જ્યારે સત્યભામાને દ્રૌપદીએ બતાવ્યા હતા ખુશહાલ જીવન માટેનાં સેક્સ સીક્રેટ્સ

By Lekhaka

એક વાર ભગવાન શ્રી કૃષ્ણ યાદવો સાથે અને પોતાની પત્ની સત્યભામા સાથે દેવોતાયાન આશ્રમે પહોંચ્યા, ત્યાં ઋષિ માર્કણ્ડેય પણ મોજૂદ હતાં. સત્યભામાએ જોયું કે દ્રૌપદી કેવી રીતે પોતાનાં પાંચેય પતિઓનો પ્રેમ અને સારી રીતે ધ્યાન રાખી રહી છે. પાંચ પતિઓની પત્ની હોવા છતાં પણ દ્રૌપદી કેવી રીતે પાંચેય પતિઓ સાથે એક સરખુ વ્યવહાર કરી રહ્યા છે. આ બધુ જોઈને સત્યભામાએ દ્રૌપદી પાસે ખુશહાલ દામ્પત્ય જીવન જીવવાનાં રહસ્યો પૂછ્યા હતાં.

પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે, તેનાં માટે મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનાં પત્ની સત્યભામાને ખાસ રીતો જણાવી હતી. દ્રૌપદીએ સત્યભામાને બતાવ્યુ હતું કે કઈ રીતે કોઈ સ્ત્રી પોતાનાં પતિને હંમેશા પ્રસન્ન રાખી શકે છે.

અહીં જાણો દ્રૌપદી મુજબ વિવાહિત સ્ત્રીઓએ કયા-કા કામો ન કરવા જોઇએ...

પતિને ન કરો વશમાં

પતિને ન કરો વશમાં

દ્રૌપદી કહે છે કે પતિને વશમાં કરવાની કોશિશ નહીં કરવી જોઇએ. કેટલી સ્ત્રીઓ પતિને વશમાં કરવા માટે તંત્ર-મંત્ર, ઔષધિ વગેરેનો ઉપયોગ કરે છે કે જે ન કરવો જોઇએ. આવું કરતાં જો પતિને ખબર પડી જાય, તો સંબંધો બગડી શકે છે.

ધરાવે છે તમામ સંબંધોની સમજણ

ધરાવે છે તમામ સંબંધોની સમજણ

જે સમજુ સ્ત્રીઓ હોય છે, તેઓ પોતાનાં પરિવારનાં તમામ સંબંધોની સમ્પૂર્ણ માહિતી ધરાવે છે, કારણ કે એક પણ સંબંધ ભૂલાઈ ગયો, તો તે સંબંધ પારિવારિક સંબંધો બગાડી શકે છે.

દૂર રહેવું જોઇએ ખરાબ ચારિત્ર્ય ધરાવતી મહિલાઓથી

દૂર રહેવું જોઇએ ખરાબ ચારિત્ર્ય ધરાવતી મહિલાઓથી

સુખી વૈવાહિક જીવન માટે સ્ત્રીએ ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રીઓથી દૂર જ રહેવું જોઇએ. ખોટુ આચરણ કરનાર સ્ત્રીઓ સાથે મૈત્રી કે મેળ-મેળાપ થતા આપણા જીવનમાં પરેશાનીઓ વધી જાય છે.

અપમાન ન થાય

અપમાન ન થાય

સ્ત્રીઓએ ક્યારેય પણ એવી કોઈ વાત ન કહેવી જોઇએ કે જેથી કોઈનું અપમાન થતું હોય. દ્રૌપદી કહે છે, ‘હું પાંડવ પરિવારનાં તમામ સભ્યોનું સમ્પૂર્ણ સન્માન કરુ છું.'

આળસ ન કરવી જોઇએ

આળસ ન કરવી જોઇએ

કોઈ પણ કામ માટે આળસ ન કરવી જોઇએ. જે પણ કામ હોય, તેને સમય બગાડ્યા વગર પૂર્ણ કરવું જોઇએ. આવું કરતા પતિ અને પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.

બારી અને દરવાજે ઊભા ન રહેવું જોઇએ

બારી અને દરવાજે ઊભા ન રહેવું જોઇએ

દ્રૌપદી સત્યભામાને કહે છે કે સ્ત્રીએ વારંવાર દરવાજે કે બારીએ ઊભા નહીં રહેવું જોએ. આવું કરનાર સ્ત્રીઓની છબિ સમાજમાં ખરડાય છે.

ક્રોધ પર રહે નિયંત્રણ

ક્રોધ પર રહે નિયંત્રણ

સ્ત્રીએ ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઇએ. ક્રોધનાં કારણે મોટી-મોટી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્રોધ પરકાબૂ રાખો. સાથે જ પારકા લોકો સાથે વ્યર્થ વાતો નહીં કરવી જોઇએ.

Story first published: Friday, July 21, 2017, 12:00 [IST]
X
Desktop Bottom Promotion