જાણો ઘરે જ કેવી રીતે બનાવશો vegetarian sushi!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સુશી એક જાપાની ડિશ છે કે જેને હવે આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. આપે રેસ્ટોરંટ્સમાં ઘણા પ્રકારનાં સુશી મળતા જોયા હશે અને મુખ્યત્વે તેમાં બાફેલા ચોખા, વિનૅગર અને સીફૂડનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપને ચટપટી વસ્તુઓ બહુ ગમે છે, તો નિશ્ચિત રીતે આ ડિશ આપને પસંદ આવશે. જોકે સુશી એક નૉન વેજ ડિશ છે, પરંતુ જો આપ વેજિટેરિયન છો અને આ ડિશનો સ્વાદ ચાખવા માંગો છો, તો અમે આપને તેની વેજિટેરિયન રેસિપી જણાવી રહ્યાં છીએ.

તેની સૌથી ખાસ વાત એ છે કે તેને ખાવા માટે આપે બહાર રેસ્ટોરંટમાં નહીં જવું પડે, બલ્કે આપ ઘરે જ તેને સરળતાથી બનાવી શકો છો. આવો જાણીએ વેજિટેરિયન સુશી બનાવવાની રેસિપી.

how to make veg Sushi

સામગ્રી :

* ચાર કપ સુશી રાઇસ (બાફેલા)

* અડધી કપ ખાંડ

* એક કપ વિનૅગર

* સમારેલી શાકભાજીઓ (એવોકૅડો, ગાજર, શિમલા મરચા અને આપની મનપસંદ શાકભાજીઓ)

* નોરી શીટ્સ (આ જાપાનમાં ઉગાવવામાં આવતો એક પ્રકારનો સિવિડ છે કે જેને આપ ખાઈ પણ શકો છો. તેને સુકવીને શીટ સ્વરૂપે તબ્દીલ કરી દેવામાં આવે છે અને તેને સુશી રોલ્સનાં બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપ તેને કોઈ પણ સુપરમાર્કેટમાંથી ખરીદી શકો છો.)

બનાવવાની વિધિ :

* બાફેલા ચોખા અને વિનૅગરને પરસ્પર મેળવી લો. આ વાતનું ધ્યાન રાખો કો મેળવતી વખતે બંને ગરમ હોય કે જેથી પરસ્પર સારી રીતે ભળી જાય. તેને એક સાથે મેળવી અલગ મૂકી દો.

* એક નોરી શીટ પાથરો અને તેની ઉપર ભાતનો એક પડ નાંખો. તેને એવી રીતે ફેલાવો કે જેથી કિનારાઓની જગ્યા બચેલી રહે. એવું એટલા માટે, કારણ કે જો કિનારાઓ પર ગૅપ નહીં હોય, તો રોલ કરતી વખતે ભાત દરેક જગ્યાએથી બહાર પડવા લાગશે.

* હવે સમારેલી શાકભાજીઓને બિલ્કુલ વચ્ચે મૂકો.

* હવે સુશીને એક બાજુથી રોલ કરતા અંત તક પૂર્ણ રોલ કરો.

* તેને દબાવીને સારી રીતે રોલ કરો અને અંતે થોડુંક પાણી નાંખી તેને ચોંટાડી દો કે જેથી રોલ ખુલે નહીં.

* હવે આ રોલને 1.5 ઇંચનાં ટુકડામાં કાપી લો. કાપતી વખતે ચપ્પુ પલાડીને રાખો કે જેથી તેમાં ભાત ચોંટે નહીં.

* અમે આની સાથે સંકળાયેલો વીડિયો પણ અહીં શૅર કરી રહ્યાં છીએ કે જેથી આપને વેજ સુશી બનાવવામાં વધુ મદદ મળશે.

[ of 5 - Users]
Read more about: વેજ veg
Story first published: Wednesday, July 5, 2017, 10:45 [IST]