35ની ઉંમર પછી માતા બનવા માટે 35 ટિપ્સ

By Super Admin

મોટાભાગે તમે તમારા વડીલોને કહેતાં સાંભળ્યા હશે કે જલદી લગ્ન કરીને ઘર વસાવી લો અને સંતાન પ્રાપ્તિ કરો. ડોક્ટર્સના અનુસાર પણ 30ની ઉંમર બાદ માતા બનવા માટે શરીરમાં એટલી ક્ષમતા રહેતી નથી જેટલી જરૂરી હોય છે.

35 વર્ષની ઉંમર બાદ માતા બનવું એક પડકાજનક કામ હોય છે. પરંતુ જે છોકરીઓ મોડા લગ્ન કરે છે અથવા પછી કેરિયરના ચક્કરમાં જલદી ઉંમરમાં માતા બની શકતી નથી તેમના માટે 35 બાદ માતા બનવા માટે આ આર્ટિકલમાં 35 ટિપ્સ આપવામાં આવી રહી છે જે ઉપયોગી સાબિત થશે.

1. કાઉંસલિંગ કરાવવું

1. કાઉંસલિંગ કરાવવું

માતા બનતાં પહેલાં ડોક્ટર પાસે સલાહ લો, જરૂર પડતાં પોતાનું કાઉંસલિંગ કરાવો. એવામાં સેશનમાં પોતાના પાર્ટનરને સાથે લઇ જવાનું ક્યારેય ભૂલશો નહી. દરેક પ્રકારની સજેસ્ટેડ તપાસ કરાવો.

2. ધૂમ્રપાન છોડી દો:

2. ધૂમ્રપાન છોડી દો:

જો તમે 35ની ઉંમર બાદ માતા બનવા વિશે વિચારી રહ્યાં છો તો ધૂમ્રપાન કરવાનું બિલકુલ છોડી દો અને તમારા પાર્ટનરને પણ આમ ન કરવા દો. આમ કરવાથી ધૂમાડાથી તમારા ઓવેરી વગેરે પર ખરાબ અસર પડે છે અને તમારા બાળકને ખૂબ તકલીફ થઇ શકે છે.

3. દારૂ છોડી દો:

3. દારૂ છોડી દો:

જો તમે દારૂનું સેવન કરો છો તો તેને છોડી દો. આ તમારા અને થનાર બાળક, બંને માટે હાનિકારક તથા ઘાતક સાબિત થશે. આ લતના કારણે પ્રજનન ક્ષમતા નબળી થઇ જાય છે.

4. કેફીન પર કંટ્રોલ:

4. કેફીન પર કંટ્રોલ:

જો તમે દિવસમાં ઘણીવાર કોફી અથવા ચાનું સેવન કરો છો તો બંધ કરી દો. તેમાં કૈફીન હોય છે જે શરીર માટે એક માત્રાથી વધુ પહોંચતાં નુકસાન પહોંચાડે છે. ગર્ભપાતનો ખતરો, કૈફીનની વધુ માત્રાથી થઇ શકે છે.

5. વજન પર કાબૂ:

5. વજન પર કાબૂ:

જો તમે 35ની ઉંમર બાદ માતા બનવા વિશે વિચારી રહ્યાં છો તો તમારા પર વજન પર કાબૂ રાખો. તેનાથી હારમોન્સ બેલેન્સ રહેશે અને તમે સરળતાથી કન્સીવ કરી લેશો. તો બીજી તરફ વજનની અસર બાળક પર થશે નહી. ઘણીવાર વધતા જતા વજનના લીધે, પીરિયડ્સ અનિયમિત થઇ જાય છે જેના લીધે ગર્ભવતી થવું મુશ્કેલ બની જાય છે.

6. સ્વસ્થ ભોજન લો:

6. સ્વસ્થ ભોજન લો:

35ની ઉંમર બાદ સ્વસ્થ ભોજન ગ્રહણ કરો. કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન વગેરેથી ભરપૂર ભોજનનું સેવન કરો. તેનાથી તમારા હાડકાં મજબૂતી બનશે અને શરીરમાં તાકાત આવશે.

