Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો, આપનાં નિતંબોનાં આકાર આપની પર્સનાલિટી વિશે કયા રહસ્ય ખોલે છે ?
નખથી લઈ શિખનો આકાર આપની પર્સનાલિટી સાથે જોડાયેલી અનેક બાબતો વિશે જણાવે છે. આપ કોઈનાં નાક, આંખો અને આંગળીઓ જોઈ તે શખ્સની સખ્શિયત વિશે સરળતાથી જાણી શકો છો.
પરંતુ શું આપે ક્યારેય બટ એટલે કે નિતંબોનાં આકારો પર ગોર કર્યો છે ?
હા જી, સાંભળીને હસવું આવતું હશે ને, પરંતુ નિતંબોનો આકાર પણ આપની પર્સનાલિટી વિશે ઘણુ બધુ બતાવે છે.
આ એવા લક્ષણ છે કે જે કોઈ વ્યક્તિનાં શારીરિક અને ચહેરાની વિશેષતાઓને જોઈ આપણને સમજવામાં સહાય કરે છે.
આવો આ અંગે વધુ માહિતી મેળવવા વાંચીએ અહીં :

ચોરસ આકારનાં નિતંબ
કહેવાય છે કે જે લોકોનાં નિતંબ ચોરસ આકારનાં હોય છે, તે લોકો ખૂબ આળસી પ્રવૃત્તિનાં હોય છે. આ ઉપરાંત આ એ પણ દર્શાવે છે કે આવા લોકોને પોતાનાં નિતંબોનો આકાર બદલવા માટે કઠોર એક્સરસાઇઝ કરવાની જરૂર હોય છે. આવી જ પ્રવૃત્તિનાં આ માણસો પણ હોય છે. આ લોકોને બદલવા માટે ખૂબ મહેનતની જરૂર હોય છે.

ગોળાકાર નિતંબ
એવું માનવામાં આવે છે કે જે લોકોનાં ગોળાકાર નિતંબ હોય છે, એવા લોકો ખૂબ સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ ઉપરાંત આવા લોકો ઘણી હકારાત્મક ઊર્જાથી ભરેલા હોય છે. આ ઉપરાંત તેઓ પોતાની આજુબાજુનાં વાતાવરણને વધુ ગંભીર નથી થવા દેતાં. આવા લોકોની હાજરીથી માહોલમાં ચાર ચાંદ લાગી જાય છે.

હૃદયનો આકાર ધરાવતા નિતંબ
મોટાભાગનાં લોકો આ પ્રકારના નિતંબોની ઝંખના રાખે છે, કારણ કે આ આકારને બેસ્ટ નિતંબોનો આકાર ગણવામાં આવ્યો છે. એમ પણ કહેવાય છે કે હાર્ટ શેપ બટ ધરાવતા લોકો ખૂબ ઇંટેલેક્ચ્યુઅલ હોય છે અને તેઓ પોતાનાં એટીટ્યૂડીને ઓઢીને ચાલે છે. આ લોકો ખૂબ સાહસી પ્રવૃત્તિનાં હોય છે કે જેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં જરા પણ ખચકાટ નથી અનુભવતાં.

V-આકારનાં નિતંબ
આ પ્રકારનાં નિતંબ મોટી વયનાં લોકોમાં જોવા મળે છે. તેનું કારણ એ પણ છે કે ઉંમરની સાથે અનુભવ પણ વધે છે. આ પ્રકારનાં નિતંબ ધરાવતા લોકોને નવી બોતલમાં જૂની દારૂ કહેવામાં આવે છે એટલે કે ખૂબ અનુભવશીલ ગણવામાં આવે છે. તેમને સમાધાનકર્તા તરીકે પણ ગણવામાં આવે છે કે જેમની પાસે દરેક સમસ્યાનું નિવારણ હોય છે. આ ઉપરાંત આ લોકો ખૂબ શાંતિપ્રિય લોકો હોય છે.

A-આકારનાં નિતંબ
આ પ્રકારનાં આકારનાં નિતંબ ધરાવતા લોકો પોતાનાં દૈનિક જીવનને લઈને ખૂબ જ સજાગ રહે છે. તેમનાં માટે પરિવાર જ બધુ હોય છે. જ્યારે કોઈ આ પ્રકારનાં આકારનાં નિતંબો વિશે વિચારે છે, તો ચોક્કસ રીતે તેના મગજમાં એક ગ્લાસનું સ્ટ્રક્ચર ઉપસીને આવી જતું હશે. આવા નિતંબનાં આકાર વાળા પોતાનાં લક્ષ્યને લઈને ખૂબ જ ધ્યાન કેન્દ્રિત હોય છે.