએ થાય છે કે જે રક્તનાં પરિસંચરણને મગજ સુધી ઝડપી બનાવી દે છે.

એનીમિયાથી બચાવે
તેમાં આયર્ન, ફોલેટ, વિટામિન બી12 અને કૉપ હોય છે કે જે રેડ બ્લડ સેલ્સનાં નિર્માણમાં મદદ કરે છે.

Story first published: Friday, December 2, 2016, 14:00 [IST]
X
Desktop Bottom Promotion