‘હિમાલયા વિયાગ્રા’ કહેવાતા આ કીડાની લાખોમાં છે કિંમત

હિમાલયની પહાડીઓમાં જોવા મળતો એક એવો કીડો કે જેને ખાઈને લોકો પોતાની શીરીરિક ક્ષમતા પૂર્ણ કરે છે. સેક્સ ડ્રાઇવને વધારતા આ કીડાનું નામ છે યાર્સાગુમ્બા.

By Lekhaka

આયુ્વેદમાં યાર્સાગુમ્બાને જડી-બૂટીની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે કે જે હિમાલયની ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં મળે છે. હકીકતમાં આ જડી-બૂટી એક મૃત પહાડી કીડા તરીકે હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સેક્સ પાવર વધારવાનાં અચૂક નુસ્ખાઓ હોય છે. તેથી તેને હિમાલયા વિયાગ્રા પણ કહેવામાં આવે છે.

આવો જાણીએ યાર્સાગુમ્બા વિશે કે જેને ખાઈને લોકો પોતાની યૌન શક્તિમાં વધારો કરે છે. આપ માનસો નહીં,, પણ આ કીડાની કિંમત હજારોમાં નહીં, પણ લાખોમાં આંકવામાં આવે છે.

સૌથી મોંઘી કિંમતે મળતા આ કીડાને લોકો લાખો રુપિયામાં ખરીદીને લઈ જાય છે અને પોતાનું યૌવન જાળવી રાખે છે.

હિમાલયી વિસ્તારોમાં મળે છે :

હિમાલયી વિસ્તારોમાં મળે છે :

કીડાની આ ભારે કિંમતને જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે તેની ડિમાંડ કેટલી હશે ? ભારત, તિબેટ અને નેપાળમાં વેચાતા આ કીડાનાં ગુણોને જોઈ તેને આયુર્વેદિક જડી-બૂટીઓની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે કે જેને હિમાલયી વિયાગ્રા નામે પણ ઓળખવામાં આવે છે.

શ્વાસ અને કિડનીની સમસ્યામાંથી છુટકારો :

શ્વાસ અને કિડનીની સમસ્યામાંથી છુટકારો :

આયુર્વેદમાં તેને ખૂબ જ સારો ઉપચાર ગણાવાયો છે કે જેનું સેવન કરવાથી ફાયદા કરતા નુકસાન નહિંવત છે. તેનાં કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતા, પરંતુ હૃદયનાં દર્દીઓએ માટે તે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે, કારમ કેઆ જડી-બૂટીનો ઉપયોગ માત્ર સેક્સ પાવર વધારવાની સાથે-સાથે શ્વાસ અને કિડનીની બીમારીને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

મૃત્યુ બાદ બનાવવામાં આવે છે સેક્સ પાવડર

મૃત્યુ બાદ બનાવવામાં આવે છે સેક્સ પાવડર

હિમાલયનાં જંગલી પહાડોમાં મળતા આ કીડાનો રંગ ભૂરખો અને લંબાઈ લગભગ 2 ઇંચ હોય છે. તેનું જીવનકાળ માત્ર 6 માસનું હોય છે. આ કીડાઓ ઠંડીનાં દિવસોમાં પહાડો પર ઉગતા કેટલાક ખાસ પ્રકારનાં રોપાઓ પર જ પેદા થાય છે અને ગરમીનાં સમયમાં પોતાનું જીવનકાળ પૂર્ણ કર્યા બાદ મરી જાય છે. તેમના મૃત્યુ બાદ આ કીડાઓ પહાડીઓમાં આવેલી તે જ ઘાસ અને રોપાઓ વચ્ચે વિખેરાયેલા પડ્યા રહે છે. તેમને એકત્ર કરીને સુકવવવામાં આવે છે. પછી તેનું પાવડર બનાવી તેનું સેવન કરી લોકો પોતાનું સેક્સ પાવર વધારવા માટે તેનો ઉપયોગ કરે છે.

નેપાળમાં લગાવી દેવાયો પ્રતિબંધ

નેપાળમાં લગાવી દેવાયો પ્રતિબંધ

યાર્સાગુમ્બા એક કીડો છે કે જે મુખ્યત્વે નેપાળમાં મળે છે. યાર્સાગુમ્પાનાં આ જ મૃત કીડાઓનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. કારણ કે ભારતમાં આ જડીબૂટી પ્રતિબંધિત શ્રેણીમાં છે, તેથી તેને ચોરી-છુપાઈને એકત્ર કરવામાં આવે છે. નેપાળમાં પણ 2001 સુધી આના પર પ્રતિબંધ હતો. તે પછી નેપાળ સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો.

60 લાખથી લઈ એક કરોડ રુપિયા સુધી

60 લાખથી લઈ એક કરોડ રુપિયા સુધી

યાર્સાગુમ્બા પર પ્રતિબંધ છે, પરંતુ માર્કેટમાં તેની ડિમાંડને જોતા તેની કિંમત 60 લાખ રુપિયાથી લઈ એક કરોડ રુપિયા સુધી પ્રતિકિલોગ્રામ છે. સ્થાનિક લોકો શિયાળામાં ઘરો છોડી પહાડી ક્ષેત્રોમાં તંબૂ-પંડાલ લગાવી આ કીડાઓની શોધમાં લાગેલા રહે છે.

નફાનાં ચક્કરમાં મોટી દાણચોરી

નફાનાં ચક્કરમાં મોટી દાણચોરી


આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લાખો રુપિયા પ્રતિકિલો છે. મોંઘી હોવાનાં કારણે તેની દાણચોરીની શક્યતાઓ વધુ હો છે. કેટલાક લોકો વધુ નફાનાં લાલચમાં તેને દાણચોરોને પણ વેચી દે છે, કારણ કે સેક્સ પાવર વધારવાનાં ગુણનાં કારણે તેની વિદેશો અને ખાસ તો ચીનમાં ખૂબ ડિમાંડ રહે છે.

X
Desktop Bottom Promotion