કેટલાક એવા વૃક્ષો જે ધરાવે છે અલૌકિક શક્તિઓ

ભારત વ્યાપક રીતે વિભિન્ન ધર્મો અને સંસ્કૃતિઓનું મિશ્રણ માનવામાં આવે છે. ભારતને આધ્યાત્મનો દેશ માનવામાં આવે છે અને વિશ્વભરથી લોકો આધ્યાત્મની શોધમાં આ દેશની યાત્રા કરે છે. આ એક એવો દેશ છે જ્યાં તમને પ્રત્યેક રાજ્યમાં ધર્મ અને આધ્યાત્મિકતાનો સાર મળશે તથા સાથે જ જૂના મંદિરો અને વાસ્તુશિલ્પ પણ મળશે.

કેટલાક વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે, જેમાં અલૌકિક શક્તિઓ હોય છે તથા તેમને ક્યારેક ક્યારેક દૈવીય શક્તિઓ સાથે પણ જોડવામાં આવે છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન વૃક્ષો જેમકે પીપળો, નારિયેળ, ભાંગ અને ચંદનની પૂજા કરવામાં આવે છે, તથા હિન્દુ ધર્મમાં તેને ઘણું જ સન્માન આપવામાં આવે છે. આ પવિત્ર વૃક્ષોને કલ્પ વૃક્ષ કહેવામાં આવે છે. જેની પૂજા કરવા ઉપરાંત તેમાં કેટલાક ઔષધીય ગુણો પણ હોય છે, તો ચાલો આ વૃક્ષો અંગે જાણીએ.

બિલ્વપત્ર

બિલ્વપત્ર

બિલ્વપત્રને બેલનું વૃક્ષ પણ કહેવામાં આવે છે. તેનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે છે, જેને વિનાશન દેવતા પણ કહેવામાં આવે છે. આ વૃક્ષના પત્તા ભગવાન શિવને ચઢાવવામાં આવે છે. આ ત્રિપત્તિઓ ભગવાનના કાર્યો નિર્માણ, સંરક્ષણ અને વિનાશનું પ્રતિક છે.

પીપળાનું ઝાડ

પીપળાનું ઝાડ

ભગવાન શનિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરુવારે અથવા શનિવારે પીપળાના વૃક્ષને પાણી ચઢાવો. આ વૃક્ષને ચાર અને સાતવાર પવિત્ર ધાગો બાંધીને શનિની સાડાસાતીની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. ધાગો બાંધ્યા બાદ પીપળાના વૃક્ષ પાસે દીવો સળગાવવાનું ના ભૂલો.

વાંસનું ઝાડ

વાંસનું ઝાડ

વાંસના ઝાડને ભગવાન કૃષ્ણ સાથે જોડવામાં આવે છે. લોકકથા અનુસાર ભગવાન કૃષ્ણની વાંસળી વાંસન બનેલી હતી. અતઃ વાંસનુ ઝાડ ભગવાન કૃષ્ણ અને તેમની વાંસળીનું પ્રતિક છે.

ચંદનનું ઝાડ

ચંદનનું ઝાડ

ચંદનનું ઝાડ માત્ર પોતાની સુગંધ અને સુંદરતા માટે જ જાણીતું નથી, પરંતુ તેની સાથે કેટલીક દૈવીય શક્તિઓ જોડાયેલી છે. આ વૃક્ષનો સંબંધ દેવી પાર્વતી સાથે છે, કારણ કે એવું માનવામાં આવે છેકે તેમણે ભગવાન ગણેશનું નિર્માણ ચંદનના લેપ અને પોતાના પરસેવાને મેળવીને કર્યું હતું. અત તેને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. ચંદનના લેપનો ઉપયોગ દેવી-દેવતાઓની પૂજા કરવા માટે કરવામાં આવે છે.

ભાંગનું ઝાડ

ભાંગનું ઝાડ

જો તમે ભગવાન શિવ સંબંધી કોઇ સ્થળની યાત્રા કરો છો તે ત્યાં તમને સાધુઓ ભાંગ પીતા જોવા મળી શકે છે. જોકે ભાંગના વૃક્ષને વાસ્તવીક રીતે પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેનાતી સુખ અને સમૃદ્ધિ આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ભાગના પત્તા ચઢાવવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

નારીયેળના ઝાડ

નારીયેળના ઝાડ

ભારતમાં નારીયેળના ઝાડને કાપવું અશુભ માનવામાં આવે છે. નારીયેળના વૃક્ષને કલ્પ વૃક્ષ પણ કહેવામાં આવે છે, થથા તેને એક પવિત્ર વૃક્ષ પણ માનવામાં આવે છે, તથા કોઇપણ પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, આ વૃક્ષને પણ ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે.

Story first published: Sunday, June 22, 2014, 14:29 [IST]
X
Desktop Bottom Promotion