ઘુંટણનાં કાળાપણામાંથી છુટકારો અપાવતા 6 ઘરગથ્થુ ઉપચારો

By Lekhaka

ઘણા બધા લોકો ઘુંટણનાં કાળાપણાથી હેરાન-પરેશાન રહે છે. શરીરનાં દરેક ભાગને ગોરો બનાવવા માટે બજારમાં આપને લોશન તેમજ ક્રીમ તો મળી જશે, પરંતુ ઘુંટણનાં કાળાપણાને દૂર કરવા માટે બજારમાં કંઈ જ નથી મળતું.

પરંતુ કાળા ઘુંટણ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે અને તેના કારણે હાફ પેંટ કે સ્કર્ટ પહેરાવમાં થોડુંક વિચિત્ર લાગે છે. વિચારીજુઓ કે જો આપને કોઇક એવી ફૉર્મ્યુલા મળી જાય કે જેનાથી આપનાં ઘુંટણનો રંગ સાફ થઈ જાય, તો કેવું રહેશે ?

આજે અમે આપને છ એવા ઘરગથ્થુ પદાર્થો જણાવીશું કે જેમની મદદથી આપનાં ઘુંટણનું કાળાપણું દૂર થશે અને તે સ્વચ્છ બની જશે. જો આપની કોણીઓ પણ કાળી છે, તો તેને ત્યાં પણ લગાવી શકાય છે. તો વાર શેની ? આવો જાણીએ આ પદાર્થો બનાવવાની વિધિ :

લિંબુ

લિંબુ

લિંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે કે જે ત્વચાને હળવી અને સ્વચ્છ બનાવી દે છે. એક વાટકીમાં લિંબુનો રસ નિચોવી લો. પછી આ રસને રૂ વડે પ્રભાવિત ત્વચા પર લગાવો. તેને 15 થી 20 મિનિટ માટે છોડી દો અને પછી ધોઈ નાંખો.

કાકડી અને આંબલી

કાકડી અને આંબલી

એક ચમચી કાકડીનો રસ અને અડધી ચમચી આંબલીની પેસ્ટ મેળવો. પછી તેને ઘુંટણ પર લગાવો તથા 15 મિનિટ બાદ ધોઈ લો.

વિનેગર અને દહીં

વિનેગર અને દહીં

દહીંમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે બિલ્કુલ બ્લીચ જેવું કામ કરે છે. એક વાટકીમાં દહીં અને વિનેગરનું સરખું પ્રમાણ મેળવો. પછી તેનાથી ઘુંટણની મસાજ કરો. 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ વિધિ દરરોજ કરો.

નારિયેળ તેલ

નારિયેળ તેલ

દરરોચ રાત્રે સૂતા પહેલા પોતાનાં ઘુંટણની નારિયેળ તેલ વડે માલિશ કરો. તેનાથી આપને ખૂબ ફરક દેખાશે. નારિયેળ તેલમાં લૉરિક એસિડ તેમજ પ્રોટીન હોય છે કે જે શુષ્ક ત્વચાને સાજી કરે છે.

દૂધ અને મધ

દૂધ અને મધ

એક વાટકીમાં દૂધ અને મધ મેળવો અને તેનાથી ઘુંટણની માલિશ કરો. તેને 10 મિનિટ માટે છોડી દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

સરસિયું તેલ અને મીઠું

સરસિયું તેલ અને મીઠું

તેમાં ઓમેગા 3 ફૅટી એસિડ, વિટામિન ઈ તથા એન્ટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચાને ઉષ્મા આપે છે તથા ત્વચાને સ્વચ્છ બનાવે છે.

Story first published: Friday, December 9, 2016, 12:00 [IST]
X
Desktop Bottom Promotion