Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જો નખ પર અર્ધચંદ્ર દેખાય તો શું છે તેનો અર્થ?
હસ્તરેખા શાસ્ત્રથી માંડીને જ્યોતિષ વિજ્ઞાન સુધી એવી ઘણી વસ્તુઓ છે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ. જેમ કે આપણા હાથમાં કેટલાક નિશાન જોવા મળે છે જેનું કોઇને કોઇ મહત્વ હોય છે. આ પ્રમાણે આપણા નખ પર અર્ધ ચંદ્રનું નિશાન મળી આવે છે, અને તેનો પણ કોઇ અર્થ છે. જે આજે અમે આ આર્ટિકલમાં જાણવાનો પ્રયત્ન કરીશું.
ઑનચૌમાંસિ નખના અધ્યનને કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિના નખનું અધ્યન કરવામાં આવે છે, જેનાથી માણસના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. તો આવો જાણીએ નખના અર્ધ ચંદ્ર વિશે.

તર્જની પર અર્ધ ચંદ્ર
તર્જનીના નખ પર અર્ધ ચંદ્ર હોવાનો અર્થ છે કે તમારી બઢતી થવાની છે અથવા કોઇ સારા સમાચાર મળવાના છે. જો તમારી તર્જની પર અર્ધ ચંદ્ર છે તો તમને જલદી જ કોઇ ખુશ ખબરી મળવાની છે.

શનિની આંગળી પર અર્ધ ચંદ્ર
વચ્ચેની અથવા શનિની આંગળી હાથમાં સૌથી લાંબી આંગળી હોય છે. અને જો આંગળીના નખ પર અર્ધ ચંદ્ર છે તો વ્યક્તિ મશીનરી અથવા ઉદ્યોગ સંબંધિત કામમાં સફળતા પ્રાપ્ત કરશે.

અપોલો આંગળી અથવા રિંગ ફિંગર પર અર્ધ ચંદ્ર
જો તમારી અનામિકા આંગળીના નખ પર અર્ધ ચંદ્ર બનેલો છે તો આવી વ્યક્તિ એક સારું જીવન જીવે છે અને વ્યક્તિ આગળ જતાં પોતાના જીવનમાં ખૂબ ઉન્નતિ કરે ચે.

નાની આંગળી પર અર્ધ ચંદ્ર
જો કોઇ વ્યક્તિની નાની આંગળીના નખ પર અર્ધ ચંદ્ર છે તો તેને જીવનમાં ખૂબ લાભ મળશે. જો આગળ જઇને બમણો અને ત્રણ ગણો થઇ જશે.

અંગૂઠા પર અર્ધ ચંદ્ર
જો તમારા અંગૂઠાના નખ પર અર્ધ ચંદ્રનું નિશાન છે તો એવી વ્યક્તિને ખૂબ જલદી સારા સમાચાર મળવાના છે. જેનાથી અચાનક સફળતા મળશે.

મોટા અર્ધ ચંદ્રનો અર્થ
જો કોઇ વ્યક્તિના નખમાં અર્ધ ચંદ્ર અડધા ભાગમાં છે તો આ સારા સંકેત નથી. તેનાથી વ્યક્તિને ખરાબ સમાચાર સાંભળવા મળે છે.

જો તમારી કોઇપણ આંગળી પર અર્ધ ચંદ્રનું નિશાન નથી તો
જો તમારી કોઇપણ આંગળીના નખ પર અર્ધ ચંદ્રનું નિશાન નથી તો તમારી પાચનક્રિયા ખરાબ છે અને તે વ્યક્તિને પોતાનો ખ્યાલ રાખવો જોઇએ અને આહારને સંતુલિત રાખવો જોઇએ.



Click it and Unblock the Notifications











