શું તમે જાણો છો ચોખાના આધણના આ ૮ ફાયદાઓ વિશે

By Karnal Hetalbahen

તમે બધાએ આધણ વિશે સાંભળ્યું જ હશે. જી હાં, જ્યારથી પાકકલાની શરૂઆત થઈ, ચોખાને બનાવવાની ઘણી રીતોનો ઉપયોગ કરાય છે. ઘણી વાર ચોખાને ઉકાળ્યા દરમિયાન તેમાં ઉકળતા પાણીને ગ્લાસ કે કપમાં નીકાળી લેવામાં આવે છે અને તેને બિમાર કે નાના બાળકોને પીવડાવવામાં આવે છે તેથી તેમને પ્રવાહીરૂપમાં પોષક તત્વ, કાર્બોહાઈડ્રેટ અને જરૂરી એમીનો એસિડ મળે.

તેને પીવાથી ઘણા શારિરીક લાભ મળે છે. ચોખાના આધણમાં કે રાઈસ વોટરમાં કેટલીક માત્રામાં ઉર્જા અને પોષક તત્વ હોય છે. અમૂમન, રાઈસ વોટરને ચોખા ઉકળ્યા પછી નિતારીને કાઢવામાં આવે છે અને તેમાં જીરું, મીંઠુ અને હીંગનો તડકો લગાવવામાં આવે છે. તેનાથી કેટલાય સ્વાસ્થ્ય લાભ થાય છે જે કે નીચે મુજબ છે:

૧. ડિહાઈડ્રેશન રોકે -

૧. ડિહાઈડ્રેશન રોકે -

ડિહાઈડ્રેશન રોકવાની સૌથી પ્રાકૃતિક રીત ચોખાના આધણનું સેવન હોય છે. આ ઉનાળાની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક હોય છે અને એક ગ્લાસ માત્ર પીવાથી ઘણો આરામ મળે છે.

૨. કબજીયાત દૂર કરે -

૨. કબજીયાત દૂર કરે -

જો કોઇ વ્યક્તિને દરેક દિવસે કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તેને ચોખાના આધણનું નિયમિત સેવન કરવું જોઈએ. તેનાથી તેને કબજીયાતની સમસ્યા નહીં થાય અને તેને આરામ મળશે.

૩. ડાયરિયાનો ઉપાય -

૩. ડાયરિયાનો ઉપાય -

ચોખાનું આધણ કે રાઈસ વોટર, ડાયરિયાના ઉપાય માટે સૌથી સારું હોય છે. તેને પીવાથી ડિહાઈડ્રેશન અને ઝાડાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

૪. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત -

૪. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત -

રાઈસ વોટરમાં ભરપૂર માત્રામાં ઉર્જા એટલે કે એનર્જી હોય છે. તેનાથી વ્યક્તિનું શરીર ચપળ બની રહે છે.

૫. કેન્સરને રોકે છે -

૫. કેન્સરને રોકે છે -

ચોખાના આધણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન એ હોય છે જે કેન્સર જેવી ઘાતક બિમારીઓથી લડવામાં મદદ કરે છે.

૬. અલ્જાઈમર થવાથી રોકે -

૬. અલ્જાઈમર થવાથી રોકે -

અલ્જાઈમર, ઘડપણમાં ભૂલવાની ગંભીર બિમારીને કહેવામાં આવે છે. જો નિયમીત રીતે આધણનું સેવન કરવામાં આવે તો તેને થવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે.

૭. વાયરલ સંક્રમણનો ઉપચાર કરે -

૭. વાયરલ સંક્રમણનો ઉપચાર કરે -

રાઈસ વોટરને પીવાથી શરીરમાં થનાર વાયરલ ઈન્ફેકશન ઓછા થઈ જાય છે અને શરીરને જરૂરી પોષક તત્વ પણ મળે છે. તેનાથી વ્યક્તિને સારું થવામાં ઓછો સમય લાગે છે.

૮. સૂર્યથી સુરક્ષા -

૮. સૂર્યથી સુરક્ષા -

એક ગ્લાસ રાઈસ વોટરનું સેવન ઉનાળાની ઋતુમાં ઘરેથી કરીને નીકળો. તેનાથી સૂર્યના તાપનો પ્રભાવ શરીરમાં ઓછો પડશે અને પારજાંબલી કિરણોની અસર પણ ઓછી રહેશે.

Story first published: Wednesday, February 8, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion