Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આપનાં નામનાં પ્રથમ અક્ષરમાં છુપાયેલું છે જીવનનું કયું રહસ્ય ?
શેક્સપીયરે એક વાર કહ્યુ હતું કે નામમાં શું રાખ્યું છે ? પરંતુ આપણાં જીવનમાં નામ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આપનું નામ આપનાં વ્યક્તિત્વને પરિભાષિત કરે છે. ક્યારેક-ક્યારેક તો આપનું નામ આપનાં ગુણો અને આપનાં ભાગ્યને પ્રતિબિંબિત કરે છે. આપનું નામ ખૂબ જ પ્રભાવશાળી રીતે આપનાં વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. આપનાં નામનો પ્રથમ અક્ષર જણાવે છે કે આપ કયા પ્રકારની વ્યક્તિ છો અને આપ પોતાનાં જીવનમાં શું-શું કરી શકવામાં સક્ષમ છો.
આપનાં નામમાં તે શક્તિ છે કે જે આપનાં જીવનને આકાર લેવામાં આપની મદદ કરે છે. તો આપને લાગે છે કે આપનું નામ કયા અક્ષરથી શરૂ થાય છે, તેનો ફરક આપને નથી પડતો, તો ફરી એક વાર વિચારી લો. જીવન સાથે જોડાયેલા દરેક પાસા પર તેની ઘેરી અસર પડે છે. આવો જાણીએ આપનાં નામનાં પ્રથમ અક્ષરનો મતલબ શું થાય છે ?

A
જો નામનો અક્ષર એથી શરૂ થાય છે, તો એવી વ્યક્તિઓ આકર્ષક હોય છે અને સંબંધો તથા પ્રેમને ખૂબ મહત્વ આપે છે. તેઓ રોમાંટિક નથી હોતા. તેમને ધીમે-ધીમે કરીને સફળતા મળે છે અને જ્યારે સફળતા મળે છે, ત્યારે તે પરાકાષ્ઠાએ હોય છે.

B
બી અક્ષર વાળા લોકો ખૂબ જ સાહસિક હોય છે. તેથી આ નામનાં લોકો સેના કે બીજા જોખમકારક ક્ષેત્રે પોતાનું કૅરિયર બનાવે છે. એવા લોકો રોમાંટિક પણ ખૂબ વધુ હોય છે. તેમના મૂડી સ્વભાવ તેમજ વધુ પડતા બોલકણા હોવાનાં કારણે લોકો તેમને ઘમંડી કહે છે. તેમના મિત્રો બહુ વધારે નથી હોતા, પણ જેટલા હોય છે, તેટલા પાક્કા હોય છે.

C
આ લોકો ખૂબ જ મળતાવડા સ્વભાવનાં અને દિલખુશ હોય છે. તેમને સ્પષ્ટ બોલવાનું ગમે છે, પરંતુ તેઓ જાણી-જોઈને કોઈનું દિલ નથી દુભાવતા. તેમને પ્રેમ પર ખૂબ જ ભરોસો હોય છે. તેઓ જોવામાં સુંદર હોય છે અને પોતાનાં કૅરિયરમાં ખૂબ નામ કમાવે છે.

D
તેઓ સેલ્ફ મેડ માણસો હોય છે. તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી બંનેની કૃપા હોય છે. તેમની પાસે આપ બેસો, તો આપને જરૂર કંઇક નવું શીખવા મળે, પણ પોતાની જિદ્દી પ્રકૃતિનાં કારણે તેઓ ઘમંડી પણ કહેવાય છે.

E
આવી વ્યક્તિઓ વધુ બોલે છે અને ખૂબ મજાકિયા પણ હોય છે. તેઓ જીવનને સરળતાથી જીવે છે અને વધારે ચિંતા નથી કરતાં. તેમની પાસે શિક્ષણ, વ્યવસાય, પ્રતિષ્ઠા અને પૈસા તેટલા જ હોય છે કે જેટલી તેમની ચાહત હોય છે. તેઓ કાયમ ખુશ રહેનારા હોય છે.

