Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
શું સાચે જ ભોજનને 32 વખત ચાવવું જોઇએ ? નહિંતર શું થશે ?
જમતી વખતે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તેની સાથે જોડાયેલી કહેવતો, મિથકો અને સલાહો આખી દુનિયામાં પ્રચલિત છે. મોટાભાગે માતા બાળકોને કહેતી હોય છે કે ભોજન ગળી ન જાઓ, બલ્કે તેને ધીમે-ધીમે ચાવો. શું આ જૂની કહેવત સાચી છે કે એક કોર 32 વાર ચાવવાથી આપનું વજન ઓછું થશે.
જ્યારે આપ ખાવાનું ચાવો છો, તો તે ઝીણા ટુકડામાં વટાઈ જાય છે અને મોઢાની લાળ તેમાં ભળી જાય છે. ભોજન પચવાની શરુઆત લાળથી જ થાય છે. પછી તે પેટમાં જાય છે કે જ્યાં તેમાં એસિડ ભળે છે.
આ વિઘટિત ભોજન આંતરડામાં આગળ વધે છે. આ પ્રક્રિયામાં પાણી અને પોષક તત્વો આંતરડા અવશોષિત કરી લે છે અને ફાઇબરનો ન પચનારો ભાગ તથા બીજા પદાર્થો બહાર નિકળી જાય છે. ખોરાકને સારી રીતે ચાવવું આ પ્રક્રિયાને સારી શરુઆત આપે છે અને તે આગળ પણ બરાબર રીતે વધે છે.

ચાવવાનું મહત્વ શું છે ?
ભોજનને યોગ્ય રીતે ન ચાવવાથી પાચન પ્રક્રિયામાં વિઘ્ન આવી શકે છે. આ ઉપરાંત ડાઇજેસ્ટિવ એંઝાઇમ ખાદ્ય કણોને તોડવામાં સક્ષમ નથી થઈ શકતાં.
કન્સલ્ટંટ ન્યૂટ્રિશિયનિસ્ટ ડૉક્ર રૂપાલી દત્તાનાં જણાવ્યા મુજબ ભોજનને યોગ્ય રીતે કેમ ચાવવું જોઇએ. તેનાં બે કારણો છે. પહેલું ભોજનને તોડવું અને બીજું તેને લાળ સાથે સારી રીતે મેળવવું. આ પાચનનાં ઉચિત કાર્ય માટે મહત્વનું છે.
શું ભોજનને યોગ્ય રીતે ચાવવાથી વજન ઓછું થાય છે ?
ડૉ. રૂપાલી દત્તાનાં જણાવ્યા મુજબ મગજ એ વિચારવામાં 20 મિનિટનો સમય લે છે કે પેટ ભરાઈ ગયું છે. તેથી જો લોકો જલ્દી-જલ્દી ચાવે, તો તે વધુ ખાઈ લે છે, પરંતુ જ્યારે ભોજનને યોગ્ય રીે ચાવે, તો ખાવાની અવધિ વધી જાય છે કે જેથી આપ વધુ ભોજન નથી કરી શકતાં. તેથી વધુ ખાવાથી બચવા માટે ભોજનને યોગ્ય રીતે ચાવો. સ્વાભાવિક છે કે ધીમે-ધીમે ચાવવાથી ખાવાની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય છે કે જેથી આપનું વજન ઘટાડવામાં મદદ મળે છે. એટલુ જ નહીં, ખાવાને ધીમે-ધીમે ચાવીને ખાવાથી આપનું પાચન પણ બહેતર રહે છે.
32 વખત ચાવવાની ધારણા ક્યારે શરૂ થઈ ?
32 નંબર હોરસ ફ્લેચર નાની એક વ્યક્તિ પાસેથી આવ્યો છે કે જેઓ 1800નાં દાયકા દરમિયાન સ્વઘોષિત આહાર નિષ્ણાત હતાં. તેમણે કેટલાક પ્રયોગો કર્યા કે જે પૂર્ણત્વે ચાવવાનાં મહત્વને દર્શાવે છે. તેમનાં મુજબ 32 વાર ચાવવાનો સંબંધ 32 દાતોની સંખ્યાથી જોડાયેલો છે.
ઘણી વખત ચાવવાથી ભોજન તરળ પદાર્થમાં બદલાઈ જાય છે કે જે કોઈ સ્વાદથી રહિત નતી. ફ્લેચરનાં જણાવ્યા મુજબ આ ગળી જવાનો આદર્શ સમય હોય છે.
જોકે આ સંખ્યા માત્ર આપણી સ્મૃતિમાં ચાવવાના મહત્વને દર્શાવે છે, પરંતુ તથ્ય એ છે કે ચાવવાની પ્રક્રિયામાં અનેક પોષક, જૈવિક અને આરોગ્ય લાભો થાય છે.



Click it and Unblock the Notifications













