રુદ્રાક્ષ ધારણ કરવાનાં આવા થાય છે ફાયદાઓ

કહેવાય છે કે જે સમ્પૂર્ણ નિયમોની કાળજી રાખી શ્રદ્ધાપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરે છે, તેમનાં તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

By Lekhaka

રુદ્રાક્ષ જ એક માત્ર એવો ફળ છે કે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પ્રદાન કરવામાં કાગરત ગણાય છે. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ, રુદ્રાક્ષ મહાત્મ્ય વગેરે ગ્રંથોમાં રુદ્રાક્ષનો અપાર મહિમા જણાવાયો છે. રુદ્રાક્ષ એમ તો કોઈ પણ હોય, તે લાભકારક જ હોય છે, પરંતુ મુખ મુજબ તેનું મહત્વ જુદુ-જુદુ જણાવાયું છે. દરેક રુદ્રાક્ષની ઉપર ધારીઓ બનેલી રહે છે. આ ધારીઓને રુદ્રાક્ષનું મુખ કહેવામાં આવે છે.

આ ધારીઓની સંખ્યા 1થી લઈ 21 સુધી હોઈ શકે છે. આ જ ધારીઓ ગણીને રુદ્રાક્ષનું વર્ગીકરણ 1થી 21 મુખી સુધી કરવામાં આવે છે.

કેટલાક નિયમો પણ છે

કેટલાક નિયમો પણ છે

રુદ્રાક્ષની જે માળાથી આપ જાપ કરો છો, તેને ધારણ નહીં કરવી જોઇએ. રુદ્રાક્ષને કોઇક શુભ મુહૂર્તમાં જ ધારણ કરવું જોઇએ. તેને વીંટીમાં નહીં જડાવવું જોઇએ. કહે છે કે જે સમગ્ર નિયમોની કાળજી રાખી શ્રદ્ધાપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરે છે, તેમનાં તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે જે ઘરોમાં રુદ્રાક્ષની પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. રુદ્રાક્ષ ભગવાન શંકરની પ્રિય વસ્તુ ગણવામાં આવે છે. આવો જાણીએ, કયા ફાયદા માટે કેટલા મુખ વાળા રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઇએ.

ધાર્મિક ફાયદાઓ

ધાર્મિક ફાયદાઓ

ધાર્મિક મા્યતા મુજબ જે ઘરમાં રુદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે, ત્યાં અન્ન, વસ્ત્ર, ધન-ધન્યની ક્યારેય અછત નથી રહેતી. એવા ઘરમાં લક્ષ્મીનો સદૈવ વાસ રહે છે. માનવામાં આવે છે કે રુદ્રાક્ષને હંમેશા દારણ કરનાર અને તેની પૂજા કરનાર અંત કાળે શરીરને ત્યાગ કરીને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

શિવનાં આંસુઓથી બન્યું

શિવનાં આંસુઓથી બન્યું

પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે સતીનાં દેહ ત્યાગ પર શિવજીને બહુ દુઃખ થયું અને તેમનાં આંસુ અનેક સ્થાનો પર પડ્યા કે જેમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયું. તેથી રુદ્રાક્ષ ધારણ કરનારના તમામ કષ્ટો ભગવાન હરી લે છે. રુદ્રાક્ષ આપણી દરેક પ્રકારની સમસ્યાને હરવાની ક્ષમતા ધરાવે છે. કહે છે કે રુદ્રાક્ષ જેટલું નાનું હોય, તે તેટલું જ વધુ પ્રભાવશાળી હોય છે. સફળતા, ધન-સમ્પત્તિ, માન-સન્માન અપાવવામાં સહાયક હોય છે રુદ્રાક્ષ, પરંતુ દરેક કામના માટે અલગ-અલગ રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે છે.

જ્યોતિષીય લાભો

જ્યોતિષીય લાભો

જ્યોતિષીય દૃષ્ટિએ પણ રુદ્રાક્ષ ધારણ કરવાનાં મોટા ફાયદાઓ જણાવાયા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મનુષ્યનાં બીમાર થવાનું મોટુ કારણ ગ્રહોની પ્રતિકૂળતા હોય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોની પ્રતિકૂળતા દૂર થાય છે. ભલે વ્યક્તિ શનિની સાડા સાતીથી પીડિત હોય કે શનિએ ચંદ્રમાને પીડિત કરી આપનાં જીવનમાં કષ્ટ ભરી દીધો હોય. રુદ્રાક્ષ દરેક પરિસ્થિતિમાં આપનાં માટે ફાયદાકારક હોય છે.

કાલસર્પને કરે છે દૂર

કાલસર્પને કરે છે દૂર

કાલસર્પનાં કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય છે. જો આપ કોઇક શુભ દિવસે ગંગા સ્નાન કરવાની કામના ધરાવો છે અને ગંગા કિનારે નથી જઈ શકતા, ત્યારે રુદ્રાક્ષને માથે મૂકી ભગવાન શિવનું ધ્યાન કરો, તો ગંગા સ્નાનનો ફળ પ્રાપ્ત થઈ જાય છે.

X
Desktop Bottom Promotion