ગુજરાતી બાસુંદીની રેસિપી

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ગુજરાતી બાસુંદી એક અત્યંત સ્વાદિષ્ટ અને મજાની મિઠાઈ છે કે જેને ગાઢા દૂધમાંથી બનાવવામાં આવે છે.

તે ઉત્તર ભારતીય રબડી જેવી લાગે છે. બદામ અને પિસ્તા આ મલાઈદાર મિઠાઈમાં વધુ લજ્જત પ્રદાન કરે છે.

પકાવતી સમયે વાસણની કિનારીઓને ખુરચવાનું ન ભૂલો, કારણ કે એવું કરવાથી બાસુંદી ગાઢી અને મલાઈદાર બને છે.

ગુજરાતી બાસુંદી એક અત્યંત સ્વાદિષ્ટ અને મજાની મિઠાઈ છે કે જેને ગાઢા દૂધથી બનાવવામાં આવે છે અને તે ઉત્તર ભારતીય રબડી જેવી લાગે છે. બદામ અને પિસ્તા આ મલાઈદાર મિઠાઈમાં સ્વાદની લજ્જતમાં વધારો કરે છે. પકાવતી વખતે વાસણની કિનારીઓને ખુરેચવાનું ન ભૂલો, કારણ કે આવું કરવાથી બાસુંદી ગાઢી અને મલાઈદાર બને છે.

how to make basundi

સામગ્રી

* એક કે અડધુ લીટર વસા (ફૅટ)થી ભરપૂર દૂધ

* ત્રણ ચતુર્થાંશ કપ ખાંડ

* અડધી ટી સ્પૂન એલચી

શણગારવા માટે

* થોડીક બદામ અને પિસ્તાની કતરણ

* થોડીક કેસર

વિધિ :

* દૂધને એક પહોળા નૉન-સ્ટિક પૅનમાં ઉકાળી લો.

* આંચ ધીમી કરી દૂધનું પ્રમાણ અડધું થવા સુધી, લગભગ 1 કલાક માટે વચ્ચે-વચ્ચે હલાવતા પકાવી લો.

* ખાંડ નાંખી ધીમી આંચ પર લગભગ 25 મિનિટ અથવા દૂધ રબડી જેવું ગાઢું થવા સુધી સતત હલાવતા રહો અને કિનારીઓથી દૂધ ખુરેચતા પકાવી લો.

* એલચી પાવડર નાંખી ધીમી આંચ પર વધુ 20 મિનિટ માટે પકાવી લો.

* બદામ અને પિસ્તાની કતરણ તથા કેસરથી શણગારી હુંફાળા તાપમાને અથવા ઠંડી પિરસો.

વિકલ્પ :

સ્ટ્રૉબેરી બાસુંદી :

* વિધિ ક્રમ નં. 3 બાદ બાસુંદીને પૂર્ણતઃ ઠંડી કરી લો.

* અડધો ટી સ્પૂન લિંબુનો રસ અને અડધી કપ સ્લાઇસ્ડ સ્ટ્રૉબેરીઝ તથા જરૂર લાગે તો ખાંડ નાંખો.

* સારી રીતે મેળવીને ઓછામાં ઓછા 1 કલાક માટે ફ્રીઝમાં મૂકો. ઠંડી થતા પિરસો.

નારંગી બાસુંદી :

* વિધિ ક્રમ નં. 3 બાદ બાસુંદીને સમ્પૂર્ણપણે ઠંડી કરી લો.

* અડધો ટી સ્પૂન લિંબુનો રસ અને અડધું કપ સંતરાની ફાંકી તેમજ એક ટેબલ-સ્પૂન ઑરેંજ સ્ક્વૅશ નાંખો.

[ of 5 - Users]
Read more about: veg sweet વેજ મિઠાઈ
Story first published: Monday, July 10, 2017, 13:00 [IST]