સૂર્ય મુજબ ઘરમાં કરાઓ વાસ્તુ, દૂર થશે તમામ દોષો

વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધી આપણે કયા સમયે કયુ કાર્ય કરવું જોઇએ ?

By Lekhaka

વાસ્તુ શાસ્ત્ર પંચ તત્વો પર આધારિત છે. આ પંચ તત્વો છે અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ. સૂર્ય પણ અગ્નિનું જ સ્વરૂપ ગણાયો છે. માટે સૂર્ય પણ વાસ્તુ શાસ્ત્રને પ્રભાવિત કરે છે. તેથી જરૂરી છે કે સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત થવા સુધીની દિશા અને સમય મુજબ જ આપણે ઇમારતનું બાંધકામ કરીએ તથા પોતાની દિનચર્યાનું નિર્ધારણ કરીએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણે કયા સમયે કયું કામ કરવું જોઇએ ?

આ રાખે દાગીના સંભાળીને :

આ રાખે દાગીના સંભાળીને :

વાસ્તુ શાસ્ત્ર મુજબ મધ્ય રાત્રિથી વહેલી સવારે 3 વાગ્યા સુધી સૂર્ય પૃથ્વીનાં ઉત્તરી ભાગમાં હોય છે. આ સમય અત્યંત ગુપ્ત છે. આ દિશા અને સમય કિંમતી વસ્તુઓ કે દાગીના વગેરેને સંભાળીને ગુપ્ત સ્થળે રાખવા માટે ઉત્તમ છે.

બ્રહ્મ મુહૂર્ત :

બ્રહ્મ મુહૂર્ત :

સૂર્યોદયથી પહેલા રાત્રે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત હોય છે. આ સમયે સૂર્ય પૃથ્વીનાં ઉત્તર-પૂર્વી ભાગમાં હોય છે. આ સમય ચિંતન-મનન અને અધ્યયન માટે શ્રેષ્ઠ હોય છે.

પુરતા પ્રકાશ માટે :

પુરતા પ્રકાશ માટે :

સવારે 6થી 9 વાગ્યા સુધી સૂર્ય પૃથ્વીનાં પૂર્વી ભાગમાં રહે છે. તેથી ઘર એવું બનાવો કે આ સમયે સૂર્યનો પર્યાપ્ત પ્રકાશ ઘરમાં આવી શકે.

રસોઈ બનાવવા માટે ઉત્તમ :

રસોઈ બનાવવા માટે ઉત્તમ :

સવારે 9થી બપોરનાં 12 વાગ્યા સુધી સૂર્ય પૃથ્વીનાં દક્ષિણ-પૂર્વી ભાગમાં હોય છે. આ સમય રસોઈ બનાવવા માટે ઉત્તમ છે. રસોડું અને સ્નાનઘર (બાથરૂમ) ભીનાં હોય છે. આ એવી જગ્યાએ હોવા જોઇએ કે જ્યાં સૂર્યનો પુરતો પ્રકાશ આવી શકે. તો જ આ સ્થાનો સૂકા અને આરોગ્યપ્રદ થઈ શકે છે.

અહીં બનાવો આરામ કક્ષ :

અહીં બનાવો આરામ કક્ષ :

બપોરે 12થી 3 વાગ્યા સુધી વિશ્રાંતિ કાળ (આરામનો સમય) હોય છે. સૂર્ય આ સમયે દક્ષિણમાં હોય છે. માટે આરામ કક્ષ આ જ દિશામાં બનાવવું જોઇએ.

લાયબ્રૅરીનું નિર્માણ આ ખૂણામાં કરાવો :

લાયબ્રૅરીનું નિર્માણ આ ખૂણામાં કરાવો :

બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી અધ્યયન અને કાર્યનો સમય હોય છે તથા સૂર્ય દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હોય છે. માટે આ દિશા અધ્યયન કક્ષ (સ્ટડી રૂમ) કે પુસ્તકાલય (લાયબ્રૅરી) માટે ઉત્તમ છે.

બેઠક માટે યોગ્ય:

બેઠક માટે યોગ્ય:

સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય જમવાનો, બેસવાનો અને વાંચવાનો હોય છે. તેથી ઘરનો પશ્ચિમી ખૂણો ભોજન કે બેઠક કક્ષ માટે ઉત્તમ હોય છે.

શયન કક્ષ હોય અહીં:

શયન કક્ષ હોય અહીં:

રાત્રે 9થી મધ્ય રાત્રિનાં સમયે સૂર્ય ઘરનાં ઉત્તર-પશ્ચિમમમાં હોય છે. આ સ્થાન શયન કક્ષ (બેડ રૂમ) માટે પણ ઉપયોગી છે.

Story first published: Friday, July 7, 2017, 11:45 [IST]
X
Desktop Bottom Promotion