દુનિયામાં અદ્ભુત ક્ષમતા ધરાવતા લોકો

By Lekhaka

આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં જાત-જાતનાં લોકો રહે છે અને તેમનામાં ક્ષમતાઓ તથા શોખ પણ જુદા પ્રકારનાં હોય છે કે જે તેમને સામાન્ય નથી બનાવતાં. અમેરિકા હોય કે ન્યુઝીલૅંડ, દરેક દેશનો રહેવાસી કંઇક ખાસ હોય છે અને તેમની ખૂબી જ તેમને સૌથી અલગ બનાવી દે છે.

બોલ્ડસ્કાયનાં આ આર્ટિકલમાં અમે આપને એવા જ કેટલાક અનોખા લોકો વિશે જણાવી રહ્યા છીએ કે જેમની અદ્ભુત ક્ષમતાએ તેમને સમગ્ર દુનિયાથી જુદી ઓળખ આપી અને તેઓ પ્રસિદ્ધ થઈ ગયા.

આ લોકો ફિલ્મોમાં દર્શાવાતા રિયલ હીરો કરતા ઓછા નથી, વિરલા છે, તેમનામાં કેટલાક અદ્ભુત છે અને સૌથી મોટી વાત, તેઓ કોઇક ઘૃણાસ્પદ ગુના માટે નથી જાણીતા, પણ તેમની ઓળખ તેમની ગૉડ ગિફ્ટેડ ખૂબીઓનાં કારણે છે.

1. ડેનિયલ ટેમ્મેટ -

1. ડેનિયલ ટેમ્મેટ -

બ્રિટિશ નાગરિક ડેનિયલ ટેમ્મેટ ગણિતનાં સમ્રાટ છે. તેમને ગણિતની ગણતરીઓ અને માનકો મોઢે યાદ છે. પાઈથી લઈ 22,514 અંકોને યાદ કરવા અને દોહરાવવાનો રેકૉર્ડ તેમના નામે છે. 11 ભાષાઓમાં વાતચીત કરી શકતા ડેનિયલને જોઈ બસ મોઢામાંથી માત્ર એક જ શબ્દ નિકળે છે - વાહ !

2. બેન અંડરવુડ -

2. બેન અંડરવુડ -

3 વર્ષની વયમાં કૅંસરનાં કારણે તેમની આંખોની રોશની જતી રહી હતી, પરંતુ તેઓ હિમ્મત ન હાર્યા અને ઇકો-લોકેટને મોઢેથી અવાજ કાઢી શીખી લીધું અને સામાન્ય જીવન જીવવા લાગ્યાં, પરંતુ 6 વર્ષની વયમાં કૅંસરને ફરી ઉથલો મારતા તેમનું મૃત્યું થઈ ગયું.

3. ડેનિયલ બ્રાઉનિંગ -

3. ડેનિયલ બ્રાઉનિંગ -

તેમને રબર બૉય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પોતાનું શરીર કોઈ પણ રીતે વાળી શકે છે. આ દુનિયાનાં સૌથી ફ્લેક્સિબલ માણસ છે. પોતાની બાજુને ટેનિસ રૅકેટમાંથી કાઢતા તેઓ અદ્ભુત પ્રાણી લાગે છે.

4. હૂ કિયોંગ -

4. હૂ કિયોંગ -

આમનું શરીર વિચિત્ર છે. ડ્રીલ મશીન, આરી, ફાવડા કોઈની પણ અસર તેમનાં શરીર પર નથી થતી. તેમનાં આખા શરીરમાં ક્યાંય પણ ઘા ન કરી શકાય. નગ્ન હાથમાં ઇલેક્ટ્રિક આરી પકડતા પણ તેમને કંઈ જ નથી થતું.

5. ડીન કરનેઝ -

5. ડીન કરનેઝ -

ડીનને દોડવાથી થાક નથી લાગતો. તેઓ કેટલુંય દોડી શકે છે. 350 માઇલ સુધી તેઓ સતત દોડી ચુક્યા છે અને તેમનાં નામે ઘણા વિશ્વ રેકૉર્ડ પણ નોંધાયેલા છે.

6. કિમ પીક -

6. કિમ પીક -

રેન મૅન માટે પ્રેરણા મનાતા કિમને આઈક્યૂમાં 87 ટકા મળ્યા હતાં. તેઓ વસ્તુઓને આસાનીથી યાદ રાખી લે છે અને એક જ સમયે બે પાનાઓ વાંચી લે છે. તેમને 12,000 પુસ્તકો એવી રીતે યાદ છે કે આપને પાના દર પાના સંભળાવી શકે. કુરાન માત્ર 10 મિનિટમાં સંભળાવી શકે છે. 58 વર્ષની વયમાં તેમનું નિધન થઈ ગયું.

7. નતાશા ડેમકિના -

7. નતાશા ડેમકિના -

આ મૅડમ એક્સ-રે વિઝન ધરાવે છે. શરીરમાં ક્યાંય પણ ટ્યૂમર કે કૅંસરની ગાઠ વિગેરે થતા તેમને બહારથી જ જાણ થઈ જાય છે. તેમનામાં સાચે જ દૈવીય શક્તિ છે.

Story first published: Saturday, February 4, 2017, 16:30 [IST]
X
Desktop Bottom Promotion