બ્રેન સ્ટ્રોકનાં હોય છે આ 5 લક્ષણો, જરૂર વાંચો

By Lekhaka

રક્ત સંચારમાં વિધ્નના કારણે મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં ક્ષરણ થતા સ્ટ્રોક થાય છે. આવુ કાંતો કોઇક વિધ્નના કારણે ઇશ્ચેમિયા (રક્ત સંચારમાં કમી) અથવા તો પછી હેમરેજ (રક્તસ્રાવ)ના કારણે થાય છે.

જોકે સામાન્ય વ્યક્તિને સ્ટ્રોક વિશે ખબર નથી હોતી, તેના શુ પ્રભાવ હોય છે, તે થતા તરત શુ કરવું જોઇએ અને સ્ટ્રોકના દર્દીનો ઇલાજ કેમ થશે તે જાણ તથી નથી.

મસ્તિષ્ક કોશિકાઓની સુચારુ પ્રક્રિયા માટે તેમનામાં રક્ત વળે ઑક્સીજન તથા અન્ય પોષક તત્વોનુ સતત પહોંચવુ જરૂરી છે.

મસ્તિષ્કની લાખો કોશિકાઓની આ જરૂરિયાતને પૂરી કરવા માટે રક્ત નળિકાઓ વડે સતત રક્ત પ્રવાહિત થતુ રહે છે.

આ પુરવઠો જ્યારે બાધિત થઈ જાય છે, તેના પરિણામે મસ્તિષ્ક આધાત થાય છે અને મસ્તિષ્કની કોશિકાઓ મૃતપ્રાય થવા લાગે છે.

ડાયાબિટીસ અને તાણ, ધૂમ્રપાન, મેદસ્વિતા, હાઈ કોલેસ્ટ્રૉલ સ્તર અને હૃદય રોગનાં હુમલા માટે મુખ્ય ખતરા હોઈ શકે છે.

1) ચહેરાનુ ઝુકવું

1) ચહેરાનુ ઝુકવું

જો દર્દીનો ચહેરો એક બાજુ ઝુકી જાય અથવા તેને ચહેરો એક તરફથી ખોટો થતો જણાય, તો તરત સહાય માટે પોકારો. આ દરમિયાન આપ તેને હસવા માટે કહો, જો એ આવુ ન કરી શકે તો તરત હૉસ્પિટલ લઈ જાવો.

2) બોલવામાં મુશ્કેલી

2) બોલવામાં મુશ્કેલી

સ્ટ્રોક દરમિયાન દર્દી અસ્પષ્ટ બોલે છે. એમનાથી સામાન્ય પ્રશ્નો કરો, સામાન્ય રીતે તે પશ્નોના સાચા જવાબ નહી આપી શકે. સ્ટ્રોકની પુષ્ટિ માટે પ્રશ્નોને દોહરાવો.

3) ચાલવામાં મુશ્કેલી

3) ચાલવામાં મુશ્કેલી

સ્ટ્રોકના દર્દીને તેમનું શરીર સંતુલિત કરવામાં મુશ્કેલી થાય છે, તેને ચાલવામાં મુશ્કેલી અથવા સામાન્ય જેવી કમી હોય શકે છે.

4) જોવામાં મુશ્કેલી

4) જોવામાં મુશ્કેલી

કોઇક વખત આંખોની સામે અંધારો આવી જવો કે દેખાવું નહીં. એક દમ જ આંખોની સામે અંધારો આવી જવો અથવા જોવામાં મુશ્કેલી હોવી એ પણ બ્રેન સ્ટ્રોકનો સંકેત છે.

5) સખત માથાનો દુ:ખાવો

5) સખત માથાનો દુ:ખાવો

જો માથામાં કોઈ પણ કારણ વગર સખત દુ:ખાવો થાય તો આ સામાન્ય રીતે હેમરેજ (રક્તસ્રાવ)ને કારણે સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.

6) ચક્કર આવવા અથવા અસન્તુલન

6) ચક્કર આવવા અથવા અસન્તુલન

બ્રેન સ્ટ્રોકને કારણે અસન્તુલન થઈ જાય છે. કોઈ પણ કારણ વગર એકદમ જ સન્તુલન ગુમાવી દેવુ એ પણ સંકેત હોઈ શકે છે.

Story first published: Thursday, August 17, 2017, 13:05 [IST]
X
Desktop Bottom Promotion