Just In
- 386 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 395 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1125 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1128 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
તહેવારોમાં જરૂર બનાવો આ સ્વાદિષ્ટ મિષ્ટી પુલાવ
તહેરોવાની સીઝન દરમિયાન દરેક બંગાળી ઘરમાં બનાવવામાં આવતા મિષ્ટી પુલાવનો સ્વાદ અને ટેક્સચર બહુ જુદા અને શ્રેષ્ઠ હોય છે. આખા ગરમ મસાલાઓ સાથે ખિલેલા અને સમતી ચોખાની ગઝબની મિઠાશ જ બંગાળી મિ,્ટી પુલાવનો જુદો સ્વાદ બનાવે છે.
આ ચોખાઓમાં ખાંડ સાથે આખા ગરમ મસાલાઓનું તીખાપણું કંઇક એવી રીતે ભળે છે કે ખાનાર આંગળાઓ ચાટતા રહી જાય છે. પરંપરાગત રીતે જોવામાં આવે, તો આ પુલાવ ગોબિંગદોભોગ ચોખાથી બને છએ કે જેનું ટેક્સ્ચર બહુ અલગ અને અનોખું હોય છે. કારણ કે ચોખાની આ કિસ્મ દેશનાં બાકી ભાગોમાં બહુ ઓછી મળે છે, તેથી આ મિઠાઈને બાસમતી ચોખાથી પણ બનાવવામાં આવે છે.
ઘરે જ સરળતાથી બનનાર આ ગળ્યા ચોખાની રેસિપી જ આજે અમે આપની સાથે
શૅર કરી રહ્યા છીએ. એટચલુ જ નહીં, આજે આપનાં કામને વધુ સરળ બનાવવા
માટે આ પરંપરાગત ચોખાનો રેસિપી વીડિયો અને ફોટોસ પણ શૅર કરી રહ્યા
છીએ.
મિષ્ટી પુલાવનો રેસિપી વીડિયો
કેવી રીતે બનાવશો
Recipe By: મીના ભંડારી
Recipe Type: મેન કોર્સ
Serves: 2
-
બાસમતી ચોખા - 1 કપ
તજ (એક ઇંચનાં પીસ) - 3
એલચી - 4
લવિંગ - 5
હળદર પાવડર - ¼ ટી સ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે
ઘી - 1 ટી સ્પૂન
તેલ - 2 ટી સ્પૂન
કાજૂ - 8થી 10
કિશમિશ - 8થી 10
તજ પાન - 1
આદુ (કચડેલું) - 1 ટી સ્પૂન
પાણી - 3 કપ
ખાંડ - 4 ટી સ્પૂન
-
1. સૌપ્રથમ ગળણીમાં બાસમતી ચોખા લો.
2. પાણી નાંખી આ ચોખાને સારી રીતે ધોઈ લો અને તેમાંથી સમગ્ર પાણી કાઢી લો.
3. હવે આ ચોખાને પ્લેટમાં કાઢી 10 મિનિટ માટે સૂકાવા દો.
4. આ દરમિયાન એક પૅન ગરમ કરી તેમાં તજ નાંખો.
5. પછી એલચી અને લવિંગ.
6. મિનિટ માટે તેમને ફ્રાય રોસ્ટ કરો કે જ્યાં સુદી તેમનો રંગ ન બદલાઈ જાય.
7. હવે તેમને મિક્સી જારમાં નાંખો.
8. આ મસાલાઓને સારી રીતે વાટી ઝીણુ પાવડર બનાવી લો.
9. સૂકાઈ ગયેલા ચોખા પર એક ટી સ્પૂન ગરમ મસાલો છાંટો.
10. પછી હળદર અને મીઠું નાંખી આરામથી મિક્સ કરો.
11. હવે ઘી મેળવી 10 મિનિટચ માટે સાઇડમાં મૂકી દો.
12. તે પછી પૅનમાં તેલ ગરમ કરો.
13. હવે તેમાં કાજૂ અને કિશમિશ નાંખો.
14. હળવા ભૂરા થવા સુધી તેમને સેકો.
