મહિલાઓને વારંવાર આ વાતો સાંભળવી નથી ગમતી!

છોકરીઓ પોતાની આખી જીંદગી દરમિયાન કંઇ કેટલીએ વાતો સાંભળતી આવે છે. બાળપણમાં માતા-પિતાની રોક-ટોક અને જ્યારે મોટી થઇને ઓફિસમાં નોકરી કરવા લાગે છે ત્યારે ત્યાં સહકર્મચારીઓની વાતો સાંભળે છે. માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ લોકો પાસેથી એવી અનિચ્છનીય સલાહ સાંભળવા મળે છે જે બિલ્કુલ સહન કરવી મુશ્કેલ થઇ જાય છે.

યુવતીઓએ કેવી રીતે ઊઠવું જોઇએ કેવી રીતે બેસવું જોઇએ, કેવી રીતે બોલવું જોઇએ અથવા તો લાઇફને કેવી રીતે જીવવી જોઇએ, આ તમામ બેકારની સલાહ જ્યારે કોઇ યુવતીને બહારથી મળવા લાગે છે, તો તેનું મન ભડકવા લાગે છે. બની શકે કે યુવતી સારી એવી નોકરી કરતી હોય અને તેનું તે સમય સુધી કોઇની સાથે પણ લગ્ન કરવાનું મન ના હોય, અથવા તો તે પોતાના માટે એક યોગ્ય અને ગુણવાન છોકરાની શોધ કરી રહી હોય, જે તેને મળી ના રહ્યો હોય.

તો આ તે યુવતીની ઇચ્છાની વાત છે કે કોઇ અન્ય તેના જીવનમાં દખલઅંદાજી ના કરે. અત્રે એવી જ કેટલીક વાતો કરવામાં આવી છે જે, કોઇપણ યુવતી સાંભળી સાંભળીને કંટાળી ગઇ હશે. વાંચો અને જુઓ કે યુવતીઓને કઇ કઇ વાતો સૌથી વધારે ખરાબ લાગે છે.

તું લગ્ન ક્યારે કરી રહી છે

તું લગ્ન ક્યારે કરી રહી છે

જો કોઇ યુવતી એકલી રહેવા માગતી હોય તો, તેના ઘર, મિત્રો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ હંમેશા તેને એવું પૂછતા રહેતા હોય છે કે તે ક્યારે પોતાનો સંસાર વસાવશે. પરંતુ મહિલાઓને આ બધી વાતો સાંભળી સાંભળીને કંટાળી જાય છે.

શું તું સાચે જ આ પહેરીશ?

શું તું સાચે જ આ પહેરીશ?

એ યુવતીઓ પર આધાર રાખે છે કે તેઓને શું પહેરવું સારુ લાગશે. પરંતુ જ્યારે તેમને કોઇ અન્ય વ્યક્તિ તેમના પહેરેલા કપડા પર ટિપ્પણી કરે છે તો તેમને એ જરાય ગમતું નથી.

મહિલાઓ ક્યારેય કાર નથી ચલાવી શકતી

મહિલાઓ ક્યારેય કાર નથી ચલાવી શકતી

મહિલાઓ કાર તો શું એરોપ્લેન પણ આરામથી ચલાવી શકે છે. પરંતુ આખી દુનિયા આ વાત પર વિશ્વાસ જ નથી કરતી. મહિલાઓ પર હંમેશા એ આરોપ લગાવવામાં આવે છે કે તેઓ યોગ્ય રીતે કાર નથી ચલાવી શકતી.

તમે વાતોને લાંબી ખેંચો છો

તમે વાતોને લાંબી ખેંચો છો

એવું નથી થતું કે માત્ર મહિલાઓ જ વાતોડીયન હોય છે પરંતુ પુરુષો પણ આવું કરતા હોય છે. મહિલાઓ જો વાતોને લાંબુ ખેંચે છે તો તેને એ જ સમયે પૂરી કરીને ઝંપે છે.

તેં તારું વજન વધારી દીધું છે

તેં તારું વજન વધારી દીધું છે

જો કોઇ પુરુષ વારંવાર કોઇ યુવતીને તેના વજનને લઇને કોમેન્ટ કરે તો તે યુવતીને તે પુરુષ સાથે ક્યારેય વાત કરવાનું મન નથી થતું.

યુવતીઓએ ખાવાનું બનાવતા આવડવું જોઇએ

યુવતીઓએ ખાવાનું બનાવતા આવડવું જોઇએ

આ વાત ક્યાંય નથી લખી કે જો આપને સારુ સારુ ભોજન બનાવતા ના આવડતું હોય તો આપનું લગ્નેતર જીવન ક્યારેય સારું ના હોય શકે. કિચન અને યુવતીનો સંબંધ જ્યારે સાથે સાથે આવે છે તો, કોઇપણ યુવતીને સારુ નથી લાગતું. શું યુવતીઓ માત્ર જમવાનું બનાવવા માટે જ બની છે?

X
Desktop Bottom Promotion