એક પરફેક્ટ કપલ્સના શું છે કડવા સત્ય, આવો જાણીએ!

[લાઇફસ્ટાઇલ] આપને શું લાગે છે કે દુનિયાની સામે ખુદને પરફેક્ટ કપલ્સ બતાવનાર કપલ, વાસ્તવમાં બિલકૂલ એવા જ હોય છે જેવા તેઓ ખુદને બતાવે છે. નહી.. તેમની વાસ્તવિકતા થોડી અલગ હોય છે એટલા માટે તેઓ હંમેશા પરફેક્શનનું નાટક કરે છે.

જો આપ સંબંધમાં નવા બંધાવા જઇ રહ્યા હવ તો જાણી લો કે લગ્નેત્તર જીવનમાં પરફેક્શન માત્ર એક માન્યતા છે. એકબીજા પ્રત્યે પ્રેમની સાથે સાથે તકરાર થાય જ છે જે ખોટું પણ નથી.

કેટલાંક લોકો એવી તકરારોથી હલી જાય છે અને કેટલાંક લોકોને કોઇ ફર્ક જ નથી પડતો હોતો. જેઓ નથી હલતા તેઓ ડ્રામા પણ કરી લે છે. આજે અમે આપને અમારા આ લેખમાં આ આર્ટિકલમાં પરફેક્ટ્સ કપલ્સના કડવા સત્યથી વાકેફ કરાવવા જઇ રહ્યા છીએ.

દરવાજા પાછળ લડાઇ થવી

દરવાજા પાછળ લડાઇ થવી

દુનિયાની સામે એકબીજાના પ્રેમી દેખાતા કપલ, હંમેશા દરવાજા પાછળ લડે છે. તેઓ સામાન્ય રીતે એક સાથે જ રહે છે પરંતુ તેમના હૃદય ક્યારેય મળતા નથી.

દુનિયાની સામે પ્રેમનું નાટક

દુનિયાની સામે પ્રેમનું નાટક

આવા યુગલો પોતાની ઇમેજ ખૂબ જ લવિંગ બનાવવા માગે છે, એટલા માટે હંમેશા પ્રેમનું નાટક આખી દુનિયા સામે કરતા રહે છે.

ફાયદા માટે સંબંધમાં રહેવું

ફાયદા માટે સંબંધમાં રહેવું

આવા કપલ્સ પોતાના સ્વાર્થ માટે કે લાભ માટે એક સાથે રહેતા હોય છે, જેમકે સંપતિ અથવા ધનલાભ.

સમાજનો ભય

સમાજનો ભય

પ્રતિષ્ઠિત લોકોની સાથે એવું ઘણું થાય છે, જેમને સમાજનો ભય ખૂબ જ રહે છે. એવામાં તેઓ જનતાની સામે મેડ ફોર ઇચ અધરનું નાટક કરે છે.

બદનામ થવાનો ભય

બદનામ થવાનો ભય

કેટલાંક સમાજમાં લગ્નનું તૂટવું ખરાબ માનવામાં આવે છે. આવા સમાજમાંથી આવનાર કપલ્સ કોઇપણ હાલતમાં લગ્નને ટકાવી રાખે છે. આવામાં તેમણે માત્ર દેખાવો જ કરવો પડે છે.

દગાબાજ

દગાબાજ

જે કપલ એકબીજાને દગો આપે છે તે જ કપલ દૂનિયાની સાથે એકબીજાના હોવાનું નાટક કરે છે. પરંતુ તેમનું ક્યાંકને ક્યાંક સિક્રેટ અફેર હોય જ છે.

Story first published: Sunday, August 23, 2015, 18:25 [IST]
X
Desktop Bottom Promotion