7. વધુ સેક્સ:

7. વધુ સેક્સ:

તમારા પાર્ટનરની સાથે લગભગ દરરોજ સેક્સ માણો. ઇચ્છો તો આ અંગે ડોક્ટર પાસે સલાહ લો.

8. તમારા પ્રજનનના દિવસો વિશે જાણો:

8. તમારા પ્રજનનના દિવસો વિશે જાણો:

તમારા પીરિયડ્સના દિવસોને જુઓ અને તે મુજબ તમારા ફર્ટાઇલ દિવસો વિશે જાણો કે તમે ક્યારે કન્સીવ કરી શકો છો. તે દરમિયાન સૌથી વધુ સેક્સ માણો.

9. Cervical mucusને તપાસો:

9. Cervical mucusને તપાસો:

જો તમારું Cervical mucus સાફ છે તો સંકેત છે કે તમારી પ્રજનન ક્ષમતા ઘણી સારી છે અને તમે જલદી જ કન્સીવ કરી શકો છો, કારણ કે સ્પર્મ તેની મદદથી જલદી જ અંદર પહોંચી શકે છે.

10. ઓવલેશન કિટનો ઉપયોગ કરો:

10. ઓવલેશન કિટનો ઉપયોગ કરો:

35ની ઉંમર બાદ માતા બનવાનો વિચાર કરી રહ્યાં છો, તો ઓવલેશન કિટ વિશે ડોક્ટર પાસે સલાહ લો અને તેનો ઉપયોગ કરો. તેનાથી મદદ મળશે.

11. બેસલ બોડી તાપમાનને બનાવી રાખો:

11. બેસલ બોડી તાપમાનને બનાવી રાખો:

શરીરના તાપમાનની અસર, માતા બનવાની ક્ષમતા પર પડે છે. એવામાં તમારા શરીરના તાપમાન પર નજર બનાવી રાખો, ઓવલેશન દરમિયાન શરીરનું તાપમાન વધી જાય છે, તે દરમિયાન ગર્ભવતી થવું આસાન હોય છે.

12. વિભિન્ન સેક્સ પોઝિશન:

12. વિભિન્ન સેક્સ પોઝિશન:

એક જ પ્રકારે દરરોજ સેક્સ ન માણો. તમારા પાર્ટનર સાથે રોમાન્સ કરો અને ઘણી પોઝિશનમાં સેક્સ માણો.

13. અંડરગો રિક્વીસાઇટ ટેસ્ટ:

13. અંડરગો રિક્વીસાઇટ ટેસ્ટ:

આ ટેસ્ટ ડોક્ટર દ્વારા તમારી પ્રજનન ક્ષમતા જાણવા માટે કરવામાં આવે છે કે તમારા શરીરમાં ઇંડા બનવાની ક્ષમતા શું છે. તેને અવશ્ય કરાવી લો, જો તમારા ડોક્ટર કહે તો.

14. તણાવ ન લો:

14. તણાવ ન લો:

જો તમે તણાવ લો છો તો 35ની ઉંમર બાદ માતા બનવું મુશ્કેલ થઇ જશે. તણાવરહિત રહો. પૂરતી ઉંઘ લો.

15. નિયમિત વ્યાયામ કરો:

15. નિયમિત વ્યાયામ કરો:

35ની ઉંમર બાદ માતા બનવું કઠિન હોય છે, એવામાં દરરોજ કસરત કરો, જેથી શરીરમાં વધુમાં વધુ ઓક્સિજન પહોંચે. તેનાથી તમારી પ્રજનન ક્ષમતામાં વધારો થશે અને તમે સરળતાથી ગર્ભવતી થઇ શકશો.

