મહાકાવ્ય, મહાભારતના કેટલાક છુપાયેલા રહસ્યો

By Super Admin

દરેક જણ હિંદુ ધર્મના મહાકાવ્ય મહાભારતના વિશે જાણે છે. આ એક એવું શાસ્ત્ર છે જેના વિશે સૌથી વધારે ચર્ચા અને વાતો કરવામાં આવે છે અને આ કાવ્યમાં કેટલાય રહસ્યો છે જેના વિશે આજસુધી સાચી ખબર પડી શકી નથી અથવા તો ખૂબ જ ઓછા લોકોને આ વિશે ખબર છે. ઉદારહણ તરીકે લઈએ- દરેકજણ જાણે છે કે પાંચ પાંડવ હતા અને તેમની એક જ મહારાણી હતી જેનું નામ દ્રોપદી હતું, પણ શું તમે જાણો છો કે બધા પાંડવોને એક-એક પત્ની બીજી પણ હતી.

આવી જ રીતે બીજી કેટલીયે વાતોનું મહાભારતમાં વર્ણન છે જેના વિશે ગણ્યા-ગાઠયાં અને જાણકાર લોકોને જ ખબર છે. આ આર્ટિકલમાં મહાભારતના આવા જ કંઈક રહસ્યોના વિશે જણાવવા આવી રહ્યા છે.

epic Mahabharat hidden secrets

મહાકાવ્ય મહાભારતથી કઈક વધારે રહસ્યમયી વાતો:

ભીમ પહેલો એવો પાંડવ હતો જેના લગ્ન સૌથી પહેલા થયા હતા: ભીમના લગ્ન એક રાક્ષસ હિડિમ્બની બહેન હિડિમ્બાના સાથે થયા હતા. હિડિમ્બનું વધ કરી દેવાના કારણે, હિડિમ્બાને તેના રક્ષકના રૂપમાં ભીમ સાથે લગ્ન કરવા જરૂરી હતાં. આ બંનેને એક સંતાન પણ થયું હતું જેનું નામ ઘટોત્કકચ હતું. ઘટોત્કાચનો વધ, મહાભારતના યુદ્ધમાં થઈ ગયું હતું.

દ્રોપદીની ઈચ્છા: દ્રોપદી પૂર્વ જન્મમાં લગ્ન ન થવાના કારણે હેરાન હતી અને તેઓએ ભગવાન શિવની આરાધના કરી હતી. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા હતા અને તેમણે દ્રોપદીને વરદાન માંગવાનું કહ્યું, તો દ્રોપદીએ પાંચ વાર પોતાની માંગણી રજૂ કરી અને ભગવાને તથાસ્તુ કહી દીધું. પછી તે જ પાંચ વરદાન પાંડવોના રૂપમાં પૂરા થઈ ગયા, પરંતુ રાજા દ્રુપદ થોડા હેરાન હતા કે આવું કઈ રીતે થઈ શકે ત્યારે ભગવાન વાલ્મિકીએ આવીને તેમને સમજાવ્યું કે આ દ્રોપદીએ આગલા જન્મમાં માંગેલું વરદાન છે.

પહેલી પંસદ અર્જુન: જ્યારે દ્રોપદીનો સ્વયંવર થવાનો હતો, તો રાજા દ્રુપદ પોતાની પુત્રીના લગ્ન અર્જુન સાથે કરાવવા ઈચ્છતા હતા અને એટલા માટે તેમણે રણનીતિ હેઠળ માછલીની આંખ વિંધવાની સ્પર્ધા રાખી હતી. પછી કર્ણના આવવાથી સ્વયંવરમાં થોડી ખેંચતાણ થઈ ગઈ, પરંતુ પછી અર્જુને જ સ્પર્ધા જીતી લીધી. જોકે, બાકીના રાજાઓએ પછી લડાઈ શરૂ કરી દીધી હતી, પરંતુ ભગવાન કૃષ્ણના હસ્તક્ષેપના કારણે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ. દ્રોપદીના સ્વયંવરમાં ભગવાન અને યમરાજ પણ આવ્યા હતા. આવા કેટલાય બીજા રહસ્યો પણ છે જે મહાકાવ્ય મહાભારતથી જોડાયેલા છે.

Story first published: Monday, November 7, 2016, 12:00 [IST]
X
Desktop Bottom Promotion