Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પગની દુર્ગંધમાંથી છુટકારો પામવા અજમાવો DIY ઘરગથ્થુ નુસ્ખાઓ
આપનાં પગ હંમેશા સાફ રહેવા જોઇએ, તેનાં પર કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ. પગની સફાઈ અને તેને દુર્ગંધ રહિત બનાવવા માટે આજે અમે આપને કેટલાક DIY ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવવવા જઈ રહ્યાં છીએ.
ઘણા લોકોનાં પગમાંથી દુર્ગંધ આવે છે. એમ તો આ સામાન્ય સમસ્યા છે, પરંતુ સામાન્ય રીતે તે આપને ક્ષોભમાં નાંખી શકે છે. જો આપનાં પગમાંથી પણ દુર્ગંધ આવતી હોય, તો આપ તેનાંથી છુટકારો પામવા માટે કેટલાક ઘરગથ્થુ નુસ્ખાઓની મદદ લઈ શકો છો.
આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે કઈ રીતે ઘરગથ્થુ નુસ્ખાઓની મદદથી આપ પોતાનાં પગમાંથી આવતી દુર્ગંધથી કાયમ માટે છુટકારો પામી શકો છો.
ધૂળ-માટીમાં ફરવા, જૂતા પહેરાવ, પાતળા મોજા પહેરવા કે લાંબા સમય સુધી પગ ઢંકાઈ રહેવાનાં કારણ પગમાં બૅક્ટીરિયા માટે ફર્ટાઇલ બ્રીડિંગ પેદા થાય છે. પગમાં પરસેવાની અનેક ગ્રંથિઓ હોય છે અને કેટલાક લોકોને સામાન્ય લોકોની સરખામણમીમાં કંઇક વધુ જ પરસેવો થાય છે. તેનાં કારણે તેમનાં પગમાં બૅક્ટીરિયા પણ વધુ ઉપસે છે.

પગની દુર્ગંધથી બચવા માટે આપે આગળથી ખુલ્લા ફુટવૅર, કૉટન કે નાયલૉનનાં મોજા પહેરવા જોઇએ. આપે દરરોજ પોતાનાં જૂતા અને મોજા સાફ કરવા જોઇએ.
હંમેશા આપનાં પગ સાફ રહેવા જોઇએ. તેના પર કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ. પગની સફાઈ અને તેને દુર્ગંધ રહિત બનાવવા માટે આજે અમે આપને કેટલાક DIY ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

1. એપલ સિડર વિનેગર અને મધ :
એપલ સિડર વિનેગરમાં એંટી-બૅક્ટીરિયલ યૌગિકો હાજર હોય છે. સાથે જ તે ત્વચામાંથી મૃત કોશિકાઓને પણ બહાર કાઢે છે. તે પગને ભેજ પ્રદાન કરી તેમાં બૅક્ટીરિયા ઉપસવાથી બચાવે છે. એક વાસણમાં થોડુંક પાણી લો અને તેમાં એક કપ એપલ સિડર વિનેગર અને બે ચમચી મધ મેળવો. હવે આ પાણીમાં પોતાનાં પગ નાંખો. 45 મિીનિટ સુધી આ પાણીમાં પોતાનાં પગ રાખો. આ નુસ્ખો રોજ અપનાવશો, તો ધીમે-ધીમે આપનાં પગમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ખતમ થઈ જશે.

2. અપ્સૉન મીઠું
મૅગ્નેશિયમ સલ્ફેટને જ એપ્સૉન મીઠું કહેવામાં આવે છે. તે આપને કોઈ પણ ફાર્મસી પર સરળતાથી મળી જશે. તેમાં તાણને ઓછું કરવાનાં અને તબીબી ગુણો મોજૂદ હોય છે. પગની દુર્ગંધને દૂર કરવા માટે આ એક અસરકારક DIY નુસ્ખો છે. એક વાસણમાં પગરમ પાણી લો અને તેમાં બે ચમચી એપ્સૉન મીઠું નાંખો. હવે 45 મિનિટ સુધી આ પાણીમાં પોતાનાં પગ પલાડો. તેનાથી આપની તંગદિલી તો ઓછી થતી જ જશે, પણ સાથે-સાથે પગની દુર્ગંધમાંથી પણ છુટકારો મળી જશે.

3. એંટાસિડ ટેબલેટ
એક વાસણમાં પાણી લઈ તેમાં બે એંટાસિડ ટેબલેટ નાંખો. તેને પાણીમાં સારી રીતે ભળી જવા દો. હવે 45 મિનિટ સુધી પાણીમાં પોતાનાં પગ પલાડી રાખો. એંટાસિડમાં સિટ્રિક એસિડ, બૅકિંગ સોડા અને અન્ય અનેક પ્રકારનાં મીઠાં હોય છે કે જે પગ માટે ફાયદાકારક હોય છે. તેનો દરરોજ પ્રયોગ કરવાથી પગની દુર્ગંધ સમ્પૂર્ણપણે ખતમ થઈ જાય છે.

4. સેજ અને રોઝમૅરી
એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં બે ચમચી સુકું સેજ (એક ખાસ પ્રકારનાં રોપાનાં પાંદડા) અને બે ચમચી સૂકી રોઝમૅરી નાંખો. પાણીમાં સેજ અને રોઝમૅરીને ત્યાં સુધી ભેળવો કે જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવવા લાગે. પાણી થોડુંક ઠંડું થતા પગને તેમાં પલાડો. પાણી ન વધારે ઠંડુ હોય કે ન વધારે ગરમ હોવું જોઇએ. આ ઉપાયથી આપને જરૂરથી ફાયદો થશે જ.

5. ચા
પગમાંથી દુર્ગંધને દૂર ભગાડવા માટે આપ કોઈ પણ ચાનાં પાંદડાનો ઉપયોગ કરી શકો છો, પણ બ્લૅક ટી સૌથી વધુ ફાયદાકારક રહે છે, કારણ કે તેમાં ટૅનિનનું પ્રમાણ બહુ વધારે હોય છે. ચાનાં પાંદડાંમાં મોજૂદ ટૅનિન અને એંટી-ઑક્સીડંટ્સ બૅક્ટીરિયને ઉછરવાથી રોકે છે અને પગને સુગંધિત બનાવે છે. પગમાંથી દુર્ગંધ દૂર ભગાડવાનો આ સૌથી આસાન અને ચામત્કારિક નુસ્ખો છે.
આ સરળ નુસ્ખાઓ આપ ઘરે જ આસાનીથી કરી પગની દુર્ગંધમાંથી છુટકારો પામી શકો છો.



Click it and Unblock the Notifications











