શું આપ પૉર્ક ખાઓ છો ? તો કોઈ પણ કિંમતે આ આર્ટિકલ વાંચો

ઘણા બધા લોકો પૉર્ક એટલે કે ભૂંડનું માંસ ખાવાનું પસંદ કરે છે. તેમાં કોઈ શંકા નથી કે મીટ ખાવાથી આપને ઘણા ફાયદાઓ થાય છે. મીટમાં પ્રોટીન હોય છે કે જે મસલ્સ બનાવવા માટે જરૂરી છે.

By Lekhaka

ઘણા બધા લોકો પૉર્ક એટલે કે ભૂંડનું માંસ ખાવાનું પસંદ કરે છે. તેમાં કોઈ શંકા નથી કે મીટ ખાવાથી આપને ઘણા ફાયદાઓ થાય છે. મીટમાં પ્રોટીન હોય છે કે જે મસલ્સ બનાવવા માટે જરૂરી છે. આ ઉપરાંત તેમાં એવા મિનરલ્સ પણ હોય છે કે જે માનવ શરીર માટે જરૂરી છે.

પરંતુ મીટનાં કેટલાક નુકસાન પણ છે. રેડ મીટને કૉલેસ્ટ્રોલ વધવા, હાઇપરટેંશન અને હૃદય રોગો સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ફૅટનું ્રમાણ પણ વધુ હોય છે કે જેનાથી મેદસ્વિતા વધવાનો ખતરો હોય છે.

તાજેતરમાં થયેલ એક અભ્યાસ મુજબ નિયમિત રીતે પૉર્કનું સેવન આપનાં આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જાણીએ કેમ ?

is pork healthy

1) હિપેટાઇટિસ ઈનો ખતરો

વાયરલના કારણે થતા હિપેટાઇટિસ એ અને બી રોગ વિશે તો આપે ચોક્કસ સાંભળ્યું હશે. હિપેટાઇટિસ ઈ પણ એવો જ રોગ છે. તેમાં હૃદયનો સોજો, માંસપેશીઓમાં બીમારીઓ, રક્ત વિકાર અને સાંધાનાં દુઃખાવા જેવા લક્ષણો પેદા થઈ શકે છે.

આ રોગ ખાસ તો સગર્ભા મહિલાઓ માટે હાનિકારક છે અભ્યાસોથી જાણવા મળ્યું છે કે પૉર્કમાં હિપેટાઇટિસ ઈ વાયરસનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેથી આનાથી બચવું જોઇએ.

2) મલ્ટીપલ સ્કેલેરોસિસનો ખતરો

શોધકર્તાએ આ ભયંકર બીમારીને પોર્ક સાથે સંકળાયેલી જોઈ છે. મલ્ટીપલ સ્કેલેરોસિસ એક ગંભીર ઑટોઇમ્યુન ડિસીઝ છે કે જે તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે. તેનાં લક્ષણોમાં દૃષ્ટિ હાનિ, માંસપેશીઓમાં કઠોરતા, સંવેદનાઓનું નુકસાન, ધુંધળુપણું વગેરેનો સમાવેશ થાય છે.

તેમાં પથોગેંસ હો છે કે જે નર્વસ સિસ્ટમને અસર કરે છે કે જેનાથી મલ્ટીપલ સ્કેલેરોસિસનો ખતરો હોય છે. એટલુ જ નહીં, પોર્કમાં અઘુલનશીલ વસા હોય છે કે જેનાથી લીવર કૅંસરનો ખતરો હોય છે.

Story first published: Wednesday, July 5, 2017, 11:45 [IST]
X
Desktop Bottom Promotion