Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે ચેતવણી
ભગવાન આપણને કંઇક ખરાબ થતા પહેલા એવા સંકેતો ચોક્કસ આપી દે છે કે જેમને જોઈને આપણને અગાઉથી જ જાણ થઈ જાય છે કે આપણી સાથે કંઇક ખોટું તો નથી થવાનું.
આપણી સાથે ઘણી વાર એવી કેટલીક ઘટનાઓ ઘટી જાય છે કે જે આપણને ક્યાંકને ક્યાંક પરેશાન કરી મૂકે છે. જૂના જમાના લોકો આ ઘટનાઓને ખરાબ માની સાવચેત થઈ જતા હતા, પરંતુ આપણે જાણીને પણ અજાણ બન્યા રહીએ છીએ.
ભગવાન આપણને કંઇક ખરાબ થતા પહેલા એવા સંકેતો ચોક્કસ આપી દે છે કે જેમને જોઈને આપણને અગાઉથી જ જાણ થઈ જાય છે કે આપણી સાથે કંઇક ખોટું તો નથી થવાનું. આજે અમે આપને કેટલાક એવા જ સંકેતો વિશે જણાવીશું કે જે ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપણને આપી દે છે.

1.
જો કોઈ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવતી હોય અને તે જ વખતે સિંદૂરની ડબ્બી તેનાં હાથમાંથી પડી જાય, તો સમજો કે પતિનાં જીવન અથવા તેના કામ પર કોઈ સંકટ આવનાર છે.

2.
જો દૂધ અચાનક ફાટી જાય અથવા પડી જાય, તો સમજો કે ઘરમાં કોઈ લડાઈ-ઝગડો થવાનો છે અથવા તો કોઇકને ખરાબ બીમારી થવાની છે.

3.
જો આપને ઘણા દિવસોથી ખરાબ સપનું આવી રહ્યું હોય અને આ સપના આપના દિવસની તંગદિલી વધારી રહ્યું હોય, તો સાવધાન થઈ જાઓ. આવું સપનું આપના બિઝનેસમાં મંદી લાવી શકે છે અથવા તો પરિવારમાં કોઇક સભ્યને બીમાર કરવાનો સંકેત હોઈ શકે છે.

4.
જો આપના ઘરની આજુબાજુથી ઘણા દિવસોથી બિલાડીનાં રડવાનો અવાજ આવી રહ્યો હોય, તો તેનો મતલબ છે કે તે નકારાત્મકતા ફેલાવી રહી છે. તેનાથી આપનાં જીવનમાં કંઇક ખરાબ થવાનું હશે.

5.
જો પત્નીનું મંગળસૂત્ર અચાનક તુટી જાય, તો સમજો કે પતિનાં જીવનમાં કોઈ સંકટ આપવવાનું છે.



Click it and Unblock the Notifications