15. તેમને બાઉલમાં કાઢી મૂકી દો.
16. હવે બચેલા તેલમાં તજ પાન નાંખો.
17. હવે કચડેલું આદુ હળવેથી મેળવો.
18. હવે બહુ ધ્યાનથી મેરનૅટિક કરેલા ચોખા મિક્સ કરો, હલાવો.
19. પછી 3 કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી દો.
20. મિનિટ માટે ધીમી આંચ પર પાકવા દો.
21. પછી ઢાંકણુ હટાવી ખાંડ મેળવો.
22. સારી રીતે મિક્સ કરો.
23. ફરી એક વાર તેને ઢાંકી દો અને 10 મિનિટ સુધી પાકવા દો.
24. જ્યારે તે એક વાર પાકી જાય, તો તેમાં ડ્રાય ફોસ્ટ ડ્રાય ફ્રૂટ્સ મેળવો.
25. પછી તેમને બાઉલમાં કાઢી ગરમાગરમ પિરસો.
- પારંપરિક મિષ્ટી પુલાવ, બાસમતી ચોખાનાં સ્થાને ગોબિંદોભોગ ચોખાથી બનેવ છે' આપ ઇચ્છો, તો પુલાવને કુકરમાં પણ બનાવી શકો છો.
- સર્વિંગ સાઇઝ - 1
- કૅલોરીઝ - 208.8 cal
- ફૅટ - 14.5 g
- પ્રોટીન - 3.5 g
- કાર્બોહાઇડ્રેટ્સ - 59.2 g
- શુગર - 35.2 g
- ફાઇબર - 2.5 g
1. સૌપ્રથમ ગળણીમાં બાસમતી ચોખા લો.
2. પાણી નાંખી આ ચોખાને સારી રીતે ધોઈ લો અને તેમાંથી સમગ્ર પાણી કાઢી લો.
3. હવે આ ચોખાને પ્લેટમાં કાઢી 10 મિનિટ માટે સૂકાવા દો.
4. આ દરમિયાન એક પૅન ગરમ કરી તેમાં તજ નાંખો.
5. પછી એલચી અને લવિંગ.
6. 2 મિનિટ માટે તેમને ફ્રાય રોસ્ટ કરો કે જ્યાં સુદી તેમનો રંગ ન બદલાઈ જાય.
7. હવે તેમને મિક્સી જારમાં નાંખો.
8. આ મસાલાઓને સારી રીતે વાટી ઝીણુ પાવડર બનાવી લો.
9. સૂકાઈ ગયેલા ચોખા પર એક ટી સ્પૂન ગરમ મસાલો છાંટો.
10. પછી હળદર અને મીઠું નાંખી આરામથી મિક્સ કરો.
11. હવે ઘી મેળવી 10 મિનિટચ માટે સાઇડમાં મૂકી દો.
12. તે પછી પૅનમાં તેલ ગરમ કરો.
13. હવે તેમાં કાજૂ અને કિશમિશ નાંખો.
14. હળવા ભૂરા થવા સુધી તેમને સેકો.
15. તેમને બાઉલમાં કાઢી મૂકી દો.
16. હવે બચેલા તેલમાં તજ પાન નાંખો.
17. હવે કચડેલું આદુ હળવેથી મેળવો.
18. હવે બહુ ધ્યાનથી મેરનૅટિક કરેલા ચોખા મિક્સ કરો, હલાવો.
19. પછી 3 કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી દો.
20. મિનિટ માટે ધીમી આંચ પર પાકવા દો.
21. પછી ઢાંકણુ હટાવી ખાંડ મેળવો.
22. સારી રીતે મિક્સ કરો.
23. ફરી એક વાર તેને ઢાંકી દો અને 10 મિનિટ સુધી પાકવા દો.
24. જ્યારે તે એક વાર પાકી જાય, તો તેમાં ડ્રાય ફોસ્ટ ડ્રાય ફ્રૂટ્સ મેળવો.
25. પછી તેમને બાઉલમાં કાઢી ગરમાગરમ પિરસો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.