F
આ અક્ષરથી નામની શરુઆત ધરાવતા લોકો ખૂબ જ પ્રેમાળ અને દયાળુ હોય છે. તેઓ પોતાનું દરેક કામ હૃદયથી કરે છે. તેથી તેઓ બહુ જ ક્રિએટિવ ગણાય છે. તેઓ ખૂબ મદદગાર, આકર્ષક તેમજ રોમાંટિક હોય છે.

G
આવા લોકો સ્વચ્છ હૃદયનાં અને સીધા હોય છે. તેથી તેમને ઘણા લોકો મૂરખ બનાવી જાય છે, પણ આ માણસો તેમાંનાં હોય છે કે જેઓ પોતાની ભૂલો દોહરાવતા નથી, બલ્કે તેનાથી બોધપાઠ લઈ આગળ વધવાનો પ્રયત્ન કરે છે તેમજ ખૂબ સફળ પણ થાય છે. તેમના મિત્રો નથી હોતા. તેઓ શાંતિ પ્રિય હોય છે, પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે, તો સામા વાળાની ખેર નહીં. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે તેઓ ઓછુ બોલવાનું પસંદ કરે છે.

H
આ લોકો સંકોચી અને સંવેદનશીલ હોય છે. તેમને રહસ્યમયી કહી શકાય છે, કારણ કે તેઓ પોતાની વાતો કોઈને નથી જણાવતા. તેમને પોતાનાં સન્માનની બહુ ચિંતા હોય છે. તેમનું મગજ ખૂબ તેજ હોય છે. આ લોકો સામાન્ય રીતેરાજકારણ કે વહીવટી ક્ષેત્રે જોવા મળે છે.તેઓ પોતાનાં પૈસાને માત્ર પોતાની ઉપર જ ખર્ચ કરે છે.

I
આપ બહુ જ સાહસિક હોવ છો અને તેવી-તેવી બાબતોમાં નિર્ભયપણે ઊભા થઈ જાય છે કે જે સાચી હોય. આપ ખૂબ જ સ્ટાઇલિશ પણ હોવ છો. આવા લોકો પોતાનું કૅરિયર ફૅશન કે ક્રિએટિવ ફીલ્ડમાં બનાવે છે.

J
એવા લોકો અંદર અને બહાર બંને સ્વરૂપે સુંદર હોય છે. તેઓ પાતાનાં પાર્ટનર પ્રત્યે ખૂબ જ પ્રામાણિક હોય છે. જે વસ્તુ પામવા માંગે છે, તે પામી લે છે, પણ પોતાનાં બળે. પૈસા, પ્રતિષ્ઠા, પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે જથ્થાબંધ પ્રમાણમાં હોય છે. જે પણ તેમને હમસફર તરીકે પામે છે, સમજી લો કે તે પોતાની રીતે ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે તેને તે વ્યક્તિ મળી ગઈ છે કે જેની પાસે બધુય છે.

K
આ લોકો કોઈને કંઈ પણ સમજ્યા-વિચાર્યા વગર બોલી જાય છે. પોતાનાં ફાયદા માટે કોઈ પણ હદે જઈ શકે છે. લોકો તેમનાથી ભય ડરે છે. તેમની સામે પોતાની વાત કહેતા ખચકાય છે. તેમને જીવનમાં રિસ્ક લેતા આવડે છે. તેઓ જોવામાં પણ ખૂબ સુંદર હોય છે.

L
આવા લોકો કોઈનું દિલ દુભાવવાનું નથી વિચારતા. તેમને મોટી વસ્તુ નથી જોઇતી હોતી, તેઓ નાની-નાની વસ્તુઓમાં જ ખુશ થઈ જાય છે. તેઓ કાયમ ખુશ પણ રહે છે. આવા માણસો સૌ કોઈના ધબકાર બનવાનું પસંગ કરે છે. તેમની પાસે પૈસાની કોઈ તંગી નથી હોતી.

