હેલ્ધી અને ટેસ્ટી પનીર વેજ સમોસા

Subscribe to Boldsky

ચાની ચુસ્કીઓ સાથે ગરમ ગરમ સમોસા ખાવા સૌ કોઈને પસંદ હોય છે, આવો આજે આપણે પનીર સમોસાની રેસિપી વિશે જાણીશું. આજે અમે આપને એક જુદા જ પ્રકારના સમોસા બનાવતા શીખવાડીશું.

સમોસામાં બટાકા ભરવાનાં સ્થાને અમે પનીર અને શિમલા મરચાનો પ્રયોગ કર્યો છે. આવો જાણીએ તેની રેસિપી વિશે -

Paneer Samosa

સામગ્રી

* 8 સમોસા પટ્ટીઓ

ભરવાનાં મિશ્રણ માટે

* 1 ટેબલ-સ્પૂન તેલ

* અડધી ટી-સ્પૂન જીરૂં

* એક ચતુર્થાંશ કપ બહુ ઝીણી સમારેલી ડુંગળી

* એક ચતુર્થાંશ કપ બહુ ઝીણા સમારેલા શિમલા મરચા

* અડધી ચમચી ટી-સ્પૂન આમચૂર પાવડર

* એક ટી-સ્પૂન લાલ મરચા પાવડર

* એક કપ બહુ ઝીણું સમારેલું પનીર

* મીઠુ સ્વાદ મુજબ

* 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમરી

પિરસવા માટે

* ફુદીના ચટણી

વિધિ

ભરવાનાં મિશ્રણ માટે

* એક પહોળા પૅનમાં તેલ ગરમ કરો. જીરૂં નાંખો.

* જ્યારે જીરૂં ચટકવા લાગે, તો ડુંગળી અને હળદર-લીલા મરચાનુંપેસ્ટ નાંખી મધ્યમ આંચ પર 2 મિનિટ સુધી સેકો.

* શિમલા મરચા, આમચૂર પાવડર, લાલ મરચા પાવડર, પનીર, મીઠું તથા ધાણા નાંખી સારી રીતે મેળવો. મધ્યમ આંચ પર 2 મિનિટ સેકો.

* પૂર્ણતઃ ઠંડુ કરી લો અને મિશ્રણને બરાબર 8 ભાગોમાં વહેંચી એક સાઇડમાં મૂકી દો.

કેવી રીતે આગળ વધશો ?

* સમોસા પટ્ટીને સૂકી, સાફ, સમતળ જગ્યા પર રાખો. પટ્ટીનાં એક ખૂણે એક ભાગ ભરવાનું મિશ્રણ રાખો અને ત્રિકોણ રૂપમાં વાળો. છેડાઓ પર થોડુંક પાણી લગાવી સમોસાને એક-એક ખૂણાથી બંધ કરી દો.

* શેષ બચેલી સામગ્રી અને પટ્ટીઓથી આ જ પ્રક્રિયા દોહરાવતા બાકીનાં 7 સમોસા બનાવો.

* એક કઢાઈમાં તેલ ગરમ કરો અને થોડાક-થોડાક કરીને સમોસાને ચારે બાજુથી ભૂરા થવા સુધી તળી લો.

* તેલ શોષનાર કાગળ પર સમોસા કાઢો અને ફુદીના ચટણી સાથે ગરમા ગરમ સમોસા પિરસો.

[ of 5 - Users]
Read more about: veg snacks વેજ
Story first published: Thursday, July 6, 2017, 12:00 [IST]