આ દિવાળીએ બની રહ્યા છે ઘણા યોગ, આપનું જાણવું છે જરૂરી

Posted By: Lekhaka
Subscribe to Boldsky

દિવાળી તો દર વર્ષે ઉજવવામાં આવે છે અને દર વર્ષના મુહૂર્તો પણ જુદા-જુદા હોય છે. આ વખતે દિવાળીનો તહેવાર 19મી ઑક્ટોબરે ઉજવવામાં આવશે અને આ વખતે દિવાલીમાં ઘણા પ્રકારનાં યોગો સર્જાઈ રહ્યા છે. ભક્તોએ દિવાળીમાં આ વખતે બહુ ધ્યાન આપવાની જરૂર છે. ઘણી વાર એવું થાય છે કે આપ પૂજા તો કરો છો, પરંતુ આપને ખબર નથી હોતી કે આપ યોગ્ય કરી રહ્યા છો કે અયોગ્ય કરી રહ્યા છો અને તેના પર મુહૂર્તનું જ પૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.

આ વખતે દિવાળીમાં ઘણી બધી વસ્તુઓનું ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આ વખતે ઘણી એવી બાબતો થનાર છે કે જે હજી સુધી નથી થઈ કે જે અનેક સો વર્ષો પહેલા થઈ હતી, તેવી બાબતો ફરીથી આવી રહી છે. આ દિવાળીએ આપને આ બાબતો વિશે જાણ હોવી જોઇે કે આ વખતે થનાર આ યોગો આપના માટે ઘણુ બધુ લઈને આવી રહ્યા છે. આવો જાણીએ શું છે આ વખતની ખાસ વાત...

આ દિવાળીએ બની રહ્યા છે ઘણા યોગ, આપનું જાણવું છે જરૂરી


ગુરુ ચિત્રનો બની રહ્યો છે સંયોગ

આ દિવાળીએ ગુરુ ચિત્રનો યોગ બની રહ્યો છે કે જે આપના માટે બહુ વધારે મહત્વનું છે. જેવું કે આપ જાણો છે કે કારતક માસમાં ગણેશ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. આપને આ જણાવી દઇે કે જે ગુરુ ચિત્રનો યોગ બની રહ્યો છે, તેવો યોગ આ અગાઉ ઘણા વર્ષો પહેલા 1990માં સર્જાયો હતો.

એવી માન્યતા છે કે આ એક એવો યોગ છે કે જે દર વર્ષે નથી આવતો. આવો યોગ બહુ ઓછો જોવા મળે છે. ક્યારેક-ક્યારેક તો 4 કે 5 વર્ષોમાં એક વાર આવે છે કાં તો 10 વર્ષમાં એક વાર આવે છે. આ યોગ બહુ ખાસ માનવામાં આવે છે. આપને બતાવી દઇએ કે આ વર્ષ પછી ગુરુ ચિત્રનો યોગ 4 વર્ષ બાદ 2021માં પડશે. તેથી આ દિવાળી આપનું પૂજન પણ બહુ મહત્વનું રહેશે.

ગુરુ યોગ

આ વખતે માત્ર ગુરુ ચિત્રનો યોગ જ નથી, પણ આ વખતે ગુરુવારનાં દિવસે દિવાળી આવી રહી છે કે જે ગુરુ યોગ પણ બનાવી રહી છે. આ સાથે અમાવસ્યા તિથિએ ચિત્રા નક્ષત્ર પણ છે. 7 ચોઘડિયા, એક અભિજીત મુહૂર્ત અને બે લગ્ન પણ બની રહ્યા છે. આ દિવાળીમાં એટલા બધા યોગ છે કે આપની આ દિવાશી સ્પેશિયલ થવાની છે.

આ દિવાળીએ બની રહ્યા છે ઘણા યોગ, આપનું જાણવું છે જરૂરી


માતા લક્ષ્મીની કૃપા માટે દિવસ છે શુભ

જેવું કે આપ સૌ જાણો છો કે આ દિવસે માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે અને તેમની કૃપા પામવા માટે ભક્તો દરેક પ્રકારનાં પ્રયત્નો કરે છે. શુભ મુહૂર્તમાં પૂજા અને સારા યોગ હોવાનો ફળ આપને મળશે. આ દિવસે માતાને ખુશ કરવા માટે આપના માટે સારી તક છે, કારણ કે આ યોગ આપની પ્રાર્થનાને વધારશે.

ઉપવાસ પણ રાખો

આ દિવસે સારા યોગ બનવાનાં કારણે આપ જો ઉપવાસ રાખો છો, તો આપ પર માતા લક્ષ્મીની કૃપા થશે. આપ દિવસ ભર ઉપવાસ રાખો અને સાંજે ઉપવાસ સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરો અને માતાનું આશીર્વાદ પામો. આ વખતની દિવાળી આપના માટે બહુ ખાસ છે.

English summary
This time the festival of Diwali will be celebrated on October 19 and this time there are several types of yoga in Deepawali. Devotees need to pay a lot of attention this time in Diwali.
Story first published: Monday, October 16, 2017, 19:01 [IST]