Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ઝિકા વાઇરસ હોય છે જીવલેણ, જાણો તેનાં લક્ષણો, કારણો અને નિવારણો
ઝિકા વાઇરસ એક એવું ખતરનાક વાઇરસ છે કે જે આપની જાન લઈ શકે છે. હાલ બદલાતી મોસમમાં ઝિકા વાયરસે ફરી એક વાર દસ્તક આપી દિધી છે.
જોકે તેની અસર વરસાદની મોસમમાં વધુ જોવા મળે છે, પરંતુ હાલનાં સમયમાં પણ વરસાદ ન હોવાનાં કારણે તેના દર્દીઓ સામે આવી રહ્યા છે અને ઘણા લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે.
આપનાં પરિવારની સલામતી માટે તેનાથી બચાવ અને તેની જાણકારી રાખવી અત્યંત જરૂરી છે. તો આવો જાણીએ શું હોય છે ઝિકા વાઇરસ અને શું છે તેનાથી બચવાની રીત...

શું છે ઝિકા વાઇરસ ?
ઝિકા વાઇરસ એડીસ મચ્છરો કરડતા અને તેના જ લાર્વાથી ફેલાય છે. તેમનાથી સંબંધિત અન્ય મચ્છરો ચિકનગુનિયા અને ડેંગ્યુ પણ ફેલાવે છે.
ઝિકા વાઇરસ હાલમાં 23 દેશોમાં ફેલાઈ ચુક્યુ છે, જ્યારે સૌપ્રથમ આ વાયરસ આફ્રિકા તેમજ દક્ષિણ એસિયાનાં કેટલાક દેશોમાં જોવા મળ્યુ હતું.

ઝિકા વાઇરસનાં લક્ષણો
ઝિકા વાઇરસથી ગ્રસ્ત લોકોને તાવ, માથાનો દુઃખાવો, ઉલ્ટી થવી, આંખો પાછળ દુઃખાવો થવો, મસલ્સ પેઇન, જૉઇંટચ પેઇન અને સ્કિન રૅશેઝ જેવા લક્ષણો દેખાય છે.
આવા લક્ષણો દેખાતા જ તરત કોઇક સારા તબીબની સલાહ લો અને ઇલાજ કરાવો.

આવી રીતે કરો ઝિકા વાઇરસથી બચાવ - પાણીનો ભરાવો ન થવા દો
ઘરોને સાફ રાખો, મચ્છરોને ઉછરવા ન દો. ઘરોમાં પાણી ભરેલા વાસણો અને કૂલર હંમેશા સાફ રાખો.

સગર્ભા મહિલાઓ રહે સાવધાન
સગર્ભા મહિલાઓ માટે આ અત્યંત જ ખતરનાક છે. તેથી જે મહિલાઓ સગર્ભા છે, તેઓ તેવા સ્થળો પર ન જાય કે જ્યાં ઝિકા વાઇરસ ફેલાયું હોય.

મચ્છરદાણીનો પ્રયોગ કરો
મચ્છરોથી બચાવ માટે રાત્રે સૂતી વખતે હંમેશા મચ્છરદાણીનો પ્રયોગ કરો, કારણ કે સૂતી વખતે આપણને ખબર નથી પડતી કે મચ્છરો આપણને કરડી રહ્યા છે.

ઘરની બારીઓ રાખો બંધ
ઘરની બારીઓ અને દરવાજાઓ જેટલા શક્ય હોય, તેટલા બંધ રાખો કે જેથી મચ્છરો અંદર ન આવી શકે.

આવા દર્દીઓ ન જાય બહાર
જો આપને ડાયાબિટીસ કે અન્ય પણ ગંભીર બીમારીઓ છે, તો યાત્રા કરતા પહેલા તબીબની સલાહ જરૂર લઈ લો.

તાવ હોય, તો ન કરો બેદરકારી
ક્યાંયથી પણ યાત્રા કરીને આવીએ, ત્યારે આપને હળવો તાવ પણ આવી જાય છે, ત્યારે બેદરકારી ન કરો. આ ઝિકા વાઇરસની અસર હોઈ શકે છે.



Click it and Unblock the Notifications











