For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓનાં પ્રાઇવેટ પાર્ટ્સમાંથી આવતી ગંધ આપે છે આ સંકેતો

આપનાં પ્રાઇવેટ પાર્ટ્સમાંથી આવતી ગંધ આપના આરોગ્યની પરિચાયક પણ હોય છે.

By Super Admin
|

આપનાં પ્રાઇવેટ પાર્ટ્સમાંથી આવતી ગંધ આપના આરોગ્યની પરિચાયક પણ હોય છે. અહીં સુધી કે શરીરનાં આ ભાગોમાંથી આવતી ગંધ જીવનશૈલી, ડાયેટ અને અન્ય કારકોનાં આધારે બદલાતી રહે છે.

આપને કદાચ ખબર નહીં હોય કે સ્વસ્થ બૅક્ટીરિયા પણ આ ગંધને પ્રભાવિત કરે છે. જ્યારે સ્વસ્થ બૅક્ટીરિયાનું સંતુલન બગડી જાય છે, તો આ ગંધ વધુ તીવ્ર થઈ જાય છે.

પ્રાઇવેટ પાર્ટમાં હેલ્ધી પીએચ લેવલ સામાન્યતઃ 4.5 હોય છે. બૅક્ટીરિયા અને પાણીનાં કારણે આ અંગોમાંથી ગંધ આવવાની શરુઆત થાય છે.

જો આ ગંધની સાથે-સાથે આપને પ્રાઇવેટ પાર્ટ્સમાં દુઃખાવો કે બળતરા પણ અનુભવાતા હોય, તો આપ તાત્કાલિક તબીબની સલાહ લો.

તો ચાલો અમે આપને બતાવીએ કે યૌન અંગોમાંથી કયા પ્રકારની ગંધ આવે છે અને આ ગંધ કઈ વાતનો સંકેત કરે છે ?

માછલી જેવી ગંધ (ફિશી)

માછલી જેવી ગંધ (ફિશી)

જો આપનાં યૌન અંગોમાંથી માછલી જેવી તીવ્ર ગંધ આવે છે, તો તેનો મતલબ છે કે આપને બૅક્ટીરિયા વેજિનોસિસ અને ટ્રિકોમોનિયાસિસ જેવું કોઇક ઇન્ફેક્શન છે. આવું વધુ પ્રમાણમાં બૅક્ટીરિયા વધવી જવાનાં કારણે થઈ શકે છે. આપે તરત જ તબીબનો પરામર્શ લેવાની જરૂર છે.

યીસ્ટ

યીસ્ટ

યીસ્ટ ઇન્ફેક્શનનાં કારણે પણ યૌન અંગોમાંથી ગંધ આવવા લાગે છે. જો આપને પોતાના પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળની સાથે-સાથે કોઈ ગંધ પણ આવે છે, તો આપને યીસ્ટ ઇન્ફેક્શન થયું હોવાની શક્યતા છે.

ઍમોનિયા

ઍમોનિયા

મૂત્રાશય સંબંધી ઇન્ફેક્શન, છિદ્રયુક્ત આંતરડા અને બૅક્ટીરિયલ વેજિનોસિસનાં કારણે પણ યૌન અંગોમાંથી ઍમોનિયા જેવી ગંધ આવે છે. એવી પરિસ્થિતિમાં વધુમાં વધુ પાણી પીવો અને તબીબની સલાહ લો.

દુર્ગંધ

દુર્ગંધ

ખૂબ જ કઠોર અને ઝડપી વ્યાયામ કે વર્કઆઉટ કરવાથી યૌન અંગોમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જો આપ આ પ્રકારની દુર્ગંધમાંથી છુટકારો પામવા માંગો છો, તો પોતાનાં પ્રાઇવેટ પાર્ટનું શેવિંગ કરો અને પાણીથી તેને દરરોજ સાફ કર્યા કરો.

એમસી

એમસી

એમસી દરમિયાન રક્ત પ્રવાહનાં કારણે પણ પ્રાઇવેટ પાર્ટમાંથી ગંધ આવવી સ્વાભાવિક છે. એમસી દરમિયાન યૌન અંગથી આયર્ન જેવી ગંધ આવવા લાગે છે.

બ્લીચ

બ્લીચ

ક્યારેક-ક્યારેક પ્રાઇવેટ પાર્ટમાંથી બ્લીચની જેવી ગંધ પણ આવવા લાગે છે. એવું સેક્સ દરમિયાન ઉપયોગ કરાયેલ કૉંડોમમાં પ્રયોગ કરાયેલ લ્યુબ્રિકૅંટ્સ તથા તેને બનાવવામાં યૂઝ થયેલ દ્રવ્યનાં કારણે થાય છે. તેથી સેક્સ દરમિયાન કૉંડોમનો ઉપયોગ જરા સંભાળીને કરો, નહિંતર આપને મુશ્કેલી ઊભી થઈ શકે છે.

English summary
The smell of your privates can resemble your health condition too. Here are 6 different types of smells and what they indicate.
Story first published: Saturday, June 3, 2017, 12:15 [IST]
X
Desktop Bottom Promotion