મોઘલ સ્ટાઇલથી બનાવો શાનદાર શીરમલ નાન

Posted By: Lekhaka
Subscribe to Boldsky

શીરમલ ભારત-પાકિસ્તાન-ઉપ-મહાદ્વીપમાં એક હળવા-ગળ્યા કેસરની સ્વાદ ધરાવતી નાન જેવી પ્રસિદ્ધ છે. જોકે આ મોઘલ પરમ્પરાગત રીતે તંદૂરમાં બનાવવામાં આવે છે, પરંતુ તેને આપ પોતાનાં રસોડામાં તવા પર પણ આસાનીથી તૈયાર કરી શકો છો.

લોટમાં હુંફાળુ દૂધ અને મસાલાઓનું સંયોજન તેને એક શાહી સ્વાદ પ્રદાન કરે છે. તેને આપ મુખ્ય ભોજનમાં પિરસી શકો છો કે પછી ચાય સાથે નાશ્તાની જેમ પણ તેની લિજ્જત માણી શકાય છે. પિરસતા પહેલા શીરમલ પર ઘી ચોપડવાનું ન ભૂલો, કારણ કે ઘી તેને અત્યધિક સ્વાદિષ્ટ બનાવે છે. આ મોઘલાઈ નાનને લજ્જતદાર પનીર અને શાહજહાની દાળ સાથે પિરસો.

Sheermal recipe

સામગ્રી :

* એક ચતુર્થાંશ ટેબલ સ્પૂન કેસર

* એક કે અડધો કપ મેદો

* એક ચતુર્થાંશ કપ ઘી

* એક ટેપલ સ્બૂન ખાંડ

* એક ટેબલ સ્પૂન બૅકિંગ પાવડર

* અડધું ટેબલ સ્પૂન એલચી પાવડર

* મીઠું સ્વાદ મુજબ

* અડધુ કપ દૂધ

* મેદો વણવા માટે

* ઘી ચોપડવા માટે

વિધિ :

* એક નાના વાટકામાં કેસર અને એક ટેબલ સ્પૂન ગરમ પાણી નાંખી તેને સારી રીતે મેળવો અને એક બાજુ મૂકી દો.

* એક ઊંડા બાઉલમાં મેદો, ઘી, ખાંડ, બૅકિંગ પાવડર, એલચી પાવડર, કેસર-પાણીનું મિશ્રણ અને મીઠું નાંખી દૂધનો ઉપયોગ કરી નરમ લોટ ગૂંથી લો.

* ભીના મલમલનાં કપડાથી લોટને ઢાંકીને 30 મિનિટ સુધી એક બાજુ રાખી દો.

* લોટને 10 સરખા ભાગમાં વહેંચી લો.

* લોટનાં દરેકભાગને થોઢાક સૂકા મેદાનો પ્રયોગ કરી 100 મિમી (5") વ્યાસનાં ગોળ આકારમાં વણી લો.

* એક નૉન-સ્ટિક તવો ગરમ કરો અને તેની ઉપર શીરમલ રાખો અને ત્યાં સુધી પાકવા દો કે જ્યાં સુધી થોડુંક ફૂલી ન જાય અને પછી પલટીને બીજી બાજુ પકાવો.

* શીરમલ બીજી તરફથી જ્યારે થોડુંક ફૂલી જાય, તો તેને ખુલ્લી આંચ પરબંને બાજુ સોનેરી-ભૂરા રંગનો થવા સુધી સેકો.

* વિધિ ક્રમાંક 5થી 7 દોહરાવી 8 વધુ શીરમલ બનાવો.

* તમામ શીરમલ પર થોડુંક ઘી ચોપડી તરત પિરસો.

[ of 5 - Users]
Read more about: veg વેજ
Story first published: Wednesday, July 12, 2017, 13:00 [IST]