M
આવા લોકો ખૂબ જ જિદ્દી હોય છે. તેઓ એક વસ્તુને જો પકડી લે, તો તેને ક્યારેય નથી છોડતા. સામાન્ય રીતે આવા લોકો રાજકારણમાં વધુ જોવામળે છે. તેઓ સારા વક્તા અને સારા લેખક પણ હોય છે. તેઓ હંમેશા ઉંડા ચિંતનમાં ડુબેલા હોય છે અને લાગણીશીલ પણ હોય છે.

N
આ લોકો ખૂબ જ જલ્દી કોઈ પણ વસ્તુથી કંટાળી જાય છે. તેઓ સ્વતંત્ર વિચાર ધરાવતા અને દેખાવ ઉપર જીવતા માણસો હોય છે. કાયમ પોતાનાં વિશે વિચારતા આ લોકો દરેક વસ્તુને પામવાની કામના ધરાવે છે, તે પણ કોઈ પણ જાતના શ્રમ વગર. તેઓ મોફાટ અને સ્વાર્થી પણ હોય છે.

O
આવા માણસો છુપા રુસ્તમ હોય છે. જોકે આ નામનાં લોકો ખૂબ જ આકર્ષક હોય છે. આ લોકો ખૂબ ઊર્જાવાન પણ હોય છે. તેથી લોકો તેમને ખૂબ પસંદ પણ કરે છે કે જેના પગલે તેઓ સામાન્યતઃ ઑફિસમાં ઉચ્ચ હોદ્દાઓ પર હોય છે. પ્રેમ, લાગણીઓ અને સંબંધો આ લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેથી સામાન્ય રીતે આ નામનાં લોકો પ્રેમલગ્ન પણ કરતા હોય છે.

P
આ લોકોને પોતાની આબરૂ અને માન-સન્માનનો બહુ ખ્યાલ રહે છે. તેમનામાં ખૂબ જ ટૅલેંટ હોય છે. તેઓ ક્રિએટિવ પણ હોય છે. તેમની પાસે સારૂ-એવું ધન-ધાન્ય હોય છે. તેઓ આકર્ષક ખબીનાં માલિક હોય છે. તેમનાં પોતાનાં જુદા સિદ્ધાંતો હોય છે કે જેના માટે તેઓ કોઈ પણ જાતની સમજૂતી નથી કરતાં.

Q
આવા લોકો ક્યારેય ફાલતૂ નથી બસતા. તેમને કંઇકને કંઇક કરવામાટે જોઇએ. તેમને નાની-નાની વસ્તુઓમાં ખુશીઓ મળી જાય છે. તેઓ પાતાની જ દુનિયામાં ખોવાયેલા હોય છે. તેઓ બહુ સારા જીવનસાથી હોય છે. તેઓ ગુસ્સો સામાન્ય રીતે બહુ ઓછો આવે છે, પણ જ્યારે આવે, ત્યારે તે ખૂબ જ ખરાબ પ્રકારનો હોય છે.

R
આ નામની વ્યક્તિઓ ખૂબ જ ઇંટેલિજન્ટ મગજ, હૃદયનાં સારા, લોકો સાથે નિસ્બત ન ધરાવતા અને ઓછું બોલનારા લોકો હોય છે. તેમને ત્યાં સારૂં લાગે છે કે જ્યાં તેમને જ્ઞાન મળે. કોઈ શું કહે છે, તેનાથી તેઓ કોઈ ખાસ નિસ્બત નતી ધરાવતા. તેથી સામાન્ય રીતે તેમના પરિણીત જીવનમાં આ અંગે ખટપટ થતી રહે છે.

S
આવા લોકો બહુમુખી પ્રતિભાનાં ધની હોય છે. બહુ વધાર વાતો કરનારા આવા લોકો ખૂબ જ ટીકાઓ પણ વહોરે છે. તેઓ રહસ્યમય હોય છે અને પોતાની બાબતોને બહુ વધારે સ્પષ્ટ નથી કરતાં. પોતાનાં પ્રેમ પ્રત્યે સચેત રહેતા આવા લોકો ખૂબ જ શંકાશીલ મિજાજનાં પણ હોય છે. પૈસા, પ્રતિષ્ઠા હાસલ કરનારા આ લોકો પોતાની વસ્તુ સરળતાથી કોઈને ક્યારેય નથી આપતાં. તેઓ કંજૂસ હોય છે. તેઓ દેખાડો પણ ખૂબ પસંદ કરે છે.