16. પ્રીનેટલ વિટામિન:

16. પ્રીનેટલ વિટામિન:

ડૉક્ટર પાસે સલાહ લો અને પ્રીનેટલ વિટામિનનું સેવન કરો. તેની શરૂઆત પ્રથમ તબક્કાથી જ કરી દો. જેથી તમારા શરીરમાં જે પોષક તત્વોની ઉણપ છે, તે ક્યારેય તમારા બાળકના શરીરમાં ન પહોંચી જાય.

17. ડૉક્ટરને મળતા રહો:

17. ડૉક્ટરને મળતા રહો:

ડોક્ટર પાસે નિયમિત પરીક્ષણ કરાવો. જે પણ સમસ્યા આવે, તેને કહેતાં રહો.

18. સ્પેશિયલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો:

18. સ્પેશિયલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો:

જો તમે માતા બનવા અંગે સંપૂર્ણ રીતે દ્રઢ છો તો તમારા ડોક્ટરને સ્પેશિયલ સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવવા માટે કહો, તેનાથી તે તમારા શરીરમાં અને તમારા પાર્ટનરના શરીરમાં સ્પર્મ કાઉન્ટને જોઇ શકે છે. જો ઉણપ હશે તો વિટ્રો ફર્ટિલાઇઝેશન કરાવી શકાય છે.

19. અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કંટ્રોલ:

19. અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કંટ્રોલ:

35ની ઉંમર પર કોઇ સ્વાસ્થ્ય સમસ્યા જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે હોય શકે છે, જો આ બધુ છે તો પહેલાં ડોક્ટર પાસે યોગ્ય સારવાર કરાવો. યોગ કરો, મેડીટેશન કરો, દવાઓ લો, પરંતુ સર્વપ્રથમ આ બિમારીઓથી છુટકારો મેળવો.

20. સારું વાતાવરણ બનાવો

20. સારું વાતાવરણ બનાવો

સારું વાતાવરણ તમને માતા બનવામાં ખૂબ મદદ કરે છે. પ્રેમભર્યા વાતાવરણમાં રહો, બાળકોની વચ્ચે સમય પસારો કરો. કેમિકલ અને રેડિએશનવાળા સ્થળોથી દૂર રહો. ગેજેટ વગેરેનો વધુ ઉપયોગ ન કરો.

21. પાર્ટનરની હેલ્થનું ધ્યાન રાખો:

21. પાર્ટનરની હેલ્થનું ધ્યાન રાખો:

35 બાદ જો તમે બનવા જઇ રહ્યાં છો તો આવું તમારા પાર્ટનર વિના શક્ય નથી. એટલા માટે તમારે તમારા પાર્ટનરની હેલ્થનું ધ્યાન પણ રાખવું જોઇએ.

22. ઓર્ગેનિક ફૂડ ખાવ:

22. ઓર્ગેનિક ફૂડ ખાવ:

કોન્સેપ્શન દરમિયાન ઓર્ગેનિક ફૂડનું સેવન કરો, તેનાથી તમારા શરીરમાં પેસ્ટીસાઇડ વગેરેની માત્રા ખૂબ ઓછી પહોંચશે.

23. વધુ વિટામિન લો:

23. વધુ વિટામિન લો:

35ની ઉંમર બાદ માતા બનવા માટે શરીરને સૌથી વધુ વિટામિનની જરૂર પડે છે. નેચરલ ફૂડ ખાવ. ફળોનું સેવન કરો. વિટામિનની દવાઓનું સેવન કરો.

24. માછલી ખાવ:

24. માછલી ખાવ:

માછલીમાં ઓમેગા3 હોય છે જે શરીરને સ્વસ્થ બનાવી રાખે છે. તેનાથી પ્રજનન ક્ષમતા પણ સારી રહે છે.

25. થાઇરોડ ચેક કરાવી લો:

25. થાઇરોડ ચેક કરાવી લો:

માતા બનવાનું વિચારતાં પહેલાં પોતાની થાઇરોડ તપાસ કરાવી લો. ત્યારબાદ ડૉક્ટરની સલાહ લો અને ત્યારબાદ જ પ્લાન કરો.

