Just In
- 386 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 395 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1125 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1128 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સિંગોડાની પકોડીની રેસિપી
બહુ ઓછા પ્રકારનાં લોટ છે કે જેમને વ્રત તથા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. જેમ કે રાજગરાનો લોટ, બકવ્હીટનો લોટ અને સિંગોડા અને સિંગોડાનો લોટ. આજે અમે ભારતનાં ઉત્તરી વિસ્તારોનાં સૌથી હિટ વ્રતમાં સ્નૅક્સ તરીકે ખવાતી સિંગોડાની પકોડીઓની રેસિપી આપની સાથે શૅર કરવા જઈ રહ્યાં છીએ. આ પકોડીઓને સિંગોડાનાં લોટમાં બટાકા અને વ્રત વાળા મસાલાઓ નાંખી ડીપ ફ્રાય કરવામાં આવે છે.
નવરાત્રિ, એકાદશી કે અન્ય કોઈ પણ વ્રત દરમિયાન આ પકોડીઓનો સ્વાદ ફરાળી ચટણી સાથે બહુ જામે છે. કારણ કે સિંગોડાનો લોટ ગ્લૂટન ફ્રી હોય છે, તેથી બાઇડિંગ માટે તેમાં બટાકા અને અરબી (ટૅરો રૂટ)નો ઉપયોગ કરવામાં આવે છે. સાથે-સાથે તેમનાંથી સ્વાદ પણ વધે છે.
જો આ નવરાત્રિમાં આપ પમ ગરમ ચા સાથે કુરકુરી પકોડીઓને ચાખવા માંગો છો, તો આજે અમે આપની સાથે શૅર કરી રહ્યા છીએ આ પકોડીઓની રેસિપી, તે પણ સ્ટેપ બાય સ્ટેપ. સાથે જ ઘેર બેઠા આસાનીથી બનાવવા માટે આ રેસિપીનો વીડિયો અને પોટોસ પણ આપની સાથે શૅર કરી રહ્યા છીએ કે જેથી આપ વ્રત દરમિયાન તેમને આરામથી ચપટીમાં બનાવી શકો.
સિંગોડાની પકોડીનો રેસિપી વીડિયો
Recipe By: મીના ભંડારી
Recipe Type: સ્નૅક્સ
Serves: 3
-
બાફેલા બટાકા (છોલેલા અને અડધા-અડધા કાપેલા) - 2
મીઠું - સિંધવ મીઠું સ્વાદ મુજબ
કોથમીર (સમારેલી) - 1/2 કપ
લીલા મરચા (સમારેલી) - 2 ટી સ્પૂન
સિંગોડાનો લોટ - 1 કપ
પાણી - 1/4 કપ
તેલ - તળવા માટે
-
1. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા લો.
2. હવે સિંધવ મીઠું અને કોથમીર મેળવો.
3. પછી સમારેલી લીલી મરચી નાંખો.
4. આ તમામને સારી રીતે મસળી લો.
5. હવે સિંગોડાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરો.
6. ધીમે-ધીમે કરીને પાણી મેળવતા જાઓ અને ઘટ્ટ ઘોળ બનાવી લો.
7. કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.
8. હવે ચમચીની મદદથી એક-એક કરીને પકોડીઓ તેજ આંચ પર તળતા રહો.
9. પકોડીઓની સાઇડ બદલતા રહો કે જેથી બંને તરફથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય.
10. હવે તેલમાંથી કાઢી ગરમા-ગરમ પિરસો.
- 1. આ પકોડીઓનો ઘોળ ઇડલીનાં બૅટરથી પણ ગાઢું હોવું જોઇએ
- 2. આપ ઇચ્છો, તો બટાકાને સમ્પૂર્ણ મૅશ ન કરો, બટાકાનાં પીસ પણ આ પકોડીઓમાં સારા લાગે છે.
- સર્વિંગ સાઇઝ - 5 pieces
- કૅલોરીઝ - 402 cal
- ફૅટ - 4 g
- પ્રોટીન - 15 g
- શુગર - 3 g
કેવી રીતે બનાવશો
1. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા લો.
2. હવે સિંધવ મીઠું અને કોથમીર મેળવો.
3. પછી સમારેલી લીલી મરચી નાંખો.
4. આ તમામને સારી રીતે મસળી લો.
5. હવે સિંગોડાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરો.
6. ધીમે-ધીમે કરીને પાણી મેળવતા જાઓ અને ઘટ્ટ ઘોળ બનાવી લો.
7. કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.
8. હવે ચમચીની મદદથી એક-એક કરીને પકોડીઓ તેજ આંચ પર તળતા રહો.
9. પકોડીઓની સાઇડ બદલતા રહો કે જેથી બંને તરફથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય.
10. હવે તેલમાંથી કાઢી ગરમા-ગરમ પિરસો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.