T
આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી, કૅરિંગ, પરંતુ પોતાની લાગણીઓને વ્યક્તિ નહીં કરી શકનારા હોય છે. તેઓ પોતાની ખુશી અને ગમ જલ્દીથી કોઈની સાથે શૅર નથી કરતાં. તેઓ પૈસા અને પ્રસિદ્ધિ બહુ કમાય છે.

U
આવા લોકો હોશિયાર અને હૃદયથી નેક હોય છે કે જે બીજાઓને ખુશી આપવામાં વિશ્વાસ ધરાવે છે. આવા લોકો કાયમ સ્મિત કરતા રહે છે, પરંતુ તેમને સફળતા મોડેથી મળે છે. તેઓ મસ્તમૌલા પ્રકારનાં હોય છે. બાળકો તેમને ખૂબ જ પ્યારા લાગે છે.

V
તેમને કોઈની રોક-ટોક જરાય નથી ગમતી. તેઓ આઝાદ વિચારો ધરાવે છે. તેમનાં હૃદય ખૂબ જ સ્વચ્છ હોય છે. તેઓ લોકોની લાગણીઓની કદર કરે છે.તેઓ પોતાની વાતો કોઈની સાથે પણ શૅર નથી કરતાં.

W
આવા લોકો બીજાઓ પર ખૂબ જ રોફ ઝાડે છે. તેમની જ્યાં કોઈ સાંભળનાર નથી હોતું, તેઓ ત્યાંથી ખસી જાય છે. આવા લોકો હૃદયનાં ખરાબ નથી હોતા, બસ લોકો તેમને વહેલાસર સમજી નથી શકતાં. તેમની પાસે ખૂબ ધન-દોલત અને પ્રતિષ્ઠઆ હોય છે કે જેથી તેઓ ઘમંડી પણ હોય છે.

X
તેમને ધૈર્ય-ધીરજ પસંદ નથી. તેથી તેઓ દરેક કામ ઉતાવળે કરે છે, પરંતુ જેટલી જલ્દી જે વસ્તુને પામવાની કોશિશ કરે છે, તેટલી જ જલ્દી તેમનું મન તે વસ્તુથી કંટાળી પણ જાય છે. તેઓ ક્યારે શું કરશે, તેમને પોતાને પણ ખબર નથી હોતી, પરંતુ તેઓ જે વસ્તુની ઇચ્છા ધરાવે છે, તે પામીને જ જંપે છે. તેથી તેઓ જીવનમાં ખૂબ સફળ પણ થાય છે.

Y
આવા લોકો વધારે નથી બોલતા અને એકલા જ રહેવાનું પસંદ કરે છે. તેઓ સ્પષ્ટવક્તા હોય છે. તેથી તેઓ ક્યારેક કડવું પણ બોલી નાંખે છે. તેઓ સમજૂતી પસંદ નથી કરતાં. તેમની સ્મરણશક્તિ તેમજ કલ્પનાઓ ખૂબ જ સ્ટ્રૉંગ હોય છે.

Z
તેઓ દેખાડો પસંદ નથી કરતાં. તેઓ સીધા-સાદા અને ગંભીર હોય છે. પોતાની વાતને સ્પષ્ટ રીતે કહેનારા આવા લોકો ક્યારેય કોઈની સાથે દગો નથી કરી શકતાં. જોવામાં લાગે છે કે તેઓ ખૂબ સીધા હશે, પરંતુ તેઓ જરાય મૂરખ નથી હોતા. તેઓ જ્યાં પણ રહે છે, તેમની સરળ છબી તેમને પ્રસિદ્ધ કરી દે છે.



Click it and Unblock the Notifications