26. વધુ દવાઓનું સેવન ન કરો:

26. વધુ દવાઓનું સેવન ન કરો:

જો તમે ઘણી બધી દવાઓનું સેવન કરો છો તો બંધ કરી દો. ડૉક્ટરની સલાહ લો, પોતાના મનથી ડોક્ટરી ન કરો. દરેક વાત માટે દવા ખાવાનું બંધ કરી દો.

27. વધુ વજન ઉઠાવવાની ટ્રેનિંગ ન કરો:

27. વધુ વજન ઉઠાવવાની ટ્રેનિંગ ન કરો:

જો તમે વધુ વજન ઉઠાવવાનો પ્રયત્ન કરો છો અથવા ઉઠાવો છો તો માતા બનવાના વિચાર બાદ તેનો ત્યાગ કરો. આમ કરવાથી હારમોનલ સાઇકલ પર ખરાબ અસર પડે છે. તમે એરોબિક્સ કસરત કરી શકો છો.

28. દાંતની સફાઇ:

28. દાંતની સફાઇ:

તમને જાણીને આશ્વર્ય થશે કે સાફ દાંત અને મોંઢું, પ્રજનન ક્ષમતાને વધારી શકે છે. એટલા માટે આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

29. પ્રીનેટલ ક્લાસ જાવ:

29. પ્રીનેટલ ક્લાસ જાવ:

માતા બનતાં પહેલાં પ્રીનેટલ ક્લાસ જોઇન કરી લો. તેનાથી તમને સમજાશે કે તમારે કેવી રીતે શું કરવાનું છે.

30. બર્થ પ્લાન લખી લો:

30. બર્થ પ્લાન લખી લો:

તમારે કેવી રીતે શું કરવું છે, તેના વિશે ડાયરી મેંટેન કરો. બર્થ પ્લાન લખી લો.

31. દાયણ પાસે પોતાનો ઉપચાર ન કરાવો:

31. દાયણ પાસે પોતાનો ઉપચાર ન કરાવો:

જો ગર્ભવતી થયા બાદ કોઇ સમસ્યા આવે તો જાતે સમસ્યા દૂર ન કરો. નાનીમાં નાની સમસ્યા માટે પણ ડોક્ટરનો સંપર્ક કરો. નહીતર તમારા ભ્રૂણ પર નકારાત્મક અસર પડી શકે છે.

32. મેડીટેશન કરો:

32. મેડીટેશન કરો:

તમારા ડોક્ટરને મેડીટેશન કરવા વિશે પૂછી લો ક્યારે અને કેટલી વાર સુધી કરવું જોઇએ, જેથી તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકો.

33. આશા ન છોડો:

33. આશા ન છોડો:

35 બાદ માતા બનવાની પ્રક્રિયા સાધારણ હોતી નથી, મોડું લાગી શકે છે, એવામાં આશા ન છોડો. પ્રયત્ન કરો.

34. સકારાત્મક રહો:

34. સકારાત્મક રહો:

પોતે પણ સકારાત્મક રહો અને તમારા પાર્ટનરને પણ સકારાત્મક રાખો. તેનાથી તમે સરળતાથી માતા બની શકશો, નહીતર સમસ્યા થઇ શકે છે.

35. શુગર અને પ્રોસેસ્ડ ફૂડ ન લો:

35. શુગર અને પ્રોસેસ્ડ ફૂડ ન લો:

એવા ભોજનનું સેવન બંધ કરી દો જે ભેળસેળવાળું હોય, જેમાં વધુ ખાંડ હોય અને જેને પ્રોસેસ્ડ કરવામાં આવ્યું, તેનાથી પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે.

Story first published: Thursday, October 27, 2016, 11:54 [IST]
X
Desktop Bottom Promotion