સ્પાઇસી અને ટેસ્ટી હૈદરાબાદી પનીર આલૂ કુલ્ચા

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સ્પાઇસી અને મજાનાં સ્વાદથી ભરપૂર કુલ્ચાને કોઇક બીજા વ્યંજન સાથે ખાવાની જરૂર જ નથી પડતી. કુલ્ચામાં શાહી પનીર અને બટાકાનું ભરામણ બહુ બધી સામગ્રી જેમ કે લીલા મરચા, આદુ, ડુંગળી અને સૂકા હર્બ્સ નાંખીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે કે જે હૈદરાબાદી પનીર-આલુ કુલ્ચાનાં સ્વાદ અને બનાવટને પરિપૂર્ણ બનાવે છે.

આપ તેનો આનંદ સવાર કે સાંજનાં નાશ્તામાં લઈ શકો છો કે પછી તેને લંચ બૉક્સમાં લઈ જઈ શકો છો અથવા તો પાર્ટીમાં તેને પિરસી શકો છો. રાયતા અને અચાર સાથે પિરસતા આ એક સમ્પૂર્ણ ભોજનનો અહેસાસ આપે છે.

Hyderabadi Indian Bread

સામગ્રી

* લોટ બાંધવા માટે

* 1 કપ મેદો

* એક ચપટી ખાંડ

* 5 ટેબલ-સ્પૂન દૂધ

* 1 ટેબલ સ્પૂન તેલ

* મીઠું સ્વાદ મુજબ

મિક્સ કરી ભરામણનું મિશ્રણ બનાવવા માટે

* એક ચતુર્થાંશ કપ કસાયેલુ પનીર

* અડધો કપ બાફેલા અને મસળેલા બટાકા

* એક ચતુર્થાંશ કપ ઝીણી સમારેલી ડુંગળી

* એક ચતુર્થાંશ કપ ઝીણી સમારેલી કોથમીર

* 2 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ફૂદીનાનાં પાંદડા

* 2 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા

* અડધું ટેબલ સ્પૂન આદુનું પેસ્ટ

* અડધુ ટેબલ સ્પૂન જીરૂં પાવડર

* એક ટેબલ સ્પૂન લિંબુનો રસ

* મીઠું સ્વાદ મુજબ

* અન્ય સામગ્રી

મેદો, વણાટ માટે

ઘી, પકાવવા માટે

વિધિ

* લોટ બાંધવા માટે

* એક ઉંડા બાઉલમાં તમામ સામગ્રીઓ મેળવી પાણીનો ઉપયોગ કર્યા વગર નરમ લોટ ગૂંથી લો.

* ઢાંકણથી ઢાંકીને 20 મિનિટ સુધી એક બાજુ મૂકી દો.

આગળની વિધિ

* ભરામણ મિશ્રણને 5 સરખા ભાગોમાં વહેંચી લો. એક તરફ મૂકી દો.

* લોટનાં પાંચ સરખા ભાગ વહેંચી લો

* લોટનાં દરેક ભાગને થોડોક મેદાનાં પ્રયોગ કરી 150 મિ. મી. (6") વ્યાસ સાથે ગોળ આકારમાં વણી લો.

* ગોળાની વચ્ચે ભરામણ મિશ્રણનો એક ભાગ મૂકી કિનારીઓને વચ્ચે લાવી સારી રીતે દબાવી બંધ કરી દો અને મેદાનો પ્રયોગ કરી 150 મિ. મી. (6") વ્યાસનાં ગોળ આકારમાં વણી લો.

* એક નૉન સ્ટિક તવો ગરમ કરો અને થોડાંક ઘીનો પ્રયોગ કરી કુલ્ચાને બંને બાજુ સોનેરી ડાઘા પડવા સુધી પકાવી લો.

* વિધિ નંબર 3થી 5ને દોહરાવી 5 વધુ કુલ્ચા બનાવી લો.

* ગરમા ગરમ પિરસો.

[ of 5 - Users]
Read more about: veg વેજ
Story first published: Friday, July 7, 2017, 12:45 [IST]