આ વિટામીનથી વધે છે પુરુષોની ફર્ટિલિટી

By Karnal Hetalbahen

માં બન્યા વગર કોઈ સ્ત્રી પૂર્ણ નથી થઈ શકતી. પણ એની બદનસીબી જ કહો કે કેટલીક મહિલાઓ તમામ પ્રયત્નો બાદ પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. તેના માટે તે બધી જ પ્રકારના પ્રયત્નો પણ કરે છે, પણ નિરાશા જ હાથ લાગે છે. ગર્ભધારણ ના કરવાના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે તણાવ, પાર્ટનરનું હેલ્થ, પ્રીકોઉશન, દવાઓ કે પછી કોઈ પ્રકારની ઉણપ. એટલે કે કોઈપણ કપલ માટે તે જરૂરી છે કે તે વાંરવાર પ્રયત્ન કર્યા પછી પણ ગર્ભધારણ ના થાય તો વિશેષજ્ઞોની સલાહ લો. તે જાણવું ખૂબ જ જરૂરી છે કે ભૂલ ક્યાં થઈ રહી છે, જેથી તમે તેને સુધારી શકો.

ઘણીવાર તો આ સમસ્યા વિટામીનની ઉણપ જેવા સામાન્ય કારણથી પણ થઇ શકે છે. ગર્ભધારણની સંભાવનાને વધારવા માટે જરૂરી છે કે પુરુષ હેલ્દી હોય. પુરુષોમાં જરૂરી વિટામીનની ઉણપથી સ્પર્મ (શુક્રાણું)ની ક્વોલિટી અને સંખ્યા પ્રભાવિત થાય છે. તેનાથી ગર્ભધારણ પ્રભાવિત થાય છે. સાથે જ કેટલાક વિટામીનની ઉણપથી પુરુષોમાં કામવાસના અને પરફોર્મન્સમાં ઉણપ આવી જાય છે, જે અંતમાં: ગર્ભધારણને પ્રભાવિત કરે છે. પુરુષોમાં ફર્ટિલિટીના માટે વિટામીન ખૂબ જરૂરી હોય છે.

આજના સમયમાં તણાવના કારણે પણ પુરુષોમાં ફર્ટિલીટીમાં ઉણપ આવી રહી છે. ખોરાકમાં વિટામીનની ઉણપથી ઘણી બીમારીઓ થાય છે, જેમાં સ્પર્મની ક્વોલિટી અને સંખ્યા પ્રભાવિત થાય છે. ૯૦ પ્રતિશત કેસમાં પુરુષોમાં ઈંફર્ટિલિટી સ્પર્મની ઓછી સંખ્યા, ખરાબ ક્વોલિટી કે બન્ને ને કારણે થાય છે. બાકી બચેલા કેસમાં એનાટામિકલ પ્રોબ્લેમ, હોર્મોનલ ઈનબેલેન્સ અને જેનેટિક ડિફેક્ટના કારણે પુરુષોમાં ઈનફર્ટિલિટી આવે છે.

૧. જરૂરી વિટામીન

૧. જરૂરી વિટામીન

વિટામીન બી12, વિટામીન સી, વિટામીન ઈ અને ફોલિક એસિડ પુરુષોમાં સ્પર્મની સંખ્યાની વધારે છે. જો તમારા સ્પર્મની સંખ્યા ઓછી છે અથવા ક્વોલિટી ખરાબ છે, તો મોટાભાગના કેસમાં આવું ફોલિક એસિડની ઉણપના કારણે થાય છે. એટલે તમારે ફોલિક એસિડ સપ્લીમેન્ટ લેવાની કોશિશ કરવી જોઈએ.

૨. ઝિંકનું સેવન

૨. ઝિંકનું સેવન

સેલેનિયમ અને ઝિંક પણ સ્પર્મની સંખ્યા વધારવા માટે જાણીતા છે. બ્રાઝિલ નટ્સ, સી ફૂડ અને ટ્યૂના માછલી જેવા ભોજન આ રીતના મિનરલ્સથી ભરેલા હોય છે, જે સ્પર્મની સંખ્યાને વધારીને ફર્ટિલિટીને વધારે છે.

