ભારતીય મહિલાઓનાં સૌંદર્યનાં 10 રહસ્યો

By Lekhaka

આ વાતનો કદાચ જ કોઈ ઇનકાર કરે કે ભારતીય મહિલાઓ સૌથી વધુ સુંદર હોય છે. આપ દુનિયાનાં કોઈ પણ ભાગમાં રહેતા હોવ, દરેક જગ્યાએ મહિલાઓ સુંદર અને સ્વસ્થ દેખાવા માંગે છે.

આપ જરા ભારતીય મહિલાઓનાં સૌંદર્ય વિશે વિચારો. આપનાં મગજમાં એક વિનમ્ર તેમજ સંસ્કારી મહિલાની તસવીર ઉપસી આવશે કે જેનાં લાંબા વાળ અને નરમ કોમળ ત્વચા છે. શું આપ જાણવા નહીં માંગશો કે કઈ રીતે ભારતીય મહિલાઓએ પોતાની આ છબિ સદીઓથી જાળવી રાખી છે ? આવો અમે આપને બતાવીએ.

1. આંબળાનું તેલ

1. આંબળાનું તેલ

આંબળાને ગૂસબેરી નામે પણ ઓળખવામાં આવે છે. આ ફળનું તેલ વિટામિન સીનું સૌથી મોટું સ્રોત છે. તે વાળને મજબૂત, ઘટાદાર અને સુંદર બનાવે છે. સાથે જ તે વાળ અને માથાની ખાલથી સંબંધિત ઘણી સમસ્યાઓનું નિદાન પણ કરે છે. સારા પરિણામ માટે આપ આ તેલ દરરોજ લગાવી શકો છો.

2. બેસન

2. બેસન

બેસનમાં એક્સફોલિએટિંગ ગુણ હોય છે કે જેનાથી તે ભારતની ટૉપ એક્ટ્રેસનું મનપસંદ બ્યુટી કૅર છે. સાથે જ તેનાં સ્ક્રબનો ઉપયોગ વાળમાંથી વધારાનું તેલ કાઢવા માટે પણ કરવામાં આવે છે. બીજી બાજુ દૂધ અને ક્રીમ મેળવી સાબુ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. દૂધ અને ક્રીમ સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તથા તેને નરમ અને કોમળબનાવે છે. આપ બેસનને મધ, દૂધ કે લિંબુ પાણીમાં મેળવી ફેસ પૅક પણ બનાવી શકો છો.

3. હળદર

3. હળદર

હળદર ભારતનો એક જાણીતો મસાલો છે કે જેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવી રહ્યો છે. હળદરમાં એંટીસૅપ્ટિક ગુણ હોય છે કે જેનાથી ત્વચાની બળતરા, ઇન્ફેક્શન તથા ખંજવાળનો ઉપચાર કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય છોકરીઓ હળદરનો ઉપયોગ સ્કિન ટૅન હટાવવા તથા સ્કિન ટોનને બતેર બનાવવામાં કરે છે. આ પિગ્મેંટેશન તેમજ ચહેરાનાં વાળની વૃદ્ધિ પણ ઓછી કરે છે.

4. કેસર

4. કેસર

કેસરનું ઉત્પાદન કાશ્મીર ખીણમાં થાય છે. એમ તો તે ખૂબ મોંઘી હોય છે અને તેનો ઉપયોગ ડ્રાય સ્કિન તેમજ અન્ય સ્કિન પ્રૉબ્લેમ સૉલ્વ કરવામાં કરવામાં આવે છે. સાથે જ તે સ્કિન ટોનમાં ચમક લાવવા સાથે રંગ પણ નિખારે છે.

5. ગુલાબ જળ

5. ગુલાબ જળ

ગુલાબ જળ તાજા ગુલાબનાં પાંદડાથી તૈયાર કરવામાં આવે છે. ગુલાબ જળ સ્કિન રિલૅક્સંટ તથા ટોનરનું કામ કરે છે. સાથે જ તે ડાર્ક સર્કલ પણ હાવે છે. તેનો ઉપયોગ ભારતીય મહિલાઓ દ્વારા ઘણા ફેસ પૅકમાં ચહેરામાંથી ઑયલ તથા ડર્ટ હટાવવામાં કરવામાં આવે છે.

6. ચંદન

6. ચંદન

ભારતીય પરંપરામાં ચંદનનું ધાર્મિક મહત્વ છે. સદીઓથી તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન તથા ઔષધિ તરીકે કરવામાં આવી રહ્યો છે. ચંદન પેસ્ટ તથા તેલનો ઉપયોગ સ્કિન કૅર માટે ભારતીય મહિલાઓ તેમજ પુરુષો બંને જ કરે છે. તે ફુંસી, સ્પૉટ, પિંપલ તથા બ્લૅકહૅડ્સ પર ખૂબ અસરકારક હોય છે.

7. અરીઠો

7. અરીઠો

આયુર્વેદમાં તેને વાળનું ફળ પણ કહેવામાં આવે છે. વાળના નબળા મૂળ તથા ડૅંડ્રફનાં ઉપચારમાં તે ખૂબ કારગત હોય છે.

8. દહીં

8. દહીં

સુંદર દેખાવામાં દહીં પણ ઘણું અસરકારક હોય છે અને ભારતીય મહિલાઓ દ્વારા તેનો ઉપયોગ ઘણા ફેસ પૅકમાં કરવામાં આવે છે. સાથે જ દરરોજનાં ભોજનમાં દહીં ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને પેટની સમસ્યા નથી થતી.

9. લિપ કૅર

9. લિપ કૅર

ભારતીય મહિલાઓનાં હોઠ ખૂબ જ દિલકશ હોય છે. તેમને કોઇક ખાસ પ્રસંગે લિપસ્ટિક લગાવવી ખૂબ ગમે છે.

10. બિંદી

10. બિંદી

બિંદી વગર કોઈ પણ ભારતીય શ્રૃંગાર પૂર્ણ નથી થતું. આ એક ચમકદાર લાલ રંગનું ડૉટ હોય છે કે જેને ફોરહેડ વચ્ચે લગાવવામાં આવે છે. આ ઘણા પ્રકારનાં રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.

Story first published: Friday, February 3, 2017, 11:30 [IST]
X
Desktop Bottom Promotion