Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
વાળ ઉતરતા હોય, તો ડુંગળીનો રસ લગાવો
જો આપ જાત-જાતનાં નુસ્ખા અજમાવી થાકી ચુક્યા છો અને છતા પણ વાળ ઉતરતા રોકાતા નથી, તો પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અત્યારે આપના માટે વધુ એક નુસ્ખો અજમાવવાનું રહી ગયુ છે બાકી. ડુંગળી કે જેને માત્ર ખાવાથી જ ફાયદો નથી થતો, પરંતુ વાળમાં લગાવવાથી પણ ખૂબ ફાયદા પહોંચે છે. મોંઘા સ્પામાં ટ્રીટમેંટ લેવા કરતા શ્રેષ્ઠ રહેશે કે આપ એક વખત પોતાનાં વાળમાં ડુંગળી લગાવી જુઓ. ડુંગળીને અનેક પ્રકારની સામગ્રીઓ સાથે મેળવીને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ઉતરવાની સમસ્યાને રોકવા માટે તેને કઈ રીતે અજમાવી શકાય છે.

આમ લગાવો ડુંગળી :
1. ડુંગળીનો રસ : તેને તૈયાર કરવા માટે ડુંગળીને મિક્સરમાં પીસી લો અને રસ કાઢી લો. તેને લગાવવા માટે વાળને ગરમ તાવેલ વડે ઢાંકીને અડધો કલાક માટે રાખો. પછી ડુંગળીનાં રસને માથા અને વાળની જડોમાં સારી રીતે લગાવો.
2. ડુંગળી અને મધ : ડુંગળીનાં રસને પોતાના માથે લગભગ પોણા કલાક માટે લગાવો. તે પછી મધને હાથોમાં લઈ જડોમાં લગાવી લો. તેનાથી ડુંગળીની ગંધ હળવી બની જશે. હવે વાળને કોઇક હળવા શૅમ્પૂથી ધોઈ લો.
3. ડુંગળી અને બીયર હૅર પૅક : ડુંગળીનાં રસને કાઢ્યા બાદ જે તેનો બચેલો ભાગ રહી ગયો હોય, તેમાં નાળિયેર તેલ મેળવી જૅલ બનાવી લો. હવે આ મિશ્રણમાં એક કપ બીયર મેળવી લો અને લગાવી લો. બીયર આપનાં વાળને પ્રાકૃતિક રીતે ચમકદાર બનાવશે. નાળિયેર તેલ આપનાં વાળની જડોને પોષણ આપશે.
4. ડુંગળી અને રમ : તેના માટે આખી રાત આપે એક રમના ગ્લાસમાં ઘસેલી ડુંગળીને નાંખીને રાખવી પડશે. સવારે આ મિશ્રણ ગાળીને પોતાના માથામાં તેની માલિશ કરો. તેનાથી આપના વાળને મજબૂતી મળશે અને વહેલામાં વહેલી તકે વાળ આવવા શરૂ થઈ જશે.



Click it and Unblock the Notifications