૩. વિટામીન ઈ

૩. વિટામીન ઈ

આ સ્પર્મની ક્વોલિટીને સારી બનાવે છે. શોધથી જાણવા મળ્યું છે કે વિટામીન ઈ ફર્ટિલિટીને લગભગ ૧૦ પ્રતિશત સુધી વધારી દે છે. ઘણાં લોકોમાં સ્પર્મની સંખ્યા વધારે હોય છે, પણ ફર્ટિલિટી ઓછી હોય છે. વિટામીન ઈ તેમના માટે ફાયદાકારક હોય છે.

૪. કાર્નિટાઈન

૪. કાર્નિટાઈન

શું તમને જાણ છે કે સ્પર્મને મહિલાઓના એગ (અંડાણું) સુધી પહોંચવા માટે લાંબો સમય લાગે છે? એટલે હેલ્થી સ્પર્મની જરૂર હોય છે, જે ઉર્જાથી ભરપૂર હોય, તેના માટે કાર્ટિટાઈન ઘણું ફાયદાકારક હોય છે.

૫. વિટામીન સી અને ઈ

૫. વિટામીન સી અને ઈ

વિટામીન સી અને ઈ, કોએજાઈમ ક્યું10, સેલેનિય્મ અને એન-એસેટાઈલિસટાઈન (એનએસી) જેવા એન્ટીઓક્સીડેન્ટ પણ સ્પર્મની ક્વોલિટીને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. સારા સેલ્યુલર એન્ટીઓક્સીડેન્ટથી સ્પર્મની સંખ્યાની સાથે-સાથે તેની ગતિશીલા પણ વધે છે, જેનાથી આખરે સ્પર્મની ક્વોલિટી સારી થાય છે.

૬. લાઈકોપેન

૬. લાઈકોપેન

લાઈકોપેન છોડમાં મળી આવનાર કારોટેનાઈડ પિગ્મેન્ટ છે. ટામેટાં અને તડબૂચનો લાલ રંગ આના જ કારણે હોય છે. જો તમારા ખોરાકમાં લાઈકોપેનની ઉણપ હશે તો સ્પર્મની ક્વોલિટી ખરાબ હશે. સાથે જ ફર્ટિલિટી પણ પ્રભાવિત થશે. એટલે તમે લાઈકોપેનનું સપ્લીમેન્ટસ લો. તેનાથી અત્યાર સુધી જે નુકશાન થઇ ગયુ છે, તેનાથી બહાર નીકળવામાં મદદ મળશે.

૭. ઓમેગા-૩ ફેટી એસિડ

૭. ઓમેગા-૩ ફેટી એસિડ

ઓમેગા-૩ ફેટી એસિડ સ્પર્મની સંખ્યાને તો વધારે જ છે, સાથે જ તે જીવિત ભ્રૂણના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે. કેટલીક શોધથી જાણવા મળ્યું છે કે પુરુષોમાં જો સ્પર્મની સંખ્યા ઓછી હોય કે તેની ક્વોલિટી સારી ના હોય તો એવું એમોગા-૩ ફેટી એસિડની ઉણપના કારણે થાય છે.

૮. વિટામીન ડી

૮. વિટામીન ડી

શોધ દરમ્યાન જ્યારે લાઈવ સ્પર્મમાં વિટામીન ડી મેળવવામાં આવ્યું, તો તેનાથી સ્પર્મમાં ગતિશીલતા આવી ગઈ. સાથે જ એક્રોસોમ રિએક્શન પણ જોવા મળ્યું. કુલ મેળવીને પુરુષોની ફર્ટિલિટી વધારવામાં વિટામીન ડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Story first published: Saturday, February 4, 2017, 12:30 [IST]
X
Desktop Bottom Promotion