Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આખરે આ આંગળીમાં જ કેમ પહેરવામાં આવે છે લગ્નની વીંટી
આપે કોઇકને કોઇક પરિણીત યુગલનાં ડાબા હાથની ચોથી આંગળીમાં લગ્નની વીંટી જોઈ હશે, પરંતુ શું આપે વિચાર્યું છે કે આ વીંટી તે જ આંગળીમાં કેમ પહેરવામાં આવે છે ?
આપે કોઇકને કોઇક પરિણીત યુગલનાં ડાબા હાથની ચોથી આંગળીમાં લગ્નની વીંટી જોઈ હશે, પરંતુ શું આપે વિચાર્યું છે કે આ વીંટી તે જ આંગળીમાં કેમ પહેરવામાં આવે છે ?

જો આ રિવાજ છે, તો એવો રિવાજ કેમ બનાવવામાં આવ્યો છે ? જોકે આપણે તેના લગ્નનાં ચિહ્ન તરીકે જોઇએ છીએ, પરંતુ આ પરમ્પરા શરૂ કરવા પાછળ એક કારણ પણ છુપાયેલું છે. નીચે આ કારણ પાછળ રહેલી કહાણી વર્ણવામાં આવી છે.
લગ્નનાં દિવસે એક-બીજાની આંગળીમાં વીંટી પહેરાવી આપણે એક-બીજા પ્રત્યે વફાદાર અને પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લઇએ છીએ.
આ પરમ્પરા ઈસા પૂર્વે 3000માં પ્રથમ વખત એક કપલ દ્વારા લગ્ન સમારંભમાં શરૂ કરાઈ હતી અને ત્યારથી આ પરમ્પરા ચાલી આવે છે. પહેલા આ વીંટી વરરાજા પિતાને આપે છે. આ રીતે આ વીંટી 'દુલ્હનની ખરીદી' તરીકે ઇંગિત થાય છે.
માનવામાં આવે છે કે આ કહાણી પ્રાચીન રોમન તથા ગ્રીક જમાનાની છે. તે દોરમાં એવું માનવામાં આવતુ હતું કે ડાબા હાથની ચોથી આંગળીની નસ સીધી હૃદય સાથે જોડાયેલી હોય છે. આ ધારણાનાં કારણે આ નસને "વિના અમોરસ" અથવા પ્રેમની નસ કહેવામાં આવતી હતી.
પશ્િમી દેશોનાં લોકોને આ પરમ્પરામાં બહુ વિશ્વાસ હતો. તેથી તેઓ પોતાનાં ડાબા હાથની ચોથી આંગળીમાં વીંટી પહેરવા લાગ્યાં.
લગ્નની અંગૂઠી પહેરી વ્યક્તિ પોતાની પત્ની અને પરિવારની જવાબદારીઓ પૂર્ણ કરવાની ક્ષમતાને વ્યક્ત કરે છે. સાથે જ તે જીવન ભર પોતાની પત્નીનું રક્ષણ કરવાનો વાયદો કરે છે.
એમ પણ માનવામાં આવે છે કે લગ્નની વીંટી પહેરવી એક-બીજા માટે પ્રેમ જાહેર કરવાની એક રીત છે. આ રીતે એક પરિણીત યુગલ એક-બીજા માટે પોતાનો શાશ્વત પ્રેમ જાહેર કરે છે. આ ખૂબ જ રોમાંટિક છે. છે ને ?
જોકે આવો કોઈ નિયમ નથી કે આપે પોતાનાં લગ્નની વીંટી ડાબા હાથની ચોથી આંગળીમાં જ પહેરવાની છે. મધ્ય અને ઉત્તરી યૂરોપનાં ઘણા-બધા પરિણીત યુગલો પોતાનાં જમણા હાથની ચોથી આંગળીમાં પણ લગ્નની વીંટી પહેરે છે.



Click it and Unblock the Notifications















